SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ રાસમાળા. એવી ધારણ કરવામાં આવી છે. કનકસેન પરમાર વંશના રાજા પાસેથી રાજ્ય ખેંચાવી લીધું અને વડનગરની સ્થાપના કરી. ચાર સેંકડો વહી ગયા પછી તેના વંશજ વિજયે, વિજાપુર અને વિદરબા વસાવ્યાં, તેમાં છેલ્લું શહેર પછીથી સિહોર કહેવાયું. અને એ જ વંશવાળાઓએ પ્રખ્યાત વલભી નગર વસાવ્યું તથા ખંભાત પાસે ગજની શહર સ્થાપ્યું, અને તેને પણ વલભીના નાશ સાથે જ નાશ થઈ ગયો. બીજે ઠેકાણે એ જ ગ્રંથકર્તા કહે છે કે, કનકસેને સૌરાષ્ટ્ર જઈને ઢાંકમાં પિતાનું રહેઠાણ કર્યું. એ શહર પ્રાચીન કાળમાં મુગરીપટ્ટણ કહેવાતું હતું. અને બાળ ખેતર (હજી સુધી ભાલ કહેવાય છે) રાજ્યની જિત કરી લીધા પછી, એના વંશે બાળ રજપૂતનું પદ ધારણ કર્યું. વલભીનો નાશ થવાથી ત્યાંના થોડા રહેવાસ, બલી નામે જૈન શહર, જે મેવાડ અને મારવાડની સીમા ઉપર છે ત્યાં જઈ વસ્યા, અને બીજા હતા તે મારવાડ પ્રાન્તના સાંદરા અને નાદેલમાં જઈ રહ્યા. જે જૈન ગ્રંથકારનાં લખેલાં વર્ણનેમાંથી અમે ઉતારે લીધો છે તે ગ્રંથકારે, વલભીને નાશ વિક્રમ સંવત ૩૭૫ (ઈ. સ. ૩૧૯)માં થયો કહે છે. એ જ વર્ષમાં વલભી સંવત્સર નામે એક સંવત્સર ચાલ્યો, અને આ ગ્રંથકારેએ વલભીના નાશને દહાડે, એ નગરના નામથી કહેવાતા સંવસરના પ્રારંભના હાડા સાથે સેળભેળ કરી દીધો હોય એવો સંભવ છે. - ગુંજયમાહામ્ય ઉપરથી જણાય છે કે પાલીટાણાના ડુંગર ઉપરનાં દેરાસરની પ્રતિષ્ઠા જે શીલાદિત્ય નામે રાજાએ કરી, તે વિક્રમ સંવત ૪૭૭ (ઈ. સન ૪૨૧)માં ગાદિયે બેઠે. વલભીના જે રાજા થઈ ગયા તેઓનાં નામની જુદી જુદી ટીપ તામ્રપટ ઉપરથી ઉપજાવવામાં આવિ છે, તેમાં શીલાદિત્ય નામના ચાર રાજાઓ નોંધેલા છે. આ રાજાઓમાંથી અરાઢનાં નામ નોંધેલાં ૧ જુવો રાસમાળા પૂરણિકામાં પરિશિષ્ટ અંક ૩ માં વલભીપુરને ઇતિહાસ. ૨ માનસ અફ રાજસ્થાન એ નામના ગ્રંથના પહેલા પુસ્તકને પૃષ્ઠ ૮૩ તથા ૨૧૫ થી ૨૧૮ સુધીમાં લખ્યા પ્રમાણે. ૩ “વેસ્ટર્ન ઇડિયા” નામના પુસ્તકને પૃ. ૫૧, ૧૪૮ ૨૬૮, ૩૫૨, પ્રમાણે તથા રાજસ્થાન પુસ્તક પહેલું પૃ. ૨૧૭ પ્રમાણે. ૪ ટૉડકૃત વેસ્ટર્ન ઈન્ડિયાને પૃ. ૫૦૬ બિલાવળના લેખ ઉપરથી. ૫ બેંગાલની એશિયાટિક સોસાઈટીના જર્નલ. ૪ના પૃ. ૪૭૭ તથા એના જ પુસ્તક ૭ માના પૃ. ૯૬૬, અને મુંબઈની એશિયાટિક સોસાઈટીના જર્નલ ૩ ના પૃ. ૨૧૩ ઇત્યાદિ પ્રમાણે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy