________________
મહમૂદ બેગડે-રાણજી ગોહિલને વટાળ ૪૭૧ “અને રાણજિયે મને તમને તેડવા સારૂ મોકલ્યો છે, તેની નિશાનીને વાતે “આ ત્રણ વાનાં આપ્યાં છે. જે તમે રાણજીની આજ્ઞા લેપશો તે તે તમારે “ત્યાગ કરશે. વાસ્તે તમારે વહેલાં પધારવું જોઈએ.” આ વાત સાંભળીને ઠકરાણાંએ પોતાને રથ જેડા અને ચાકરની સાથે ચાલી. તે જ્યારે અમદાવાદની પાસે આવી પહોંચી ત્યારે રસ્તામાં રાણજીનાં માણસ સામાં મળ્યાં તેઓએ રથ ઓળખ્યો એટલે તેની પાસે ગયાં. તે ઉપરથી પેલે પહાડી મૂકેલો ચાકર હાશી ગયો. પેલા માણસ ઠકરાણુને રાણજીને ઉતારે લઈ ગયા. ત્યાં રાણજિયે પૂછયું કે તમારે શા કારણ સારૂ આવવું પડ્યું ત્યારે તે બોલી કે હું તે તમારા તેડાવ્યાંથી આવી છું. જૂઓ આ તમારી નિશાનિ. રાણજિયે જાણ્યું કે આમાં કાંઈ કપટ થયું.
પછીથી પાદશાહે રણુજીને કહેવરાવ્યું કે, “તમારાં ઠકરાણુને અહિં “મળવા સારૂ મેલો, જે પાંશરે પાંશરા મોકલશો નહિ તો હું જબરાઈથી “અણુશ.” રણજી મેહિલે ના કહી તે ઉપરથી લડાઈ થઈ. પણ રાણજિયે જાણ્યું કે હવે સામા થવામાં કાંઈ માલ નથી માટે કાંઈક યુક્તિ રચવી. આમ ધારીને તેણે એક ચારણની દીકરીને ઠકરાણુને વેષ પહેરાવીને પાદશાહને ઘેર મોકલી અને પોતાની સ્ત્રી હેમક્ષેમ ઘેર પાછી લઈ આવ્યો.
ચારણની દીકરી કાંઈ સાધારણ સ્ત્રી ન હતી, પણ ખરું જોતાં શક્તિ હતી. તે ઉમેટાના દુદા ચારણની દીકરી થતી હતી. એક વાર રાણજી તેણે મગ ખંડણું ઉઘરાવાને ચડ્યો હતો ત્યારે તેનું પરાક્રમ તેના જાણવામાં આવ્યું હતું. તે એવી રીતે કે વા વર્ષાદનું તેફાન થવાથી શણજી પિતાના અશ્વારોથી વિખૂટો પડી ગયો, અને ફરતે ફરતે ઉમેટે આવી પહોંચ્યો, ત્યારે તેને તરસ લાગી; એટલે પાસે એક છોકરી દીઠી તેની પાસે પાણી માગ્યું, એટલે તે જ્યાં બેઠી હતી ત્યાંથી તેણે લાંબે હાથ કરીને પાછું આપ્યું તે રાણજીને ઘોડા ઉપર બેઠાં બેઠાં પાણું પહોંચ્યું. આ ચમત્કાર જોઈને રાણજી ઘેડા ઉપરથી ઉતરીને તેની પ્રદક્ષિણું કરીને તેને લાંબો થઈને પગે લાગ્યું. એટલે તે છોકરીનું નામ રાજબાઈ હતું તે પ્રસન્ન થઈને બોલી કે “વરદાન “માગ્ય.” ત્યારે તેણે કહ્યું: “મારે સંકટની વેળા આવશે ત્યારે હું તમને “મારી ઓથે બોલાવીશ.” તેણે તે વાત માન્ય કરી. અને ઉપર પ્રમાણે અમદાવાદમાં રણુજી સંકટમાં આવ્યો ત્યારે તેણે તેનું સ્મરણ કર્યું તે ઉપરથી તે ત્યાં આવી. રાણજી જ્યારે રાણપુર પાછો આવ્યો ત્યારે તેણે કિલ્લામાં રાજબાઈનું સ્થાનક કરાવીને તેમાં તેની મૂર્તિ બેસારી અને તેને પોતાની કુળદેવી કરીને સ્થાપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com