________________
૩૮૮
રાસમાળા
પ્રેમ વિષે વખાણું અમર કરી રહ્યો હતો તેવામાં, શંકર દેવના નિરાશ થયેલા પ્રેમને વિચાર આવવાથી, અથવા પ્રતિષ્ઠાહીન થયેલા અને વિખૂટા પડેલા બાપ વિષે અતિ ઊંડા શોકમાં પડવાથી તેના ઉપર શકનું આચ્છાદન નહિ થયું હોય એવું કેણુ કહી શકે!
અણહિલવાડના સર્વથી છેલ્લા અને અત્યંત દુર્ભાગી રાજા વિષે ઇતિહાસમાં વિશેષ નેધ થઈ નથી. તેને તેના દેશથી અને ગાદીથી હાંકી કુહાડેલ, રજપૂતને તેના ઘર કરતાં અને તેની સત્તા કરતાં પણ વિશેષ વહાલી એવી તેની પ્રતિષ્ઠા લૂંટી લેવામાં આવેલી, તેની ઢિયે હેત ઉતારી તેને ત્યાગ કરેલે, અને તેના દુર્ભાગ્યમાં છેલ્લામાં છેલ્લે અને દુસ્સહ વંશ વેઠવાનું જેના ભાગ્યમાં લખેલું એવી તેની કુંવરિયે પણ છેવટે તેના ઉપરથી હેત ઓછું કરીને તેને જાતે મૂકેલે, એવો તે કર્ણ રાજા કદાપિ કોઈ નામ ઠામ જાણે નહિ એવી સ્થિતિમાં રઝળતે મરી ગયે હશે. આવું છતાં પણ રાજા કર્ણને ખેદ શાતિ પામ્યો નહિ હોય. અણુહિલવાડના ખેદાનમેદાન થઈ ગયેલા બંદરમાંથી (ખંભાત) મુસલમાને જે લૂંટ લઈ ગયેલા તેમાં એક સંતાઈ રહેલે નાગ (કાફૂર) જેના નસીબમાં તેઓના હૃદય વચ્ચે ડંશ દેવાનું સરન્યું હતું તે પણ સાથે ગયો હતે.
વર્ષ પછી વર્ષ વિતી ગયાં, અને લેહીમાં રગદોળાયેલા અલાઉદીનના વાવટાએની સાથે જિત બંધાઈ ગયેલી દેખાવા લાગી; તો પણ ભાગ્યદેવી પિતાને ધીરે ધીરે ઊતરતે પણ નિર્દય ખર્શ લઈને આકાશમાં ભમ્યાં કરતી હતી. પાદશાહ “પોતાનાં હથિયારોની ફતહ થતી જોઈને કૂલી ગયો હતો અને તેના માથામાં
ઘણે પવન ભરાઈ ગયો હતો, તેના રાજ્યના આરંભમાં તે બીજાની સલાહ “ સાંભળતે તે પ્રમાણે કરવાનું હવે તેણે છોડી દીધું, અને સર્વ તેના એક
૫. એ સંબંધમાં કારણને લઈ એક કામ મેં એ કર્યું કે દેવલદેવીને બધી સિયોના
ભૂષણ રૂ૫ વર્ણવી. ૬. દેવલ શબ્દ દેલતનું બહુવચન છે એમ સાંભળવામાં છે તે ઉપરથી મેં પણુ આ
પુસ્તકમાં તેને નવ નિધિ રૂપે ગણી છે. ૭. તે લક્ષ્મી અને મુરાદ (ઈચ્છા) એ બંને બાબતે પૂરી પાડવામાં સરદાર હતી
તે કારણને લીધે જ તેનું દેવલદેવી રાણી નામ મેં પ્રસિદ્ધ કર્યું છે.
જ્યારે ખાનનું નામ મિત્રના નામ સાથે મળ્યું, એટલે કે જેડાયું ત્યારે એ બના નામની કીર્તિ આસમાન સૂધી ફેલાઈ. આ પુસ્તકનું નામ આક્ષીને સૂર્ય એટલે કે પ્રેમસૂર્ય એવું પાડ્યું તે એટલા માટે કે ખિઝરખાં અને દેવલદેવી એ બંને નામ સંસારમાં હમેશાં સૂર્ય જેમ કાયમ છે તેવાં કાયમ રહે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com