________________
૫૦૦
રાસમાળા
રાજપીપળા, મહીકાંઠે, અને હલવદ(ઝાલાવાડ)ના ગરાસિયાઓએ, પોતાને “ગ્રાસ સાચવી રાખવાને દેશમાં પજવણી કરવા માંડી, માટે શિરોઈ, ઈડર, “અને બીજે ઠેકાણે થાણું બેસાડ્યાં અને ત્યાંથી રજપૂત અને કોળી નામે નાશ કરવાની આજ્ઞા થઈ માત્ર જેઓ દેશનું રક્ષણ કરવાને સિપાઈગીરીની નેકરીમાં હતા, અથવા જેઓ વ્યાપાર કરતા હતા, અને ઓળખાવાને “માટે જેઓને જમણે હાથે કાંઈક નિશાની રખાવામાં આવી હતી “તેઓને જ જીવતા મૂકવાની છૂટ હતી. એ જાતના લોકોમાંથી જેઓને “તે નિશાની ન હતી તેઓને ઠાર કરતા હતા. આ પાદશાહના રાજ્યના “લગભગ છેલ્લા સમયમાં, ઉપર પ્રમાણે હુકમ હોવાને લીધે તેટલા ભાગોમાં “મુસલમાની ધર્મની શ્રેષ્ઠતા એટલી બધી વધી પડી હતી કે, શહર વચ્ચે ધેડા ઉપર બેસીને જવાની કેાઈ હિન્દુને છૂટ ન હતી; અને જેઓ પગે “ચાલીને જતા હતા તેઓને પણ જમણે ખભે લાલ પટી લગાવ્યા વિના લૂગડાં પહેરવા દેતા નહિ, અને વળી વિશેષમાં એ હતું કે હેળી, દિવાળી“ના તહેવારનું પૂજા આદિકનું પ્રસિદ્ધ પાખંડીપણું કરવા દેવાની મના કરી હતી. આ ઉપરથી એમ લખવામાં આવ્યું છે કે, દુષ્ટ બુરહાને પાદશાહને મારી નાંખ્યો ત્યારે ગરાસિયા અને કોળિયોએ તે ખુનીની એક “મૂર્તિ કરીને સ્થાપી અને તેની પૂજા કરી તેને કહેવા લાગ્યા કે, આ અમારે “રક્ષક છે, એણે અમને નાશમાંથી બચાવ્યા છે.”
જે કોઈ ગૂજરાતમાં આવે છે, અને આવા જુલ્મનું ઠેકાણું જે રાજધાની નગર અમદાવાદ તે મુખ્યત્વે કરીને જુવે છે, ત્યારે ત્રાસ પમાડેલા હિન્દુઓનાં ભયનાં દેવળ અને મુસલમાનોના ઉચા મિનારા તેઓના રાજ્યના અને ધર્મના જુલમના દિવસે માં થયેલાં જોવામાં આવે છે, અને હાલમાં જે છે તેની સાથે તે દિવસના કારભાર ઉપરથી આ સર્વ જે લક્ષમાં આવે છે તેને મુકાબલો કરવાને બની આવે છે. એક તરફ પડી જતી મજીદનાં ખંડેર વધતાં જાય છે, અને બીજી તરફ તેની જ પાસે શિવ અને પારસનાથની મૂર્તિ તેમની અંધારી સંતાઈ રહેવાની જગ્યાઓમાંથી બહાર નીકળે છે અને નવાં બંધાવેલાં દેવાલયમાં તેમની સ્થાપના થાય છે: અને અભિમાનને પોકાર કરનારા પઠાણ મોગલેના છોકરા હિન્દુનાં દેવળમાં આરસપહાણ ગોઠવવાની મજુરી કરે છે, અથવા છેક હલકે રોજ લઈને, દેવની મૂર્તિને નાશ તેઓના પૂર્વજોએ કર્યો હતો એવું તેઓ ધારે છે તેઓની ફરી સ્થાપના થતી વેળાના સાજનમાં મશાલે ધરે છે અને નગારાં વગાડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com