________________
૪૨
ફાર્બસજીવનચરિત્ર થયા હતા. આ જગતમાં તેજષી લોકે બહુ હેય છે. જેનામાં સ્વબલ નથી, અને પિતામાં શક્તિ હોય તે કરતાં અધિક શક્તિમાનમાં ખપવા ઈચ્છે છે, એવા દંભી આ જગતમાં બહુ છે. તેઓ પોતાના કરતાં અધિક ગુણવાન મનુષ્યો ઉપર દ્વેષ રાખે છે. તેથી સંગીને ઉત્કર્ષ સહન થતું નથી; તેથી સદાગ્રહથી ગુણનું આધિક્ય કરવાની સ્પર્ધા, (જે ખરે માર્ગ છે) તે માર્ગે ન ચઢતાં, કુટિલ માર્ગે જાય છે. પેલા અધિક ગુણવાનના પ્રતાપની અને પોતાની વચ્ચે, જેમ સૂર્યને પ્રતાપ જેવા વચ્ચે કઈ કાલા કાચનું અંતરપટ લેવાય છે તેમ, કઈ દેષ આરોપણ કરી પોતે જુવે છે, અને બીજા તે જ પ્રકારે જુવે એમ ઈચ્છે છે. એવું આ જગતમાં વારંવાર દીઠામાં આવે છે. ફાર્બસ પ્રતાપી પુરુષ હતા. તેના ઉપર પણ દુષ્ટા દૃષ્ટિએ જેનારા હોય જ. પણ આશ્ચર્યકારક આ છે કે તેમ જણાતું ન હતું. જેમ ક્ષિતિજમાં પૃથ્વીના સપાટ ઉપર દેખાતા પ્રાતઃકાલના સૂર્યને સર્વ લોક સુખથી જોઈ શકે છે, તે વેલા મધ્યપટની અપેક્ષા રહેતી નથી, તેમ જે પુરુષ પ્રતાપી (અર્થાત વિદ્વાન, અધિકારવાન, પદવાન) સત નમ્રતા, મધુરતા, અને વિનયવિવેકમાં રહી ઉદ્ધત નથી થતા, તેના ઉપર દ્વેષ ઉંચી દષ્ટિ કરી શકતા નથી. એ સત્ય છે. પિતાના સંગીઓમાંથી કેટલાકને પાછળ મૂકી ફાર્બસ આગળ નીકળી આવ્યા હતા. અને જે તે કાર્યમાં ઉપર તરી આવી તે એક અગ્રેસર ગણુતા, તો પણ તેના ઉપર યૂરોપીયો દ્વેષ રાખતા નહિ. ફાર્બસના સુખમાં અને ઉદયમાં તેઓ ભાગ લેતા હોય એમ જણાતું. ફાર્બસને પોતાના પ્રતિનિધિ સમ ગણ, તેને ઉત્કર્ષ દેખી, સર્વે પ્રસન્ન થતા. એથી પણ સિદ્ધિ થાય છે કે ફાર્બસમાં પૂર્વોક્ત કેટલાક મનહર શુભ ગુણેને સંગમ અસામાન્ય હતો. આપણુ પંડિતે કહે છે કે – ___ "दानं प्रियवाक्सहितं ज्ञानमगर्व क्षमान्वितं शौर्यम् ।
પિત્ત ત્યારે ગુર્જ હુમતદઉં છો ” “પ્રિય વચન સહિત દાન, ગર્વ રહિત જ્ઞાન, ક્ષમાયુક્ત શૌર્ય, ત્યાગયુક્ત ધન, એ ચાર આ લોકમાં દુર્લભ છે.”
કુલીના સ્ત્રીઓનું પરમ ભૂષણ એવા મૃદુ ગુણે, ફાર્બસની વિદ્યા અને અધિકાર આદિ સાથે, એવા સુંદર પ્રકારે મળ્યા હતા કે સીમા. તેઓ સર્વનું શુભ ઈચ્છતા. સર્વના સુખમાં પિતાનું સુખ માનતા. તેથી તે અજાતશત્રુસમ હતા. અર્થાત જગતમાં તેને શત્રુ ન હતો એમ કહિયે તે ચાલે. તેઓ ધર્મનિષ હતા. ચૂપમાં તે વેલા ધર્મ ઉપર અનાસ્થા થાય એવા લેખો પ્રસિદ્ધ થવાને આરંભ વેગથી ચાલ્યો હતે. અમુક પવન આવી જલમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com