________________
રાવ વિરમદેવ
પર૭ વારે ચાલી; બંને બાજુનાં ઘણું માણસો કપાયાં પણ તેમાં રાવની જિત થઈ. ત્યાર પછી નીચેનાં કારણને લીધે, કલ્યાણમેલે તરસંગમા મારયું.
તરસંગમાના રાણું વાઘના સાંભળવામાં આવ્યું હતું કે, કલ્યાણમલની રાણું જે ભુજના રાવની કુંવરી થતી હતી તે ઘણું રૂપવતી છે. તે ઉપરથી તેને જોવાની તેના મનમાં ઘણું આતુરતા હતી. ઘનાલના ગ્રાસમાં ગઢરૂ કરીને ગામ છે તેની ધરતીમાં પચાસ હજાર રૂપિયા ખરચીને રાવની જાડેજી રાણિયે સામળાજીનું દેરું બંધાવ્યું છે. ત્યાં રાણી યાત્રા કરવા સારૂ આવ્યાં છે, એવું રાણુ વાઘના જાણવામાં આવ્યું. એટલે, તે બ્રાહ્મણને વેષ લઈને બીજા બ્રાહ્મણે ભેગે ભળી ગયો. રાણિયે બ્રાહ્મણને તિલક કરીને દક્ષિણ આપવા માંડી તેમાં રાણું વાઘને પણ આપવા માંડી પણ તેણે લીધી નહિ તેથી રગઝમ થઈ અને તે ત્યાંથી જતો રહ્યો. રાવ કલ્યાણમલને આ વાતની જાણ થઈ, ત્યારે તે વેરને લીધે તેણે તરસંગમા મારયું.
- ત્યાર પછી ગઢવી સામાજિયે કુવાવા ગામને કેટ કરી લેવાની ધારણા કરી, તે વાત રાવને ગમી નહિ. ગઢવિયે પિતાના જેશીને કહી રાખ્યું હતું કે મારું મોત આવે ત્યારે મને કહેજે કે હું વ્રજમાં જઈને વાસ કરું. આ વાત રાવની જાણમાં હતી તેથી તેમણે જેશીને લાવીને કહ્યું એટલે તેણે તેને કહ્યું કે તમારે આવરદા આવી રહ્યો છે, માટે હવે વ્રજમાં વાસ કરે. તે ઉપરથી ગઢવી વ્રજમાં જવાને નીકળ્યો. ત્યાં જઈને તેણે શ્રીનાથજીને તેર શેર સેનાની તાસક ભેટ કરી. ત્યાર પછી ત્યાંથી તે કાશીમાં ગયો અને જોશીના કહેવા ઉપર તેને વિશ્વાસ હતું તેથી પોતાના મરણની રાહ જોતે ત્યાં રહ્યો. પણ ત્યાર પછી તો બીજાં દશ વર્ષ જીવ્યો. જ્યારે તે ઘણે માંદો પડ્યો ત્યારે તેણે ઈડરના રાવને લખ્યું કે મારા મનમાં તમને મળવાની ઘણી ઉત્કંઠા છે. રાવ કાશિયે જવાને નીકળ્યા અને ત્યાંથી એક મજલને છેટે આવી પહોંચ્યા, એટલે તે તેમના સાંભળવામાં આવ્યું કે સાયજિયે દેહ છોડ્યો. પછી રાવે વિચારયું કે હું જે કાશિયે જઈશ તે લેક જાણશે કે રાવ યાત્રા કરવા સારૂ આવ્યા છે, સાયાજીને માટે આવ્યા નથી, તે ઉપરથી તેણે પિતાના મેલાણ ઉપર ગંગાજળની કાવડ મંગાવીને ત્યાં સ્નાન કરવું અને ઉદયપુરને રસ્તે ઘેર આવ્યા. ત્યાંથી તે ગઢવી ગોપાળદાસને પોતાની સાથે લેતા આવ્યા. તેને ઘેરસણ અને રામપુર એ બે ગામ આપ્યાં. તે હજી લગણ તેના વંશવાળા બાર ભાગે ખાય છે. બીજે ચારણું જે એમની સાથે આવ્યો હતો તેને થુરાવાસ ગામ આપ્યું તે તેના વંશવાળા હજી લગણ ચારે ભાગે
ભગવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com