________________
રાવ વિરમદેવ
૫૧૧ તેને પૂછ્યું આ કૂવો તમારે છે? તેણે ઉત્તર આપ્યું કે “મહારાજ ! અમારે “કૂવા ક્યાંથી એ કૂવો તે આપને છે.” રાવે ત્યારે આજ્ઞા કરી કે, “જા એ કુ મેં તને બક્ષિસ કર્યો.” વીરમદેવે આ બંને છેકરાઓને સારી રીતે પરણાવ્યા, તેમના વંશના હાલ સુધી તે કૂવાની ઉપજ ખાય છે.
ત્યાર પછી રાવે વડાલિયે આવીને આઠ દશ દિવસ મુકામ કર્યો. વીરમદેવ વડાલીમાં સમળેશ્વર તલાવની બાજુએ મેલાણ કરીને પડ્યો હતો તેવામાં તેને ભાઈ રાયસિંહ મૃગયા રમતે ત્યાં આવી ચડે. રાયસિહ ખરેખર શિકારી હતા. વીરમદેવે તેને દીઠે ત્યારે તેના મનમાં આવ્યું કે જે રાયસિંહ જીવતો રહેશે તે મારી ગાદી ખેંચાવી લેશે. પછી જ્યારે તે વડાલીથી પાછો આવ્યો ત્યારે રાયસિંહને કાંઈ વાંક કુહાડીને તરવારવતે તેને ઠાર કરો. આ રાયસિંહને એક બહેન હતી, તે જયપુર પરણાવી હતી, તેણુયે પિતાના ભાઈનું વેર મનમાં રાખીને વીરમદેવને મારી નાંખે તે વિષે હવે પછી લખવામાં આવશે.
આ પ્રમાણે દિવસ જતાં નવા વર્ષને પડવો લગભગ આવી પહોંચ્યો. અને રાવે પિતાની ફેજ એકઠી કરવા માંડી તેમાં તેના સરદાર સહિત ૧૮૦૦ અશ્વાર થયા. તેઓ નીકળ્યા અને કુચ કરતા વીંછીવાડે આવી પહોંચ્યા; તેમને લડાઈને સરસામાન, –માણસ અને ઘેડાનાં બખ્તર અને હથિયાર, તપ અને જંજાળ એ સર્વ ઊંટ ઉપર લાવું હતું, અને જે હેમસિંહને માટે ડુંગરપુર ઉપર ચડાઈ કરવાની અગત્ય પડી હતી તે પણ પિતાની ફોજ સહિત સંગાથે હતો. વિછવાડાને ઠાકર ડુંગરપુરના તાબાને હતો, તેણે તપાસ કરી કે રાવની અશ્વારી કયાં જાય છે, તેને એ ઉત્તર મળ્યો કે રાવ પિતાના સસરાને ત્યાં મેવાડ અને માળવાની હદ ઉપર ચંબલ નદી છે તેને કિનારે રામપુર છે ત્યાં જાય છે. તેય પણ, તે ઠાકોરને હેમતસિંહ અને પોતાના રાજા વચ્ચે શત્રુવટ હતી તે તેના જાણવામાં હતું, તેથી તેણે મનમાં વિચાર્યું કે, “હેમતસિંહ પોતાના સર્વ માણસો સહિત એમની સંગાથે
છે, અને તે અને બીજે લડાઈને સરસામાન છે, એ બધું રામપુર લઈ “જવાનું શું કારણ હશે!” આ પ્રમાણે તેના મનમાં સંશય આવે.
પછી ઈડર તાબાના ઠાકરેએ વીરમદેવને કહ્યું: “કઈ કહેશે કે રાવે “ચેરની પેઠે આવીને ડુંગરપુર માર્યું, પણ જે તે ઉઘાડી રીતે આવ્યો હતો
તે તેનાથી મરાત નહિ. એટલા માટે વાત જાણું પાડવી.” રાવે જવાબ દીધો કે, “ઠીક છે એમ કરે.” પછી તેઓએ વિંછવાડાના ઠાકરને કહ્યું કે “અમે ડુંગરપુર ઉપર ચડી જઈયે છિયે, માટે તમે ડુંગરપુર જઈને તેના રાવળને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com