________________
૩૭
ફાર્બસનું ન્યાયાધીશ રૂપે મુંબઈમાં આગમન મારા પ્રિય ફાર્બસ,”
“સદર કોર્ટમાં જવું તમને અનુકૂળ પડશે ? જે પડે છે, હું એમ ધારું “છું કે મારે તમને નિયમવા જ જોઈએ. જો કે સરકારના મંત્રિસ્થાન “ઉપરથી તમને ખાવા એથી મારું મન બહુ દુઃખાશે.”
તા. ૨૩ મી ડિસેમ્બરે સદર–અદાલતના ન્યાયાસન ઉપર “આકટિંગ” ન્યાયાધીશ નિયોજાયા. તા. ૧૨ એપ્રિલ સન ૧૮૬૨માં સુસ્થ ન્યાયાધીશ થયા.
મુંબઈમાં ફાર્બસનું પધારવું થયું. ત્યાં પણ તેના ફલપ્રદ હસ્તથી ફલ થયા વિના રહ્યાં નથી. એક નિષ્ઠાથી રાજા પ્રજાને સતેષ પમાડી પોતે કરેલી સેવાનું એક સારું ફલ તેઓને પિતાને પ્રાપ્ત થયું. બહુ માનભરેલું અને વિશ્રાન્તિ સાથે લાભકારક “વરિષ્ઠ ન્યાયસભાના” (High Court) ન્યાયાધીશનું ઉચ્ચ પદ છે. ફાર્બસ જેવા વિચારવાન, શાન્ત સ્વભાવના દયાવાન ન્યાયી પુરુષને એ સ્થાન યથાયોગ્ય હતું, તેને સંયોગ થયાથી સ્થાનકને અને સ્થાનીને ઉભયને શોભવાનું થયું. ફાર્બસના સહન્યાયાધીશોએ પ્રસંગોપાત્ત દર્શાવેલા ઉત્તમ ઉદ્ગાર ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, ફાર્બસનું બુદ્ધિબલ, ન્યાયનિર્ણયશક્તિ, સૂક્ષ્મદ્રમર્મ દષ્ટિ, બહુ સારી હતી. આપણું સરકાર વારંવાર નવા નવા અનેક ધારા કરે છે, તથા ન્યાય આપવામાં વિલંબ બહુ કરે છે, એટલું જ નહિ પણ ન્યાય બહુ જ મોંઘે છે, એ પ્રજાને પીડાકારી છે, એવું બહુ યુરોપીયનું મત છે; તેવું ફાર્બસનું પણ હતું. પક્ષવાદીઓએ (હાઈકોર્ટના વકીલ, પ્લીડર, બારિસ્ટરે) પણ ફાર્બસના સારા સ્વભાવ અને કુશલતા વિષે એકસ્વરે ગુણ ગાયા છે.
જીલ્લાના વાતાવરણમાં, અને મુંબઈ જેવા મુખ્ય નગરના વાતાવરણમાં બહુ અંતર છે. જીલ્લામાં ગયેલા અધિકારીઓ ત્યાંના વાતાવરણમાંના ઝેરી ભાગનું શોષણ કરે છે, અને તેથી તેઓને સ્વભાવ “અન્ન તેવો ઉકાર” પ્રમાણે સારો નથી હતા. મુંબઈમાંના યૂરોપીય પ્રાયશઃ ઉદાર, સભ્ય, અને સુશીલ હોય છે. તેવા સમુદાયમાં એક સાધારણ ગૃહસ્થ દીપી નીકળવો દુર્લભ. મિ. ફાર્બસ મુંબઈમાં પણ શુભ કાર્યો કરવામાં એક અગ્રેસર થવા માંડ્યા.
૧. “My dear Forbes,
Would it suit you to go to the Sadar Court? If so, I consider that I ought to nominate you; very sorry, as I shall be, to lose you as Judicial and Political Secretary to the Government.
Believe me, your sincerely,
George Clerk."
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com