________________
૨૮
રાસમાળા
કેટલાક પાસેનાં ગામડાં લૂટવા ગયા હતા, કેટલાક ખાવા પીવામાં પડ્યા હતા, કેટલાક ઊંધતા હતા, કેટલાક નાચમજરામાં ગુલતાન થયા હતા, તેથી તેને ફાવી ગયું. શૂરપાળના માણસે હાથમાં તરવારો લઈને ટૂટી પડ્યા, તેમાં ઘાસ કાપનારા ઘાસ કાપી નાંખે તેના કરતાં શત્રુઓને કાપી નાંખવાને તેને વધારે મહેનત પડી નહિ. શૂરપાળે ચંદને કહ્યું કે, શસ્ત્ર ઝાલીને સાવધાન થઈ તારા ષ્ટિ દેવને સંભાર, એમ કહી, તેના પેટમાં તરવાર ખાશી, અને ફૂંદતે સખત ધાયલ કહ્યો; ઢારના ધેરમાં જેમ વાધ પડે તે તે અસ્તવ્યસ્ત થઈ જાય તેમ શત્રુની ફેાજમાં ભંગાણ પડ્યું. ફૂંદને જખમ વાગ્યા હતા તેથી નાસતાં મરણ પામ્યા. વેદ જે પરમાર રાજાના સગા થતા હતા તે ફજેતીને માચો નિરાશ થઈને પેાતાને લશ્કરી પાષાક ઉતારી સંન્યાસીને વેશે કાશી નાશી ગયા. મિહિર જે સેનાપતિ હતા તેણે જાણ્યું કે મારૂં કાળું મ્હાં થયું તેથી તેણે પેાતાના રાજાની રાજધાનીથી આઠ દિવસની કુચને છેટે પડાવ કહ્યો રાજા ભૂવડ હાર થયાના સમાચાર જાણીને મિહિરની છાવણીમાં આવી પ્હોંચ્યા, તે નાશી આવેલા લશ્કરને હિંમત આપી હેવા લાગ્યા કે એક વાર પાછું હઠવું પડે તે તે ખીજી વાર જિત થવાની નિશાની છે, કેમકે હથિયારને પાછું છટકાવ્યા વિના તેનો જખરા ધા થઈ શકતા નથી. ભૂવડ, પેાતાના સુભટા અને લશ્કરને ફરીથી ર્ ઉપજાવવામાં ફતેહ પામ્યા, એટલે લડાઈની મસલહત કરવાને સુભટાની સભા કરી, તેમાં એવે ઠરાવ કરવો કે રાજાએપિંડે તત્કાલ ગૂજરાત ઉપર હલ્લા કરવા. ઘેરથી નીકળતાં રસ્તામાં સારા શકુન થયા અને વાદિત્રના, રણશિંગાના અને દુન્દુભીના નાદના ધડધડાટ આકાશમાં થવા લાગ્યા.
સેના પાસે આવી પ્હોંચી, એટલે, જયશિખરી પંચાસરના દરવાજા બંધ કરીને માંહે પેઠા, પછી રાજા ભૂવડે નગરને ઘેરા ધાયેા. પ્રથમ મિહિરે હલ્લે કરો, તેને સૂરપાળે પાછા હઠાગ્યેા. પંચાસરના રાજાએ પેાતાંના સુભટાને એકડા કરીને કહ્યું કે, જેમને પોતાના જીવ વ્હાલા હાય. તેમણે સુખેથી ઘેર પાછા જવું, પણ સર્વેએ સરખું ઉત્તર આપ્યું કે અમે ઊંચા કુળના રજપૂત છિયે અને અમે સર્વે તમારી સાથે મરવાને તૈયાર છિયે. આવી પટ્ટીની વેળાએ જે પૂ દઈને પેાતાના નામને અબ લગાડે તેનું માંસ કાગડા પણ ખાય નહિ અને તે કૈાટી કલ્પ સુધી નર્કમાં રહે. બાવન દિવસ સુધી હલ્લા કરવા પણ કાંઈ વળ્યું નહિ, એટલે રાજા ભૂવડે મિહિરને સલાહ પૂછવા ખેાલાવ્યા, તેણે કહ્યું કે સૂરપાળને ફાડવાની મહેનત કરવી. પછી આકડાના દૂધ વતે કાગળ લખીને શૂરપાળ ઉપર મેકલ્યા તે તેણે કંકુ ચાળીને વાંચ્યા; પણ રાજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com