SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ અંબા ભવાની પ૨૯ કેટલાક લોકે તે અંબાજીની યાત્રા કરવા સારૂ આસપાસનાં ગામોમાંથી, અને હિન્દુસ્થાન માંહેલા આધેના પ્રદેશોમાંથી પણ આવે છે. તથાપિ મહેટ સંઘ તે વર્ષમાં ત્રણ વાર આવે છે, તેમાં મુખ્યત્વે કરીને એક સંઘ તો ચોમાસામાં ભાદ્રપદ મહિનામાં માતાજીને જન્મદિવસ આવે છે તે પ્રસંગે ભરાય છે. જ્યાં યુરોપની રીતભાત દાખલ થઈ ગયેલી એવું મુંબઈ નગર, જેની હવા વ્યાપારની ધામધુમથી ગરદવાન થઈ ગયેલી, જેની આસપાસનું દરિયાનું પાણી પશ્ચિમ ભણીનાં વહાણોના સઢસમૂહથી સફેદી ૫કડતું જણાય છે, જેમાં પૂર્વ ભણીના મહાન એપાસલનું દેવલ (કેટમાં) આવી રહ્યું છે, તેમ જ, જે ઈંગ્લડ સરખી પરદેશી ભૂમિને છાયાવાન આકાર કદાપિ હિન્દુની મનકલ્પનામાં ઉતરી શકતો હોય તે પણ તેની ખરી નજરની આસપાસ તેના ધર્મ એવો પડદો નાંખી દીધું છે કે જે ભૂમિ તેનાથી જેવા જવાને બની શકાતું નથી તે (ઈડ) ભૂમિના નવીન કાયદાઓની રૂઇથી, દબદબાભરેલા ઝભ્ભા ધારણ કરીને ન્યાયાધીશે મુંબઈ નગરની કેટમાં બેશી ન્યાય કરે છે તેવી મુંબઈમાંથી પણ ઘણી વાર હિન્દુ યાત્રાળુ એવી માયિક જગ્યા છેડીને, તેને મન વધારે સાચી ભાસતી આરાસુરની જગ્યાના દેહલા માર્ગ ભણું પુણ્યપ્રાપ્તિ અર્થે કુચ કરે છે. માતાને સંધ ઘણે માટે થાય છે, તે જ્યાં પડાવ નાંખે છે તે ઠેકાણે સંવમાંને ગમે તે કાઈ, જેને માતાને નિમિત્તે ખર્ચ કરવાની ઈચ્છા હોય તે સહુને જમાડે છે. છેલ્લે ઢાળો દાંતે થાય છે. દાંતા એક નાનું સરખું શહર, વગડાઉ અને ખરાબાવાળા ડુંગરાના પડખામાં છે. ત્યાં પરમાર વંશને રાણો રાજ્ય કરે છે, તે શ્રી અંબાજીને માનીત સેવક છે. આ જગ્યાએથી માતાના દેરા , ભણું જવાને ચડાવ લાંબે છે, અને તે ઘણુંખરા ભાગમાં રહેતાં રહેતાં ઊંચે થયેલે છે પણ વચ્ચે વચ્ચે બહુ ઉભો અને ખાડા ટેકરાવાળો છે: કેમકે શ્રી દૂર્ગાની ગાદિયે પહોંચવાના રસ્તાની મુસીબતે મનુષ્ય પ્રાણના હાથની કારીગરીથી મટાડી શકાય એમ નથી. આવા ફેરફાર થતા માર્ગે ચાલતાં માતાજી સંઘ લાલ, ધોળા, અને પીળા રંગથી તડકામાં ચકચકી રહેલો અને ચળકાટ મારતા હેડાથી અને નરમ સનાથી ભભકાભરેલો દેખાવ દેતે ચાલ્યો જાય છે; ઘડીકમાં તે ખંડિત મેદાનમાં હારબંધ જ દેખાય છે, અને ઘડીકમાં તે કેટલાક રિંગિત ખરાબાથી ઢંકાય છે અથવા વનની ઘાડી છાયાને લીધે નજરે પડતે બંધ પડી જાય છે. આશરે અર્ધ ચડાવે ઊંચા ભાગમાં હાનાભાઈને કૂવે છે ત્યાં આગળ તે થોડી વાર ઢાળે કરે છે અને પછી ગહન ખરાબાઓ વચ્ચે પેશીને આગળ એક ખુલ્લા મેદાનમાં જઈ પહોંચે ३४ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy