________________
૫૫૦
રાસમાળા
મળવાનું થાય ત્યાર પછી ખાવા માંડવું. જગન્નાથ ઈડરથી થોડે માઈલને અંતરે આવ્યા ત્યારે તેણે ઔષધ ખાધું, તેથી જ ઘણું કરીને મરણતુલ્ય થઈ ગયે તે તરત તે બો ખરો પણ તે દિવસથી તેનાથી ટટાર ઉભા રહેવાતું જ નહિ.
હવે વિતાળ બહારે દિલ્હી જઈને પાદશાહને સોનાની રિકાબી ભેટ કરી, તેમાં પાણી ભરીને આંબાનું પાંદડું, શેલડીને કડકે, તથા ખાખરાનાં પાંદડાંની ખીશકેલી બનાવીને તેના મહેમાં સાકરને કડક આપ્યો હતો. બાદશાહે પૂછયું કે આમ કરવાનું શું કારણ છે, ત્યારે બહોટે ઉત્તર આપ્યું -
એક ઠેકાણે સેનાના થાળ જેવી ધરતી છે, તેમાં પુષ્કળ પાણું છે, “અને તેમાં આંબાનાં ઝાડ અને શેલડી થાય છે, પણ ખાખરાની ઝાડીમાં “ખીશકેલી રહે છે તે સાકર ખાઈ જાય છે. જે આપ પાંચ હજાર અશ્વાર “આપ તે તે દેશ હું આપના કબજામાં કરી આપું.” આ ઉપરથી પાદશાહે શાહજાદા મુરાદને હુકમ મોકલ્યો કે પાંચ હજાર અશ્વાર લઈને વેતાળ બહારેટની સાથે જવું. આ વેળાએ સુરાદ અમદાવાદને સરસ્બે હતે. રાવ જગન્નાથને વકીલ દિલ્હી હતી, તેને જાણવામાં આ વાત આવી. એટલે કાશદ મોકલીને રાવને કહાવી મોકલ્યું કે, વૈતાળ બહારેટની સાથે ઈડર ઉપર લશ્કર મોકલવાની તૈયારી થઈ છે. ત્યારે બહારનું અપમાન કરાયું હતું તે વાત આ સમયે તે પોતે ભૂલી ગયો હતો, તેથી તેણે તેને દોસ્તીદાવે લખ્યું: મારે તમારા ઉપર સંપૂર્ણ ભરોસો છે, માટે ઈડર ઉપર ફેજ ચડવાની છે કે નહિ તે લખી મોકલજે.” વિતાળ બહાટે ઉત્તર વાળ્યો: “તમારે જરા ડરવું નહિ.” પણ ફેજ તે મુરાદની સાથે ચડી અને એક પણ ઘા કર્યા વિના ઇડર તાબે કરી લીધું. छपय-संवत सत्तर प्रमाण, वर्ष बारोत्तर वीमळ;
वीज तिथि रविवार, मास आसो पख निर्मळ; शाहजादो मुराद, लेण गढ ईडर आयो; करवा रोषां काज, साथ जगनाथ सजायो; वैताळ भाट न दियो वढण, कुड करी राव का'डियो; पूंज राज अंग पन्या पछी, लोहा बळ ईडर लियो.
૧ તે દિવસે ઈડરની આસપાસ ખાખરાનું જંગલ હતું કે તે તેના કિલ્લા જેવું બની રહ્યું હતું તે વિષેનું સૂચન અહિં છે.
૨ અંગરેજીમાં પાંચસે અશ્વાર લખ્યા છે તે ભૂલ થયેલી જણાય છે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com