________________
૪૮૧
મહમૂદ બેગડો-ઈડરને રાવ ભાણ ચોગાનમાં જવાય છે. જેમ ઈડરમાં છે તે પ્રમાણે મૂળથી જેટલે ભાગ કોટ જે રક્ષિત ન હતો તેટલો ભાગ ચણી લેવામાં આવ્યો છે. આસપાસનાં શિખર છે, તેમાંથી ત્રણ ઉપર ધોળી છત્રિયે છે, તે એટલી બધી તેજ મારે છે કે, અજિતનાથના પવિત્ર સ્થાનની જગ્યા થાકી ગયેલા યાત્રાળુને દર્શાવવાને, અને અંધારી ઘેર કન્દરી ( ગુફા) અને ઘાડા જંગલમાં દિવસના ફાનસનું કામ સારવાને તે વારે ઘડિયે કામ લાગે છે.
ઈ. સ. ૧૪૭૧ માં મહમૂદ શાહે, ગિરનારની પાસેના મુસ્તફાબાદ નામના નવા શહેરમાં પિતાની ગાદી કરી અને અમદાવાદમાં તેની વતી કામ ચલાવવાને મોહફેજ ખાનનું પદ આપીને પોતાના એક સત્તાવાન અધિકારીને ઠરાવ્યું. તેના દીકરા મલેક ખિઝરે પાદશાહની ગેરહાજરીમાં હુકમ વિના વાગડ અને શિરેઈન ઠાકર તથા ઈડરના રાવ ભાણ ઉપર ચડાઈ કરીને તેમની પાસેથી ખંડણું લીધી.
રાવ ભાણ આ વેળાએ ચાંપાનેરના રાવળ સામે લડાઈ કરવામાં ગુંથાયો હતો, તેને તે કેદ કરીને પિતાની સાથે ઈડર લઈ આવ્યો, અને છ મહિના સુધી તેને કેદમાં રાખીને પછી છેડી મૂક્યો. આ કજિયે થવાનું કારણુ ઘણું નવાઈ જેવું છે. ફહે છે કે, રાવ ભાણ શરીરે દુબળા અને રંગે કાળો હતો તેથી એક નાટક થતું હતું તેમાં વિદુષકને રાવળે રાવ ભાણનો વેશ લેવરાવીને અને તેની ખાંપણે કહી સંભળાવીને સભાને ખુશી કરી. તે વાત રાવ ભાણના જાણવામાં આવી, એટલે તેને ક્રોધ ચડ્યો. નીચેની કવિતા રાવળની રાણી કહેતી હોય એવી ધારણમાં કરવામાં આવી છે; તે. ઉપરથી રાવ ભાણની શક્તિને તેના શત્રુના હૃદયમાં કેવો દાબ બેશી ગયો હશે તે બતાવી આપે છે – છા –કર નેવર સંવ, હે હા હુઇ,
जब अलंगण अधिक, अंगडर सेवे भू भर; जब कंकण खलकंत, पेख मन पटा पहारह; जब कुंडल झलकंत, गेणे शत्रु खरा अंगारह; भडकंत थोहड राव भाणसे, करे वास अवासगर;
क्यम रमुं कंथ कामनी कहे, सेज सोहतां रंगभर. વાવ ભાણ અને તેની રાણિયે ઈડરમાં ભાણસર અને રાણીસર નામે તલાવ બંધાવ્યાં હતાં; તેમ જ વડાલી, દબાલિયા અને બીજી જગ્યાઓએ
૧ આ વાગડ કચ્છનું નહિ પણ ઈડર નજીકનું જાણવું.
૩૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com