________________
પીરમના ગોહિલ
૪૨૫ ત્રીજા) એભલવાળાએ બ્રાહ્મણોને દુઃખ દીધું તેનું વૈર વાળવાને મિષે, રાણજી ગોહિલ અને ધનમેર એ બંનેએ મળીને તેના ઉપર ચડાઈ કરી. ગોહિલના હાથ નીચે બે હજાર રજપૂત હતા અને મેરના નાયકપણું નીચે પાંચ હજાર મેર હતા. કેટલાક કહે છે તે પ્રમાણે, સવારના પ્રહરમાં પોતાના નિત્યના ચાલ પ્રમાણે (ત્રીજે) એભલ ઉગતા સૂર્યની પૂજા કરતા હતા તે વેળાએ તેના ઉપર હલ્લે થયે, તે સમયે પૂજા કરવાનું રહેવા દેવાને તેણે ને કહી તેથી તે મરાયો. પણ બીજા કહે છે કે, રણક્ષેત્રમાં, સંધ્યાકાળના અંધારામાં પડ્યો, અને તે આગળ ગયો ત્યારે તેણે સૂર્ય નારાયણની પ્રાર્થના કરી હતી કે હું જય મેળવીને પાછા ફરું ત્યાં સુધી તારે ચળવું નહિ. પણ સૂર્ય નારાયણ તો અસ્ત પામ્યા. આ ઉપરથી, એવું માનવામાં આવે છે કે, વલભીપુરનાં ખંડેરેમાં તેને પાળિયે છે તે, સૂર્ય નારાયણે તેને દગો દીધો એટલા માટે સૂર્ય ઉગતાં, પિતાનું મુખ પશ્ચિમમાં ફેરવે છે ને સૂર્યનું મુખ જોવાય નહિ એમ ફરતાં આથમવાની વેળાએ પાછે પૂર્વમાં ફરી જાય છે!
એભલ વાળાએ કરેલાં કામ વિષે, ખાડિયારને પિતા મામડિયો ચારણ નીચે પ્રમાણે વર્ણન કરે છે –
ઝૂલણા છંદ. પ્રથમ મેહ વાળિયો, કેહેડ ટાળો પછે, વાળ સતવાદિયા જેત્ર વાદી; તખત ભૂપાં શિરે શિરોમણ તળાજુ, ગાદિયાં શિરામણુ વળે ગાદી. ક્રેડ પરણાવતલ, દીહ એકે કન્યા, ભયંકર ભાંજતલ શેર ભે; શાપ ઉતારતલ નેસડી સાઈરે, અણુરે આપતલ શિશ એભો. પિતરે સૂરરે, સૂરજેરે પિતા, મેજ મેહેરાણ હિંદવાણ માજા; વસારે ઊવાસણ ઉવસણ વસાવણ, રાંકરે માળવો ધર્મરાજા.
વાલાક ધરતીને સહિયારી જિતી લીધી હતી, તે પણ ધનમેરે બધીએ પિતાના જમાઈને આપી દીધી; અને રાણજી ગોહિલે પિતાની ગાદી વળામાં કરીને મરતાં સુધી ત્યાં રાજ્ય કર્યું.
રાણજી ગોહિલના પછી તેને કુંવર મોખડાજી ગાદિયે બેઠે, તે તેના વંશમાં મહા પરાક્રમી ઉઠયો. “પીરમને રાજા” એવું કીર્તિવંત પદ મેળવી લેનાર તે પહેલે જ હતે. ખાખરાના ડુંગરે જે ખંભાતના અખાતની સમાંતર લીટીમાં તેના પાણીની અને પાલીતાણના પર્વતની વચ્ચે છે તે મહિલી ૧ સુમારે ઇ. સ. ૧૩૦૯માં અલાઉદીનના લશ્કરે રાણપુર લીધું અને તેને માર્યો.
૨. ઉ. www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat