________________
૩૯૮
રાસમાળા
પરમારવંશની સત્તાવાન શાખાના સેડા રજપૂતે પ્રાચીન કાળથી સિંધના એક ભાગમાં રાજ્ય ચલાવતા હતા. અને છેક હવણુની વેળા સુધી તેઓ ઉમરકેટ અને ઉમડા-સુમડા કે જેમાં સિંધની પ્રાચીન રાજધાની આરેાર આવી જાય છે તેના ધણુ હતા. હિન્દુસ્તાનના જંગલમાં ઘાટનું ઈલાય અને હવણાં પરસ્વાધીન સંસ્થાન છે તથા જેની રાજધાની ઉમર કાટ છે તે, ભાટિયાને જાડેજાથી જુદા પાડે છે, અને તે હજુ સુધી પરમાર વંશના અને સેડ જાતના રાજાને હસ્તગત છે.'
જે સમય વિષે અમે લખીએ છીએ તે સમયે સેડા પરમારની એક બીજી શાખા ગુજરાતમાં આવી. કહે છે કે આ વેળાએ વઢવાણ જે આગળ જતાં ઝાલાની મતા થઈ પડી તે વાઘેલાની એક શાખાને સ્વાધીન હતું; ત્યાંને વાઘેલે રાજ વડલે કરીને હતા, તેણે સાયલા અને બીજા ગામ ચભાડ રજપૂતોને પટે આપ્યાં હતાં. તે રજપૂત સંબંધી માટે નીચે પ્રમાણે વાત કહે છે -
પારકરમાં કાળ પડ્યો, એટલે બે હજાર સડા પરમાર તેમના મુંજા અને લગધીર નામના નાયકના ઉપરીપદે તેમનાં હૈયાંકરાં અને સિયો સુદ્ધાંત પાંચાળ દેશમાં આવ્યા, અને મૂળીની પૂર્વ દિશામાં છેડે ગાઉને છેટે બાગરિયા કરીને જગ્યા છે ત્યાં ઉંચાળે બાંધીને રહ્યા, ત્યારે સાયલાના ચભાડ ઠાકરે તેમને ધનવાન અને રક્ષણ વિનાના સમજીને લૂંટી લેવાને લાગ તકાવ્યો. તેણે મૃગયા રમવા જવાનો ઠાઠ રો, અને એક તેતર તેણે ઘાયલ કર્યો, તે તેમના ઉચાળામાં નાશી પેઠે છે તે મિષે લેવાની માગણી કરી, આવી માગણીને સ્વીકાર કરે એ રજપૂતની પ્રતિષ્ઠાને ઝાંખ લગાડનાર છે, તેથી તેઓએ તે માગણે નકારી, એટલે લડાઈ ચાલી તેમાં ઘણાક ચભાડ અને સેડા માર્યા ગયા.
૧ ટાંડ રાજસ્થાન. ભા. ગ. ૧ પૃષ્ઠ ૪૩, ૪૫, ૯૨, ૯૩.
૨ જગદેવ પરમાર પાટણ હતો ત્યારે તેને એરમાઈ ભાઈ રણધવલ ધારા નગરીમાં રાજ્ય કરતો હતે. તેના વંશનો એક ભાયાત પારકરમાં જઈ વયે તેના વંશમાં સે પરમાર થયો ત્યારથી તેની એક સેડા પરમારની શાખા કહેવાઈ. ૨. ઉં.
૩ માર્તડરાય અથવા માંડવરાય જે સૂર્યદેવની મૂર્તિ કહેવાય છે (કેમકે મૃતંડને વંશ જ સૂર્ય છે તેથી તેનું નામ માતા કહેવાય છે). તેના ઉપાસક બંને નાયક હતા. તેઓ જ્યારે પારકરથી નીકળ્યા ત્યારે બે મેલાણ સૂધી મૂર્તિની પૂજા કરવાને પાછા જઈ આવ્યા પણ તેમનો ભાવ જોઈને દેવે સ્વમમાં કહ્યું કે તમે મને સાથે લઈ જાઓ. અને મારે રથ જ્યાં અટકી પડે ત્યાં આગળ વાસ બાંધીને રહેજે; તેથી આયાડીના નેસની પાસે મૂર્તિને રથ અટકી પડ્યો એટલે ત્યાં વાસ કર્યો. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com