________________
૧૨
રાસમાળા થયો. અને સૂર્યનારાયણના આપેલા ઘોડા ઉપર બેશીને આકાશમાં પ્રવાસ કરનારાની પેઠે પિતાની ઈચ્છામાં આવે ત્યાં વિચારવા લાગ્યું. અને પિતાના પરાક્રમથી ઘણા દેશ જિતી લઈ ઘણા દિવસ તેણે રાજ્ય કર્યું.
કોઈ એક વેળાએ, બૌદ્ધ ધર્મના કેઈઉપદેશક વિદ્યાનું અભિમાન ધારણ કરીને શીલાદિત્ય પાસે આવ્યા અને બોલ્યા કે, આ વેતામ્બર જે અમને વિવાદમાં જિતે તે એમને અહિં રહેવા દેજે, ને જે હારે તો દેશપાર પહાડી મૂકજો. તેઓનું આવું બેસવું રાજાએ સ્વીકારીને ચાર પ્રકારના મનુષ્યોની તેણે સભા કરી. પોતે તેમાં પ્રમુખ થયો અને બોલ્યો કે, બે પક્ષવાળામાંથી જે હારે તેણે વલભીના રાજ્યની સીમા પાર થવું. બનવાકાળ તેથી બૌદ્ધો જય પામ્યા, અને શ્વેતામ્બરેને પરદેશ જવું પડ્યું, પણ મનમાં આશા રાખી કે વળી કોઈ વાર ફરીથી વિવાદ કરીશું. શીલાદિત્ય ત્યારથી બૌદ્ધ ધર્મ પાળવા લાગે, પણ તે શત્રુંજયના મહાન ઋષભ દેવને આગળ પ્રમાણે માનતો હતો.
શીલાદિત્યે પોતાની બેલડે જન્મેલી તેની બહેન હતી, તેને ભૃગુપુર(ભરૂચ)ને રાજા વેરે પરણાવી હતી, તેને દેવના જેવી કાન્તિને અને ગુણને એક પુત્ર થયો. કેટલાક દિવસ વિત્યા પછી, પોતાને ધણું મરી ગયો એટલે તેણે કોઈ તીર્થની સારી જગ્યામાં જઈને સારા ગુરુ પાસે ધર્મની દીક્ષા લીધી. તેને દીકરો પણ આઠ વર્ષની વયે દીક્ષા લઈને બેઠે. પછી તેઓને જેમ પ્રસંગ મળતા ગયા તેમ સારી ચાલના અને ડાહ્યા મનુષ્યના મોં આગળ પિતાના ધર્મના અભિપ્રાય જણાવવા માંડ્યા. એક દિવસે પેલા છોકરાનું નામ મલ્લ હતું તે પોતાની સાધવી માતા પ્રતિ ઘણી આતુરતાથી કહેવા લાગ્યો કે, “શું આપણું ધર્મ પાળવાવાળાની અવસ્થા મૂળથી જ આવી માઠી છે?” તેણિયે આંખમાં આંસુ સહિત પ્રત્યુત્તર આપ્યું કે, “બાપુ! મારા જેવી પાપિણ તને શો ઉત્તર આપે ? આગળ આપણા યશસ્વી શ્વેતામ્બર ગામે ગામ અગણિત રહેતા હતા, પણ નામીચા ગુરુ વીર સુરેન્દ્ર જગતને ત્યાગ કરીને ગયા ત્યારથી અન્ય ધર્મ વાદિએ, તારા પૃથ્વી પતિ મામા શીલાદિત્યને વશ કરી લીધો છે. તીર્થની પવિત્ર જગ્યા જે શત્રુંજય, જ્યાંથી મેક્ષ પ્રાપ્ત કરી લેવાનો લાભ મળતો તે શ્વેતામ્બરાના જવાથી ભૂતના જેવા બૌદ્ધ લેકેનું સ્થાન થઈ પડયું છે.
તારે પરદેશ જઈ વશ્યા છે, તેઓનું અભિમાન નરમ પડયું છે, અને તેઓને મહિમા જતો રહ્યો છે.” મત ક્ષત્રિય કુળમાં જન્મ્યો હતો તેથી પિતાના
૧ જૈન. ૨ સાધુ અને સાધવી અથવા જૈન ધર્મનાં ત્યાગી પુરુષ (સાધુ) અને સ્ત્રી (સાધવી) અને શ્રાવક અને શ્રાવિકા એટલે પુરૂષ અને સ્ત્રિયો જેઓએ કઈ પણ આશ્રમ ધારણ નહિ કરેલો એ પ્રમાણે ચાર પ્રકારના મનુષ્યોની સભા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com