________________
૫૨
રાસમાળા
રાખી તાજલની જનતા
હિન્દુ લશ્કરી પટાવતે ઘણુ હતા. કડીથી ડીસા સુધીનાં ઉત્તર ભણુનાં પ્રગણુમાંથી ત્રણ હજાર રજપૂત ઘોડેશ્વારેનું લશ્કર પૂરું પાડવામાં આવતું હતું. બાગલાણુના જમીનદાર બેહરજીના કબજામાં મુલર અને સાહલરના કિલ્લા હતા, અને ત્રણ હજાર ઘોડેશ્વારોના લશ્કર વડે તે ચાકરી કરતો હતો સાથના જમીનદાર અને છતરાલ કાળિઓ નોકરી કરતા હતા તેના બદલામાં ગોપરા ટપાનાં બે પ્રગણું તેમને આપ્યાં હતાં; નાગર પ્રગણાના વતનદાર રજપૂત ઘોડેશ્વાના મહેટા લશ્કર સહિત ચાકરી કરતા હતા, અને ઇડરને પુંજો રડ, રાજપીપળાને રાવ જયસિહ, ડુંગરપુરને રાવળ, ઝાલાઓને ઠાકર, જામ અને તેના ચારર્સે ગરાસિયા આશ્રિતે, તેમ જ ભુજના ખેંગારજી (પહેલા) રાવ લશ્કર પૂરું પાડતા હતા તેમાં સળ હજાર માત્ર ઘોડેશ્વાર હતા. આ સત્તાવાન રજપૂત ઠાકેરેએ અમદાવાદના પાદશાહના ધસારામાંથી પિતાની જમીન અને સ્વતંત્રપણું બંને જાળવી રાખ્યાં હતાં. તેઓને મુસલમાનોની તૂટી પડેલી સત્તાના જોરથી થોડું જ ડરી જવાનું હતું, અને અસલની જંગલી જાતિય જેને જે આગળ વધારે વજનથી દબાવી રાખી હતી, પણ તેને કદિ નાશ થયો ન હતો તે આ વેળાએ ફરીને, અગ્નિની પેકે, ધસી આવવા લાગી.
અકબરે ગૂજરાતની જિત કરી લીધી ત્યાર પછી તેણે આખા દેશ ઉપર એક સૂબેદાર ઠરાવ્યો, અને તેના હાથ નીચે મહેસુલના અને લશ્કરી અધિકારી નિમ્યા. ઘણું કરીને સુબેદાર ઉત્તમ પંક્તિના માણસો હતા. જેવા કે અકબરને દૂધભાઈ ખાન અઝીઝ કેકા, અને તેને શાહજાદો સુલ્તાન મુરાદબખ્ત એ જગ્યા ઉપર નિમાયા હતા; જહાંગીરના વારામાં તેનો શાહજાદો શાહજહાંન ઠર્યો હતો, અને તેના વારામાં તેને શાહજાદો મુરાદ નિમાયા હતા. આ સમયના ઈતિહાસને સમાવેશ દિલ્હીના સામાન્ય ઈતિહાસમાં થાય છે, અને આ પુસ્તકમાં રજપૂત ઠાકરે સંબંધી લખવાનો જે હેતુ છે તેમના સંબંધી મુસલમાન લખનારાઓએ પોતાના લખાણમાં જુજ સૂચના આપેલી છે. આપણા જેવામાં આવે છે કે, જમીનની ઉપજ સંબંધી વ્યવસ્થા કરવાને અકબરે રાજા ટેડરમલને ગૂજરાતમાં મોકલ્યા, ત્યારે અકબરની મુસલમાનના મુખ્ય તરીકે રાજ્ય કરવાની માત્ર ધારણ નહિ પણ આખા હિન્દુસ્થાનના એકઠા મળેલા લોકોના ઉપરી તરીકે રાજ્ય કરવાની તેની ઉદારતાભરેલી અને ડહાપણભરેલી ધારણું તે પૂર્ણ થાય એટલા માટે રજપૂત ઠાકરેને સંબંધ રાજ્ય સાથે થાય અને તેઓની પ્રીતિ સંપાદન કરી લેવાય એવા હાથ આવેલા પ્રસંગે તેણે સાધી લીધા.
www.umaragyanbhandar.com
એ કરીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat