________________
ફાર્બસ ગુર્જરાતી સભા
૪૭ સભા” સ્થપાઈ. તેમાં મિ. ફાર્બસ પ્રમુખ, બીજા સંભાવિત પુરુષોની એક વ્યવસ્થાપક મંડલી, અને આ લખનાર મંત્રી, એમ નિયમન થયું; અને હર્ષભરી સભા વિસર્જિતા થઈ. તે સમયે સર્વેએ તેના પ્રતિ એવી પ્રીતિ દેખાડી કે એ શુભ કાર્ય યથાર્થ સિદ્ધિ પામશે એમાં કોઈને પણ શંકા થાય નહિ.
પરંતુ મનુષ્યનું ધાર્યું શું થાય છે! ઈશ્વરની અકલિતા માયા કેનાથી કલાઈ છે! ઉપરનો વિચાર કરીને ઉઠયા તે જ વેલા મુંબઈને માથે એક સંકટચક્ર અદશ્ય ભ્રમતું હતું. તેની ગતિ કેઈના જાણ્યામાં નહતી. એવા સંધિમાં વલી ફાર્બસની પ્રકૃતિ બગડી તેથી તેઓને મુંબઈ છેડી પુને જવું પડયું. મંત્રીને પણ કંઈ અવશ કાર્ય સારૂ સ્વશ્રામ જવું પડયું. એ વિનોથી કાર્ય વિલંબાઈ સમય ચુત થયો. તેનું પરિણામ તે હાનિ હોય જ. પછી કેટલેક માસે મુંબઈમાં પાછું આવવું થયું ત્યારે, મુંબઈની દશા વિપરીતા ડીઠી. અદષ્ટદેવીએ શોકને પડદો અકસ્માત નાંખેલો દેખાયો. જે જે ગૃહસ્થોને થોડાક જ માસ ઉપર સુખમાં દીઠેલા, તે તે ગૃહસ્થને સંકટમાં મુઝાતા દીઠી. અનુભવી પંડિતે કહી ગયા છે કે “ઘર્ષય પિતા તિઃ” તેને અનુસરી જે ગૃહસ્થોએ ટીપમાં નાણું ભર્યાં હતાં તેઓને તત્કાલ સૂચવવામાં આવ્યું; પણ તેઓને પિતાની પીડાની વેદના એટલી બધી વધી ગઈ હતી કે, તે બીજા કશા ઉપર લક્ષ રાખી શકતા ન હતા. તેને પરિણામ એ થયો કે નાણાં વસુલ આવી શક્યાં નહિ.
એ પરિણામથી સભાને ભારે હાનિ થઈ એવું ન ગણાત. કારણ એ સાધનને તે પાતાલમાંથી પકડી લાવે એવા ગૃહસ્થ એ સભામાં સામીલ હતા. પરંતુ એક અસાધ્ય હાનિ એ સભાને તે જ કાલે થઈ
બહુ વિચારે કયાથી મસ્તકમાં રોગ ઉત્પન્ન થયો તેથી, થોડા દિવસ તેની પીડા ભેગવી તા. ૩૧ થી આગસ્ટ સન ૧૮૬૫ ને ગુરુવારને દિને પુનામાં ધી આનરેબલ એલિસના બંગલામાં ફાર્બસને દેહ પડ્યો, અને તે સદગતિ પામ્યા. ફાર્બસના અકાલે સગમનથી સભાને એવો તે અસહ્ય ધક્કો લાગ્યો કે તેની મૂર્છા વળવી એ દુર્લભ થઈ પડયું.
ફાર્બસને એ સભા કેવી પ્રિયા હતી અને તેના ઉપર અંતઃકરણથી તેનાં નેહમમતા કેવાં હતાં તેની સાક્ષી પૂરવા નીચેનું ફાર્બસનું માત્ર એક વચન અનેકને અર્થ સારે એવું છે. અંતકાલ વેલા જે જે કાર્યો સાથે ફાર્બસને સંબધ હતા, તે તે કાર્યો એના મિત્રોએ સંભાળી લીધાં, ત્યારે “ગૂજરાતી સભાન” કામ પણ સંભાળી લેવા એના મિત્રોએ કહ્યું. તે સમયે ફાર્બસે ઉત્તર આપ્યું કે –“સર્વ કાર્ય તમને સેંપીશ, પણ મારી ગુજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com