________________
૫૪૦
રાસમાળા
66
ફેાજવાળાએ એક બે દિવસ વાટ જોઈ, પણ તે આવ્યા નહિ, એટલે તેના શોધ કરવા માંડ્યો, તથાપિ તેના પત્તો લાગ્યા નહિ. છેવટે, તેણે ફેાજના સરદારને ક્ડાવ્યુંઃ જો તમે બહુધરી આપે! તે। આવીને તમારૂં પતાવી “ જાઊં.” પછી બાંહધરી આપી એટલે રાવત છાવણીમાં આવ્યે અને મેલ્યાઃ “ મારી પાસે પૈસા તેા નથી, પણ આ ખેરાળુ પ્રગણું છે તે હું પાદશાહને ઘેર ધરાણે મૂકું છું, તે જ્યારે મને રૂપિયા મળશે ત્યારે પ્રગણું “ હેડાવી જઈશ.” એમ કહીને તેણે ખેરાળુ પ્રગણું લખી આપ્યું, પણ કેટલાંએક ગામેામાં વાંટા રાખ્યા.
"C
66
તેના એક માણસે તેને કહ્યું:
એ
આશકરણજી રાણાની વેળામાં, અકબરના એક શાહજાદો કાંઈ વાંક કરીને ફ્રિલ્હીથી ન્હાશી આવ્યેા. તે ઉદયપુર, જયપુર અને રાજવાડાની (રજપૂતાનાની ) ખીજી કેટલીયેક જગ્યાએ ગયા, પણ કાઈ યે તેને પેાતાના રક્ષણ નીચે રાખ્યા નહિ. છેવટે તે તરસંગમે ગયા. આશકરભુજીયે તેને રાખ્યા, તે ત્યાં રહ્યો, અને તેણે કાલવાણુ નામના ડુંગરા ઉપર કિલ્લે આંધ્યા. આ જગ્યા તરસંગમાથી આશરે ત્રણ માઈલને છેટે છે. એક દિવસે શાહજાદા બહુ ખુશી થયે! ત્યારે, રાણાને પેાતાની વીંટી આપવા લાગ્યા. તે વીંટી ધણી મૂલ્યવાન હતી, અને તેમાં ઊંચા હીરા જડેલે હતા. પશુ રાણાએ કહ્યું: “ હું એ હવાં નહિ લઉં, પણ જ્યારે તમારી તકરાર પતી વ્હેશે અને તમે જ્યારે સલાહસંપમાં જશેા ત્યારે તમે “જે મને આપશેા તે હું લઈશ.” “શાહજાદા સ્થિર મનને નથી, માટે તમે વીંટી લીધી નહિ તે આવેલે લાગ જવા દીધા તે। ઠીક કર્યું નહિ.” આ વાત સાંભળીને રાણાને પેાતાના કુળ ઉપર થયેલા શાપની વાત સાંભરી આવી કે તરસંગમાના રાણા પાછળસુધિયા છે. ખીજે દિવસે તે શાહજાદા પાસે ગયેા, અને મેલ્યાઃ આપ જે વીંટી કાલે મને આપતા હતા તે આજે આપશે? ’ પણ શાહનદે ઉત્તર આપ્યું: “હું જ્યારે જઈશ ત્યારે તમને આપતા જઈશ.” આ પ્રમાણે કહ્યું તો ખરૂં પણ તે આપ્યા વિના પશ્ચિમ ભણી ગયા. ત્યાં ભૂજના રાવ ભારમલજીએ તેને પકડીને દિલ્હી વ્હેાંચતા કસ્યો. આ ચાકરી ઉપરથી રાવ ભારમલજીને મારી પ્રગણું મળ્યું. પછીથી જ્યારે પાદશાહ અને શાહજાદાને સલાહ થઈ, ત્યારે, પાદશાહે તેને પૂછ્યું: “તને કાણે કાણે “શરણે રાખ્યા ?” તેણે કહ્યું: “તરસંગમાના આશકરજિયે મને રાખીને
66
..
"(
૧ પૃષ્ટ ૫૦૧ મે જે વાત લખી છે તેના આ એક ભૂલભરેલા સંબંધ છે. તે પ્રમાણે તા શાહજાદા એટલે અમદાવાદના ત્રીજો સુલ્તાન સુગર હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com