________________
૪૩૫
અહંમદ શાહ પહેલે મુઝફફર શાહની પછી તેને પૌત્ર અહમદખાન ગાદીએ બેઠે; પણ ફિરોજખાન કરીને તેને એક પિત્રાઈ હતે તે રાજ્ય ઉપર પિતાને હક્ક ધરાવીને ભરૂચમાં પિતાને બાદશાહ કહેવરાવવા લાગે અને સાત આઠ હજાર માણસ સહિત નર્મદા ઉપર છાવણું નાંખીને પડ્યો. હાલ તરત જ આ બંડ તે સહેલાઈવ બેશી ગયું અને સાભ્રમતીના કિનારા ઉપર સાવલ (આશાવલ) ગામની હવા અને જગ્યા બહુ મન વશ્યાથી તેણે ત્યાં એક નવા શહેરની સ્થાપના કરી પિતાના રાજ્યને પ્રતિષિત કર્યું. આશાવલ એ નવા શહરનું એક પરું થયું અને ત્યાર પછી તે શહર ગૂજરાતના બાદશાહનું રાજધાની નગર થયું. તેનું નામ તેના સ્થાપનારના નામ ઉપરથી (અહમદાબાદ) અમદાવાદ પડયું (ઈ. સ. ૧૪૧૨)
અમદાવાદ વશ્યાની આખર સાલમાં ફિરોઝખાને ગાદી ઉપર પોતાનો દા કરીને મોડાસા આગળ કેટલીક ફેજ એકઠી કરીને બંડ મચાવ્યું, ઈડરનો રાણો રણમલ પિતાના પાંચ છ હજાર અશ્વાર અને બીજા પાયદળ સહિત તેને મળી ગયા. અહંમદ શાહ આવી પહોંચ્યો, એટલે ફિરોઝખાન અને રાવ મોડાસે થાણું મૂકીને ત્યાંથી દશ માઈલ ઉપર રંગપુર છે ત્યાં જતા રહ્યા. અહમદ શાહે તેમની આસપાસ ઘેરો ઘાલ્યો અને કિલ્લા ઉપર ચડી ઉતરીને તે શહર લીધું, એટલે બંને જણને ડુંગરામાં હાશી પિસવાની અગત્ય પડી. કહે છે કે ત્યાર પછી રાવ રણમલ અને ફિરોઝખાનને અણબનાવ થવાથી રાવે પોતાના સેબતીના હાથી, ઘોડા અને બીજો સરસામાન લઈને અહમદ શાહની કૃપા સંપાદન કરી લેવાને તેને આપ્યો.
માળવાના સુલ્તાન હુસંગે અહમદ શાહના સામાવાળિયાઓને આશ્રય આપ્યો હતો તેની સાથે લડાઈ મચાવવાના કામમાં પડ્યો. તેમાં શાહને જય થયો અને તેના શત્રુ વિખરાઈ ગયા. તે માંહેલે એક ગિરનારમાં સેરઠના રાહનો આશ્રય લઈને રહ્યો, તે ઉપરથી અહંમદ શાહનું લક્ષ તેની ભણી ખેંચાયું.
સેરઠ દેશ હિન્દુઓનો મૂળથી માનીતો છે; તે તેમને મન આ પૃથ્વી ઉપરનું સ્વર્ગ છે. તે સ્વચ્છ નદીની ભૂમિ છે ત્યાં ઉત્તમ જાતિના ઘડા નિપજે છે તાતારખાન હતું તેને ત્યાં તે હી સ. ૭૯૩(સ. ૧૩૯૦)માં જન્મ્યા હતા. ગાદિયે બેઠે ત્યારે તેનું વય ૨૧ વર્ષનું હતું.
૧ કર્ણ સેલેઝીની કર્ણાવતીને સ્થાને આ શહર વસેલું જણાય છે, હી. મ.૮૧૫ની સમાપ્તિમાં.
૨. ઉ. આ સમયથી ચાર શતક અગાઉ આલબી રૂમી નામના પ્રવાસિયે સાવલ (આસાવલ) નગરનું કથન કરાયું છે.
૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com