________________
ગોહિલ
૫૬૧ પ્રાચીન સિહોરને કોટ કેટલીક જગ્યાએ જોતાં, આગળ જ્યાં હતા તે ઠેકાણે ઓળખી કહાડી શકાય એવો છે. આ સર્વેની ઉત્તરમાં અર્વાચીન શહર છે, અને તે આસપાસના ડુંગરાની તલાટીની જોડાજોડ છે. તેની પશ્ચિમ દિશાએ ગમતી અથવા ગૌતમી નદી વહે છે. તેના કિનારા ઉપર મરી ગયેલા માણસને દાહ દીધેલા તે ઉપર તુળસીયારા વગેરે બાંધેલી ઘણું નિશાનિ છે. શહેરથી થોડે છેટે, અને નદીની પાસે, બીજો એક ગૌતમેશ્વર કુંડ છે.
ફહે છે કે, બે જાતિના બ્રાહ્મણે વચ્ચે પ્રાચીન સિહોર શહેરના બે વિભાગ કરવામાં આવ્યા હતા, તેમાં પણ બ્રાહ્મણ દક્ષિણ ભાગમાં વસતા હતા, અને જાની બ્રાહ્મણ ઉત્તર ભાગમાં વસતા હતા. જાની બ્રાહ્મણની એક કન્યા રૂપવતી હતી, તે રણા બ્રાહ્મણને દીધી હતી. તે એક સમયે પિતાના ધણુના ઘરમાં વલેણું કરતી હતી, તે વેળાએ તેણિયે માથે નહિ ઓઢતાં ચોટલે છૂટો મૂક્યો હતો. તેવામાં કેટલાએક બ્રાહ્મણ, સાત શેરીના ડુંગર ઉપરથી ચોમેર જણાય તેવી જગ્યાએ બેઠકમાં બેઠા હતા, તેમાં પેલી સ્ત્રીને ધણું પણ હતો. પણ એક બ્રાહ્મણના જોવામાં તે આવ્યો નહિ, અને તે બેલી ઉઠયોઃ “આપણે પેલી બાયડીને દેખિયે છિયે તેય પણ તે માથે “ઓઢતી નથી. જેને ધણી હીજડે હોય તેની બાયડી આવી નિર્લજ હેય” આ સાંભળીને પેલીના ધણને હાડોહાડ લાગી ગઈ ને ઘેર જઈને તેને ચેટલો ને નાક કાપી નાંખ્યાં. પોતાની ઉપર આવું ઘાતકીપણું ગુજારવું માટે તે બાઈ રડતી કકળતી પિતાને પિયર ગઈ. એટલે તેના પિયરિયા વૈર લિવાને હથિયાર લઈને દેડતા આવ્યા. ત્યાં મારામાર થઈ અને તેમાં ઘણા બ્રાહ્મણે માર્યા ગયા. એ જગ્યા આવી રીતે બ્રાહ્મણના પવિત્ર લોહીથી ખરડાઈ, તેથી, ત્યાર પછી, તે ઘેજારી અને ઉજજડ થઈ તે હજી લગણું “ધારી ભૈય”ને નામે પ્રસિદ્ધ છે.
પછી જાની અને રણું વએ અદાવત ચાલી, અને બન્ને ટોળીવાળા કોઈ બીજા રાજાને આશ્રય શોધવા લાગ્યા. જાની બ્રાહ્મણે રાણજી ગોહિલના ભાઈ શાહજીના વંશવાળે ગારિયાધારમાં હતો તેમની પાસે ગયા, અને તેને વેર વાળવાના બદલામાં સિહોર તથા તેનાં ૧૨ ગાર આપી દેવાનાં ઠરાવ્યાં. એટલે ગારિયાધારને ઠાકાર ફોજ એકઠી કરીને સિંહપુર ઉપર ચડ્યો. પણ તેને અપશુકન થયા, એટલે વાટમાં વિસામે કરવો તેથી તેને લાગ જતો
૧ એ વેળાએ સવા મણ જોઈ ઉતરડ્યાં હતાં એવી દંતકથા છે, ૨, ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com