________________
૪૨૦
રાસમાળા
સ્તંભ ઠ્ઠાડી નાંખ્યા છે. સ્તંભ ઉપરના ભાગ ચાખંડી તકતિયાથી શણગારેલા છે, ને તેને ચાર વાંકની પાંચ કમાતા છે. પ્રાચીન ઔદ્ધ કારીગરે એ શેભાને માટે જ આવા પ્રકારની બાંધણી પસંદ કરેલી જણાય છે, પણ એમાં મજબૂતાઈ પ્રત્યાદિ ગુણ છે તેની અગત્ય તેમના સમજવામાં હેાય એમ લાગતું નથી. વલભીમાં શીલાદિત્ય રાજ્ય કરતા હતા તે સમયની જે યેાગિયાને વિષે વાત ચાલે છે તે યાગિયાને આ ગુફા સાથે સંબંધ હતા તે વાત તો એક કારે ર્હી જાય છે, ને દંતકથા એમ ચાલે છે કે એભલવાળાએ એ ગુફા બંધાવી છે. પાસે જ એક બીજી ગુઢ્ઢા છે તે દેવી ખાડિયારની (તેને વિષે હવે પછી લખવામાં આવશે) ક્હેવાય છે; એ વિના ખીજી ઘણી ન્હાની ગુાઓ અથવા પોલાણુ છે તેમાં ભટકતા ગોંસાઈયેા રહે છે; અને બાકીના પાલાના ઘણા ભાગ તો કુંડ અથવા તલાવ રૂપે થયેલા છે, તેમાં વર્ષાદનું સ્વચ્છ પાણી એકઠું થવા સારૂ ડુંગરની ચેાગરદમ નીકા કરવામાં આવી છે. આ ડુંગરની ટાંચે એક જેનનું દેરાસર છે તે ઈ સ૦ ૧૩૮૧ માં બંધાવેલું છે, તથા પશ્ચિમમાં એક સપાટ સ્કંધ છે તેના ઉપર હવણાંનું બંધાવેલું એક ખીજું દેરાસર છે; આ બન્ને ઠેકાણે જવા સારૂ ચણીને અથવા જીવતા ખરાખામાંથી કારી ાડીને પગથિયાં કરાવેલાં છે. ઉત્તર અને પૂર્વ ભણીની બાજુએ તળાજાનું શિખર વનશેાભાથી શણગરાયેલું છે, તેના સરસ અને નાના પ્રકારના રંગને લીધે, જે દેવાલયો ખરાબાની બેસણી ઉપર આવી રહ્યાં છે, અને કાળા આકાશની સામે સફેદ ચંદની જેવાં ચકચકત થઈ રહે છે. તેઓની શાલામાં વધારા થાય છે. આ ડુંગરાની તળેટીમાં શહર આવેલું છે તેની ચેાગરદમ સુંદર પ્રાકારના કાટ છે, તેના ઉત્તર ભણીના પુરો ભણી એક સ્વચ્છ નદી વ્હે છે, તેનું ડુંગરને નામે નામ છે,રે અને તે શહરથી ઘેાડેક છેટે, પાલીતાણામાંથી નીકળતી નદી ભેગી ભળી જાય છે. આ ડુંગરાને પૂર્વ ભણીને પાસે તાલવ દૈત્યનું એક ન્હાનું દેરૂં છે. એ દૈત્યના નામ ઉપરથી
આ ડુંગરનું સંસ્કૃત નામ તાલધ્વજગિરિ પડ્યું છે. તે દૈત્યની આગળ પ્રત્યેક રાત્રે દીવા પ્રકટવામાં આવે છે. દંતકથા એવી ચાલે છે કે તાલવ દૈત્ય એભલ રાજાને શત્રુ હતા અને એ રાજાએ પેાતાનાં હથિયારથી તેને વશ કરી લીધેા હતા, તેા પણ એ કીર્તિમાન જયવંત રાજા લેાકેાનાં સંભારણાંમાંથી વિસારે પડ્યો છે અને દૈત્ય તા પેાતાના ડુંગરી ખરાબાના રાજ્યાસન ઉપર એશીને હજી લગણુ સત્તા ચલાવે છે; એના દેરામાં જે દીવે! બળે છે તે, કદાપિ
૧ હિન્દુસ્થાનનાં પત્થરની કારણીનાં દેવાલયેા વિષે મ॰ ફ્ગ્યુસન કૃત સચિત્ર પુસ્તક છે, તેને પૃષ્ઠ ૧૩ મે જીવે. ૨ એ નદીનું નામ તળાજી છે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com