________________
૪૧૬
રાસમાળા સેડના જમણા હાથના લેહી વડે તેને હાથે રાજતિલક કરાવવું, અને તેની પાસે ફહેરાવવું કે, “તપો શામળિયા સેડનું રાજ્ય.” રાવ નંગજિયે તે વાતની હા કહી એટલે શામળિયાએ પોતાને પ્રાણ છોડ્યો.
શામળિયાની સ્ત્રી જે ગર્ભવતી હતી તે હાશીને મહાદેવ ખાખર નાથનો પવિત્ર ડુંગર હતું તેની તળેટીમાં ગુફા હતી તેમાં સંતાઈ રહી. ત્યાંના પૂજારિયે તેનું રક્ષણ કરવું. પછીથી તેને દીકરો અવતો . તેના વંશના મેવાડની સીમ ઉપર સરવાણમાં પાટણવાડામાં છે તે ખાખર કહેવાય છે.
- ઈડરગઢના ચઢાવ ઉપર જ્યાં શામળિયો અને તેના માણસો કપાઈ મુવા હતા ને લોહીના છાંટા પડ્યા હતા તે જગ્યાએ કાળી ચૌદશને દિવસે તથા હનુમાનની પૂજા કરવાના શનિવાર આદિ દિવસે લોક તેલ સિંદૂર ચડાવવા જાય છે. રાવ સેવિંગજીનું ઈરમાં રાજ્ય રહ્યું ત્યાં સુધી, તથા ત્યાર પછી, તેઓ પોળે ગયા, ત્યાં પણ શામળિયાના વંશના સરવાણમાં છે તે ઠાકર, જે રાવના વંશના ગાદિયે બેસે છે, તેને રાજતિલક કરે છે, તેથી શામળિયાના હજી સુધી પણ શરણુ નહિ કરેલા રાજ્ય ઉપર તેનો દાવો સાબિત કરે છે.
ર્નલ ટાંડ લખે છે કે, “ગેહિલ રજપૂતે એવો ડોળ બતાવે છે કે, “અમે સૂર્યવંશી છિયે.” પણ અમને જેટલો વૃત્તાંત મળી ચૂક્યો છે તે ઉપરથી તેઓ વિક્રમાદિત્યની ઉપર જય મેળવનાર શાલિવાહનથી ચંદ્ર વંશમાં ઉત્પન્ન થયેલા છે. પ્રથમ તેઓનું રહેઠાણ મારવાડમાં લૂણું નદીને કાંઠે ભાલે. તરાની પશ્ચિમમાં દશ માઈલને છે. જૂના ખેડ ગઢમાં હતું તેમણે ત્યાંના મૂળ રહેવાશી ભીલ રાજા ખેડવાની પાસેથી જૂનું ખેડ ગઢ લીધું ને ત્યાર પછી વીસ પહેડી સુધી તેમના હાથમાં રહ્યું; પછી ત્યાંથી તેમને રાડાએ કુહાડી મૂક્યા.' પણ તેઓ ઘણા કાળ સુધી મરૂ ધરતીમાં રહ્યા તેથી મર પદ પ્રાપ્ત થયું, તે હજી સુધી તેમના ઠાકોર એ નામથી ઓળખાય છે.
ગેહિલ રજપૂતે મારવાડ છેડીને ગયા તે ઝાંઝરશીના કુંવર સેજકના ઉપરીપણું નીચે ગયા હતા. તેનું કારણ એવું કે, બીજા સિયાજીને કુંવર આરતાનજી હતા, તેના વારામાં રાડોએ ગોહિલ તથા તેમની પાડોશના ડાભી એઓને લડાવી મારયા. ભાટની વાતમાં એમ આવે છે કે “ડાલિયાએ ગોહિલોની સાથે કપટ કર્યું-અને સેજકને કપટ કરીને
મારી નાંખવાનો લાગ ખેળવા લાગ્યા. સેજક મરૂને મારી નાંખવાને તેઓએ “જમવાને તેડો. ડાભીની દીકરી ઘણી કુશળ હતી તે સેજકની રાણું થતી
૧ કનાજના જયચંદ્રના પુત્ર શેખજીને પુત્ર શિયાઇ રાઠેડ હતો તેણે મેહોદાસને મારીને નનું-ખેડ ગઢ લીધું. મેહદાસના કુંવાનું નામ ઝાંઝરશી હતું. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com