________________
ફાર્બસ સ્થિતિપાલકપક્ષી હતા
૩૯ સાંસારિક કિંવા સામાજિક વિષયમાં ફાર્બસ સાહેબના વિચારે સ્થિતિપાલક–જે યુરોપમાં Conservative કહેવાય છે તેવા–પ્રતીત થતા; કારણ કે યુરોપમાં પણ ઉચ્ચ કુલેમાં પ્રાયશઃ સ્થિતિ–પાલકતા ઉપર અધિક મમતા રહે છે. તેવામાં યૂરોપી સાથે સહવાસ ગુજરાતમાં નવો જ હતો. યૂરેપી અત્યજ વર્ગને નોકરે રાખતા, એટલે તે વર્ગનો સહવાસ તેઓને રહે. તેથી ઉચ્ચ વર્ગને કુલીને તેના સંબંધમાં આવવાની ઉપેક્ષા કરતા. જે અન્ય દેશી રાજ્યસેવાર્થ કંઈક જાણ તેઓના સંબંધમાં આવતા, તે બહુધા સામાન્ય વર્ગમાંના હતા. તેવા દેશી ઉચ્ચ સ્વકુલના સંપ્રદાયથી અજ્ઞ, અને સારાસાર સમજી સમજાવવા અશક્ત; અને યૂરેપીયોને અનુમત રહેથી અને તેઓનું અનુકરણ કરેથી સ્વાર્થસિદ્ધિ થશે એમ માનતા તેથી, તેઓમાંના કેટલાક યૂરેપીયનની ભ્રાન્તિ ન ભાગી, તેઓનું અનુકરણ કરવા તત્પર રહેતા. સામાન્ય યૂરોપીયામાં તેઓને ઉત્તેજન મળતું. એમ થયાથી આ દેશમાં સર્વત્ર તેમ ગૂજરાતમાં પણ જુનો” અને “નવો” એમ બે પક્ષ થયા. જીર્ણપક્ષીઓ પઠિત ન હતા. તેથી તેઓના આચારવિચાર યથેચ્છ તે ન હતા, પરંતુ તેઓ રૂડી કે કૂડી રૂઢિને વળગી રહેવા આગ્રહી હતા. અને તેઓને લેક સંખ્યાનું અનુબલ હતું. નવીન પક્ષીઓ પણ પઠિત ન હતા તેઓ રૂઢિને ફૂડી અને ભુંડી ગર્ણ ધિક્કારતા અને તેઓને પાદરીએનું અને તેઓ દ્વારા કઈ કઈ યૂરોપીય રાજ્યાધિકારીનું અનુબલ રહેતું. દેશમાં તેવામાં ધર્મનું જ્ઞાન તે સારું ન હતું, પરંતુ મૂલ ધર્મના આચારવિચારરૂપ સૂર્યમાંથી આવેલાં કિરણે, ચંદ્રમારૂપા કેટલીક શાસ્ત્રમૂલિકા રૂઢિમાં પ્રતિફિલિત થઈ સ્થિત હતાં. તેઓને સજજડ વળગી રહેલા લેકે ઉપર પાદરીઓને પ્રયત્ન નિષ્ફલ થતો. તેથી તે રૂઢિને કોઈ પ્રકારે પણ નિર્મલા કરવા તેઓ પ્રયત્નવાન હતા. સામાન્ય યુરોપીયને ઉચ્ચ વર્ગના લેકેને સહવાસ ન્યૂન રહેતા. તે સંબંધમાં તેઓને એમ સમજાવવામાં આવતું કે,ઉચ્ચ વર્ગવાલા દેશી જ્ઞાતિનું અભિમાન રાખી યુરોપીયને ઉતરતા ગણે છે. એ સૂચનાને ખરી માનનાર યૂરેપીને તેવા દેશો ઉપર અભાવ થાય એ સ્વાભાવિક છે. એ સર્વનું મૂલ રૂઢિ છે તેને ઉછેદ થયે-પાદરીઓને, સામાન્ય યુરોપીયોને, અને તેમ થયે યથેચ્છાચરણમાં પ્રતિબંધ ન આવે તેથી નવીન પક્ષીઓને-એ ત્રણેને અનુકૂલ પડે એમ હોવાથી, તેઓને સમભાવ રહી, રૂઢિને ઉછેદ કરવામાં તેઓને પરસ્પરને આશ્રય મળતો.
આ ભરતખંડ સ્થિતિપાલક (conservative) છે એ તો નિઃસંશય છે. કારણ કે અનેક અનુભવથી શિક્ષિત થઈ આ પરિપકવ દેશના કેટલાક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com