________________
૫૩
ફાર્બસજીવનચરિત્રને ઉપસંહાર
અનુલેખન, ફાર્બસ ગૂજરાતી સભા’ની ટીપમાં સુરતમાં રૂપિયા પાંસઠ હજાર સાતસે અંકે રૂ. ,૭૦૦) ભરાયા હતા. એમાં સુરાષ્ટ્રમાંના રાજ્યકર્તાઓએ રૂા. ૨૮,૨૦૦) ભર્યા હતા, તેમાંથી રૂ. ૨૬,૨૫૦) આવ્યા હતા; અને મુંબઈમાં ભરાયેલા રૂ. ૩૭,૫૦૦)માંથી માત્ર રૂ. ૫૦૦) આવ્યા હતા. કુલ રૂ. ૨૬,૭૫૦) અક્ષરે રૂપિયા છવીસ હજાર સાતસે અને પચાસ વસુલ થયા હતા. તેમાંથી રૂ. ૧૮૩૮)માં હસ્તલિખિત ગ્રંથને સંગ્રહ લઈ મુંબઈના પુરાલય-ટાઉનહાલમાં ઉફાર્બસ ગૂજરાતી સભા'ના એક કપાટમાં એ જ ફા ગૂ૦ સભાના હસ્તકમાં છે. રૂ. ૧૪૦૦૦) ને આશ્રયે રાસમાળાનું ભાષાંતર કરાવી સચિત્ર પ્રસિદ્ધ કરવામાં વ્યય થયો હતો. રાસમાલાના વેચાણનાં નાણું પાછાં વલ્યાં તેની, તથા મૂલમાંથી જે શેષ હતું તેની, સરકારી નોટ લઈ મુંબઈ બેંકમાં રાખેલી છે. એ સભાનું કાર્ય યથેચ્છ કરવામાં એ નાણાં ઉપર આવતું વાજ પહોંચી શકે એમ ન હોવાથી નાણું આપનાર સુરાષ્ટ્રના રાજ્યોએ સભાના મંત્રીને સૂચના કરી હતી કે “એ નાણુંના વાજમાંથી “સારાં કામ કરી શકવા જેટલે સંગ્રહ થાય ત્યાં સુધી એ નાણુનું મૂલ દ્રવ્ય “વાજથી વધારવામાં આવે છે એમ આજી ડાંક વર્ષ ચલાવવું.” તે અનુસાર એ નાણું વાજથી વધારવાનું જ લક્ષ રાખેલું છે. આ વિ. સંવત ૧૯૫૩ ઈ. સ. સ. ૧૮૯૭ના વર્ષના અંત સુધી મૂલ દ્રવ્ય અને વૃદ્ધિદ્રવ્ય (વાજ) મલીને કુલ રૂપિયા બાસઠ હજાર અને પાંચસે અંકે રૂ. ૬૨,૫૦૦)ની સરકારી નેટ લેવાઈ. ધી બેક આવ બેમાં એ જ ફા. ગૂ. સભાના નામથી સુરક્ષિત રાખવામાં આવી છે. અને અજી તેમાં પ્રતિવર્ષ વધારે થતો જશે.
પ્રબન્ધચિન્તામણિ' નામે સંસ્કૃત પુસ્તક છે. તેમાં ઐતિહાસિક વૃત્તાન્ત હોવાથી પ્રખ્યાત ડાકટર ભાઊ દાજીના તંત્રિત્વ નીચે પ્રસિદ્ધ કરવાને બફાર્બસ ગૂજરાતી સભા’એ નિર્ણય કર્યો હતો. પરંતુ તે ગ્રંથ ડા, ભાઉ દાજી સત્રત થયાથી પ્રસિદ્ધ થઈ શક નથી.
રાસમાળા'નું ગૂજરાતીમાં ભાષાન્તર આપણું પ્રખ્યાત ગ્રંથકાર રા. રા. રણછોડભાઈ ઉદયરામે બહુ પરિશ્રમ લઈ કયું છે; અને તે સુંદર તથા રુચિકર ગણાયું છે. તેની શુદ્ધિ-વૃદ્ધિ-સહિતા દ્વિતીયાવૃત્તિ માત્ર એક વાર પ્રસિદ્ધ કરવા ફા. ગૂ. સભાની ભગિની અમદાવાદમાંની “ગુજરાત વર્નાક્યુલ સંસાઈટીને અનુજ્ઞા આપી છે.
ગિરગામ, મુંબઈ. મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, સંવત્ ૧૮૫૩. આંશ્વિન વદિ ૧૩. આ ફા. ગૂ. સ. માનદ મંત્રી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com