________________
૪૪
ફાર્બસજીવનચરિત્ર (કઈ જાણે નહિ એવી રીતિએ) આવ્યા હતા અને પોતાની પ્રેમભરી દૃષ્ટિએ સર્વ યથાવિધિ નિરખી જોયું હતું. પોતાનાં વાવેલાં સૂક્ષ્મ કણોનાં ફાલીને સજજડ વૃક્ષ થયેલાં જોઈ ફાર્બસને જે સંતોષ થયો હશે તેને અનુભવ તે વિરલ ભાગ્યશાલીને હાય. એ એક શ્રેષ્ઠ પ્રતિના સંતોષનું વર્ણન કરવું કઠિન છે, તે માત્ર અનુભૂત કરી શકાય છે. તેના અજાણે તે સમજી શકે પણ નહિ.
ફોર્બસનું છેલ્લું પ્રસિદ્ધ લેખન જગવિખ્યાત સુરાષ્ટ્રના સોમનાથ વિષેનું છે. તે એશિઆટિક સાયટીની મુંબઈની શાખામાં સન ૧૮૬૪ માં તારા ૧૪ એપ્રિલને દિને વાંચવામાં આવ્યું હતું, અને તેથી તે જ સભાના પુસ્તકના ૨૩ મા અંકમાં સન ૧૮૬૫ માં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
કૃષ્ણજીતકૃત રત્નમાલા નામે એક સુંદર વ્રજભાષાનો ગ્રંથ છે. જેમાં પત્તનના મહારાજેને ઈતિહાસ છે. તેમાંનાં જેટલાં રત્ન હાથ આવ્યાં છે તેટલાંનું ઇંગ્લીશ કવિતામાં ફાર્બસે ભાષાન્તર કર્યું છે. અને તે છપાઈને અહણાં જ પ્રસિદ્ધ થયું છે.
જે સભા “ફાર્બસ” નું પ્રતાપિ નામ ધારણ કરે છે, જે સભાના સંબંધમાં આ જીવનચરિત્ર પ્રસિદ્ધ થાય છે, અને જે સભાને ફાર્બસના મરણથી અસાધારણ હાનિ થઈ છે-કારણ “મનના મારથ મનમાં રહ્યા' એવું જે સભાને થયું છે-તે સભા સંબંધિ થોડું જણાવી આ લેખ સમાપ્તિ પામશે.
મુંબઈમાં લક્ષ્મીની ભરતી આવી હતી, તે સમયે તેને લાભ લઈ દેશહિતનાં કાર્ય કરવાને, ધનરૂપ જલ, સભા કે મંડલી રૂપ પાત્રોમાં ભરી લેવાને વિચાર, કઈ કેાઈ ગૃહસ્થના મનમાં આવ્યો હોય એવું થયું હતું. અને તે પ્રમાણે કેટલાક ગૃહસ્થાએ પરોક્ષ અપરોક્ષ કાર્ય સાધી પણ લીધાં છે; ઉદાર શ્રીમંતોને પ્રાર્થના કરીને અને કેટલાકને પ્રેરીને લક્ષાવધિ ધન પરોપકારનાં કાર્યોમાં કઢાવ્યાં છે. ધન્ય છે ઉદાર શ્રીમંતો અને ધન્ય છે તેઓના દૂરદર્શી
રકે. ભરતીને તે એટ થઈ ગયો, પણ પેલાં શુભ કાર્યો સારૂ ભરી લીધેલાં પાત્રો અજી વિદ્યમાન છે. તે લખલખિત આનંદદાયક પાત્રો અનેક પ્રકારના વિચાર ઉત્પન્ન કરે છે. તે વિચારો અત્ર સ્ફટ ન કરતાં અનુભવી
* પૂર્વે કાર્બસે અમદાવાદમાં સરસ્વતીને તરત બંધનમુક્ત કરી હતી, પણ તેને પિતાનું મંદિર ન હોવાથી તે વેલા ત્યાંથી બહુ ર ગઈ નહોતી. પતે છૂટી થઈ ભદ્રની બંદિશાલામાં જ રહી હતી. પરંતુ ફાર્બસ ફરીથી છેલ્લા ત્યાં ગયા ત્યારે તેને પુષ્ટ થયેલી અને પિતાનું જ એક સુંદર મંદિર (હીમાબાઈ ઈન્સ્ટિટ્યુટ) કરી મિ. કટિસ જેવા પૂજારીના સાધનથી મહાલતી દીઠી. એવા અનેક સારા ફેરફાર કાર્બસે પોતે જેયા હતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com