________________
મહમૂદ્દ બેગડા ચાંપાનેરને વિનાશ
સ્તાનના સર્વ રાજવંશેામાં જે વંશને રણ મધ્યેના પણાની શ્રેષ્ઠતા આપવામાં આવેલી તે વંશની શાખાના ધવનગઢના વાઈ છે, અને આ ઠેકાણે ખાતરીપૂર્વક જણાવવું જોઇએ કે, તેવા વંશની શાખા હૈાવાનું ગણાવાને તે અયેાગ્ય છે એમ નથી. રાવળ ગંગાદાસ મહમૂદ શાહની સામે થયા હતા તે વિષે અમે લખ્યું છે. વણાં અમે જેતે વિષે લખિયે છિયે તે એને કુંવર જયસિંહ છે. ફેરિસ્તા તેને એનીરાય લખે છે, અને હિન્દુ દંતકથામાં તે ફંટાઈ (પતાઈ) રાવળને નામે મશહુર છે.
૪૮૩
ચાંપાનેરના રાવળે જાણ્યું કે, મહમૂદ ચઢાઈ કરવાની તૈયારી કરે છે, કે તરત જ પ્રથમ તે જુસ્સાથી મ્હાર નીકળી પડ્યો, અને શાહના મુલ્કમાં આગ સરખી તરવાર ચલાવા લાગ્યા. પણ પછીથી તે તે જાણે પેાતાનાં જ સાહસકર્મથી ભયભીત થઈ ગયા ડ્રાય તેમ તેણે શાહની પાસે ક્ષમા માગવાને દૂત મેાકલ્યા. તેણે નાશ કસ્યો હતા તેથી મહમૂદે કાપાયમાન થઈ ને કશું પણ સલાહનું લ્હેણ સાંભળ્યું નહિ, અને મુસલમાની ફ઼ાજની અગાડી થઈ આવેલા યાહ્નાએ ઈ. સ૦ ૧૪૮૩ના માર્ચ મહિનાની ૧૭ મી તારીખે કાલિકાના ડુંગરની તલેટી આગળ આવી હેાંચ્યા. ત્યાર પછી શાહુ પણ પિંડે પાતાની આખી ફ઼ાજ લઈને ત્યાં આવી ડૅાંચ્યો. રાવળ જયસિંહે કરીને પાછું શરણ થવાનું ક્હેણુ હાવ્યું, પણ તે તેણે સ્વીકાર્યું નહિ, એટલે રાવે સાહસિકપણે તેને અટકાવ કરવાના પ્રારંભ કહ્યો. રજપૂતે એ ધેરા ધાલી બેઠેલા મુસલમાના ઉપર નિરંતર હલ્લા કરવાનું જારી રાખ્યું, અને છેવટે તેઓએ એવા બળથી દેખાવ દીધા કે, એક વાર તેગ્માની સામે . લડવાને મહમૂદને ઘેરા ઉઠાવવાની અગત્ય પડી. ઘણું તુમુલ યુદ્ધ મચ્યું તેમાં હિન્દુઓ છેક હડી ગયા, તે પણ તેએએ નિયમસર ન્હાસેડું લીધું. મહમૂદે હવે ફરીને ઘેરા બ્રાણ્યે, અને અગર જો કે તે શત્રુને ધાસદાણા અને ખારાક
દિલ્હીમાં શાહબુદ્દીન ગારિયે એ રાજ્યના નારા કચ્યા પછી, પૃથ્વીરાજના વંશજ ત્યાંથી હાથી માળવામાં ગયા, અને “ગઢ ઘાધરણ ”માં ગાદી સ્થાપી. એ ગાદી સ્થાપનારનું નામ ખેંગારસિંહ હતું. એના વંશજ ખીચી (ચહુણ) હમીર થયેા. તેણે અલાઉદ્દીન ખીલજીની સામે રણ થંભાર”ની લડાઈમાં ઘણી મ્હાદૂરી બતાવી નામ મેળવ્યું. તેના વંશજ પાલનદેવની સરદારી નીચે ખીચીએ ( ચહુઆણા ) ગુજરાતના પૂર્વ ભાગમાં આવ્યા, અને પાવાગઢની તલેટીમાં ચાંપાનેરનું રાજ્ય ભીલ પાસેથી જિતી લીધું. એના પછી રામદેવ, ચાંગદેવ, ચીંગદેવ, સેતંગદેવ, પાલનસિંહ, જિતકરણ, કપુ રાવળ, વીરધવળ, શિવરાજ, રાધવદેવ, ત્રિંબક ભૂપ, ગંગાદાસ, અને જયસિંહદેવ અનુક્રમે થયા. આ જયસિંહદેવ પતાઈ રાવળને નામે ઓળખાય છે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com