________________
૪૯૮
રાસમાળા પોતાના કુટુંબ સહિત, મેવાડના સીમાડા ઉપરના ડુંગરી દેશમાં સરવણ ગામ આવ્યું છે અને જે સામળિયા સેડના વંશજના તાબામાં હતું ત્યાં રહેતા હતા. રીડાના લેખમાં લખ્યું છે તે પ્રમાણે, બીજે મુઝફફર શાહ મરણ પામે,
અને તેના બે શાહજાદા સિકંદર (ઈ. સ. ૧૫૨૬) અને મહમૂદ ત્રીજો (ઈ. સ. ૧૫ર૬) મરણ પામ્યા ત્યાં સુધી રાવ ભારમલ જીવતો હતો, અને ઈ. સ. ૧૫૨૮ માં જ્યારે બહાદુર શાહે ઈડર અને વાગડી એ બન્ને દેશો ઉપર ચડાઈ કરી, અને ત્યાંથી ચાંપાનેરને રસ્તે ભરૂચ પાછો આવ્યો ત્યારે પણ તે જીવત હતા; અને વળી ઈસ. ૧૫૩૦માં જ્યારે સુલ્તાન પિડે ઈડર ઉપર ચડી આવ્યો પણ પિતાના બે સરદારને મહટી ફોજ આપીને વાગડ (બાગડા) ઉપર મોકલીને પોતે પાછો વળ્યો ત્યારે પણ તે હયાત હતું. તે છેક ઈ. સ. ૧૫૪૩ના વર્ષ પછી મરણ પામે તેની પછવાડે તેને કુંવર રાવ પૂંજી થયો, તેના કારભાર સંબંધી બનાવોની નોંધ ૨હેલી નથી. | મુસલમાન ઈતિહાસકારોએ અમદાવાદના રાજવંશિયો વિષેનું હવે પછીનું જે વર્ણન આપેલું છે, તેમાં ગૂજરાતના હિન્દુ રાજાઓ સંબંધી વાતને ખુલ્લી રીતે લાગુ પડે એવું કાંઈ નથી, માટે તેમના વિષેનું વિસ્તારથી અત્રે વર્ણન આપવાનું અમારી મતલબને અનુસરતું નથી. સુલ્તાન બહાદૂરનું રાજ્ય અતિ અસ્વાભાવિક વિરૂદ્ધપણને લીધે પ્રસિદ્ધ છે. એક સમયે તેને તેની પૂર્વે થઈ ગયેલા મહાનું સિદ્ધરાજની કીર્તિની ચડસાચડસી કરતા આપણે જોઈયે છિયે, તેની શ્રેષતા ખાનદેશ, વરાડ અને અહમદનગરના રાજાઓએ માન્ય કરેલી આપણું જોવામાં આવે છે; માળવાનું રાજ્ય ફરીને પાછું ગૂજરાતનાં હથિયાર વડે જિતાયેલું એવું તેની સત્તા નીચે આવેલું જણાય છે; અને તેને યશવંત વાવટો મંડના ઉંચા મોરચા ઉપર ફરકતો આપણા જોવામાં આવે છે. બીજે સમયે, જે હુમાયૂન પાદશાહને તેણે તેના ઉદયકાળમાં જડાવ્યું હતું, તે જ પાદશાહે તેને તેના રાજ્યમાંથી હાંકી કહાડેલ આપણું જોવામાં આવે છે, અને છેવટે ફિરંગી લેકે સાથે એક દુઃખદાયક લડાઈ થઈ તેમાં તે દગાથી મરા, અને તેનું મુડદું દરિયામાં ફેંકી દીધું; ઈતિહાસકર્તા જે હાદૂર શાહ વિષે લખે છે તે તેના પછી નબળાઈ ચાલશે અને ખરાબી થશે એવું પોતાના લખાણની અંત્યે ભવિષ્ય વર્તે છે. સુલ્તાન બહાદૂરના મરણ પછી ગૂજરાતના કારભારમાં અવ્યવસ્થા અને
૧ સાકરિયો વાગડ એવું દેશનું નામ છે. તેનાં ૩,૫૦૦ ગામ કહેવાતાં હતાં, હવ અધ ભાગ ડુંગરપુરના તાબામાં છે ને અધો ભાગ વાંસવાડાને સ્વાધીન છે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com