SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ઇડર–ગાડા-નાગાદિત્ય ૪૧૩: હાથમાં હતું, ગાહા તેા પોતાની બ્રાહ્મણી માતાને ખેાળે. રહીને ભાલ ભેગા વગડામાં ભટકવા લાગ્યા ને તેમના તે માનીતા થઈ પડ્યો. ભીલેાએ રમતમાં, કાઈને રાજા કરવાને ઠરાવ કહ્યો તે તે બધાયની મરજી ગાહા ઉપર થઈ. વગડાના એક છેાકરાએ પેાતાની આંગળી કાપીને તેના લેાહી વડે ગેહાને રાજતિલક કર્યું.ર આ પ્રમાણે શીલાદિત્યને પુત્ર વનને! અને ઈડરગઢને રાજા થયા. તેના વંશજો આ દેશમાં ધણી હેડી સુધી રહ્યા એમ હેવાય છે. પછીથી ભીલ પરદેશી રાજાના રાજ્યથી કંટાળી ગયા; અને ગાહાથી આઠમે રાજા નાગાદિત્ય રાજ્ય કરતા હતા તેના ઉપર હલ્લા કરીને તેને ઠાર કસ્યો. ૐ ૧ આ ગાહા ઉર્ફે ગુહાદિત્યને વલભીપુરના છેલ્લા રાજા શીલાદિત્ય સાતમાના કુંવર ગણ્યા છે, પણ તેમ નથી. કેમકે શીલાદિત્ય સાતમા ઇ. સ. ૭૬૬(ગુપ્ત અથવા વલભી સંવત્ ૪૪૭)માં હતા. અને આ ગુહાદિત્યના વંશને તે વખતે મેવાડના ચિતેડેના રાજા હતા. આ ગુહાદિત્ય તે વલભીપુરના વ્હેલા રાજા વિજયસેન અથવા સેનાપતિ ભટ્ટાર્કના પૈાત્ર ગુહસેન, જે વલભીના છઠ્ઠો રાજા ઈ. સ. ૫૩૯ થી ૫૬૯ સુધી હતા, એને ગુહિલ પણ હેતા. તેના વંશજો ગાહિલ અને ગેલેાટી (જે હાલ. સીસેાદિયાને નામે ઓળખાય છે તે) થયા. ગુહિલ પુત્ર ઉપરથી ગુહિલુત્ત કે ગેલેાત. અથવા ગેલેાતી કે ગેલેાટી થયા. આ ગુહુસેનના મેટો કુંવર ધરસેન બીજો વલલીની ગાદિયે તેની પછી બેઠે। અને ન્હાના કુંવર ગુહા અથવાગુદ્ધાદિત્યે ઈડરનું રાજ્ય મેળવ્યું. ૨. ઉ. ૨ આ રમતની વાત ઈડરના ભીલ રાજા મંડિલક જાણી; તેને કુંવર હતા નહિ. એટલે સ્વાભાવિક રીતે રાન થયેલા ગેહાને પેાતાના કુંવર સ્થાપી તેને રાજ્ય સ્વાધાન કરી દીધું. ૩ ઈડરની ગાદીયે ગેલેાટી વંશના રાજા આ રીતે થયાઃ— ૧ ગુહાદિત્ય અથવા ગુહા. તે પછી ૨ કેશવાદિત્ય, એ પછી ૩ નાગાદિત્ય પહેલા, પછી ૪ ભગાદિત્ય અથવા ભાગાદિત્ય. પછી પ દેવાદિત્ય. તે પછી ૬ આશાદિત્ય, પછી છ કાલભાનદિત્ય અથવા ક્લબેાજ, અને તે પછી ૮ નાગાદિત્ય ો અથવા ગુહાદિત્ય બીજો થયા. તેને કુંવર અપ્પ અથવા આપા થયા તેને તેની માએ ઝાલેાર થી એક માઈલને છેટ ભાંડીરના કિલ્લામાં લઈ જઈને એક બિલ્લ( ભીલ )ને સોંપ્યા. તેણે પારાસરના જંગલમાં હાલના ઉયપુરની સમીપમાં નાગદા ગામ છે ત્યાં રાખ્યા. તે પંદર વર્ષના થયા ત્યારે મેવાડના ચિતેડના એારીવંચ(પરમાર)ના રાખ જે તેના મેાસાળિયા થતા હતા તેણે સામંત ઠરાવી પેાતાની પાસે રાખ્યા. તેવે સમયે ગજનીના સુસલમાનેએ ચિતાડપર ચડાઈ કરી ત્યારે આપાએ તેને હરાવીને તેની પુંઠ પકડી ગજની સુધી ગયા. ત્યાં ગજની નિતી લઈ પાતા તરફથી એક ચાવડા સામંતને તે રાજ્ય સોંપ્યું. ઈસ્વી સન ૭૨૬ આપાના પરાક્રમથી ચિતેાડના સામંતા ખુશી થયાથી તેમ એરીવંશના રાજાના જીલમથી કંટાળ્યાથી સામંતેાની મદદથી આપાએ ચિતાડનું રાજ્ય મેળવી રાવળ” પદવી ધારણ કરી ગાયેિ ઇસવી સન ૭૨૮માં બેઠા. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy