SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ३७८ રાસમાળા એણે વિસલનગર અને દર્શાવતી અથવા ડભેઈન કિલ્લો વસાવ્યો અથવા મરામત કરાવી. દેવપટ્ટણના સોમનાથના દેવલમાં એક લેખ ઈ. સ. ૧૨૬૪ની સાલને છે, તેમાં રાજાને મહારાજાધિરાજનાં સર્વ વિશેષણ જોડેલાં છે. પરમેશ્વર, ભટાર્ક, શ્રીચૌલુક્ય, ચક્રવતી, મહારાજાધિરાજ શ્રીમદ્દ અર્જુનદેવ." વાઘેલા વંશના દાદી બારોટ પિતાની વહી ઉપરથી કહે છે કે, અર્જુનદેવ વિસલદેવની પછવાડે ગાદિયે બેઠો હતો, પણ તેના રાજ્યમાં શા બનાવ બન્યા તે વિષે કાંઈ કઈ લખતા નથી. તેણે અણહિલવાડમાં રાજ્ય કર્યું અને તે શિવમાર્ગી હતે એમ જણાય છે. જે અગણિત રાજાઓ તેની આણ માનતા હતા તેમાં રાણક શ્રી સોમેશ્વરદેવ, સો વશા ચંદ્રાવતીને પરમાર રાજા; અને ચાવડા ઠારે પાલુકદેવ, રામદેવ, ભીમસિહ અને બીજએનાં નામ છે. તેને મહામાત્ય શ્રીમલદેવ હતા, અને બીજા મુસલમાન કારભારી તેને હતા, જેવા કે વેલાકુલને હુરમઝ, અને નાખુદા નુરૂદીન ફોજનો દીકરે, ખેજા ઈબ્રાહિમ; પણ “નાખુદાના” પદથી આપણે તેના અધિકારની કલ્પના કરી શકિયે તે સિવાય તેઓ શા કામપર હતા તે જણાઈ આવતું નથી; તેમ જ હિન્દુ રાજાના હાથ નીચે રાજ્યના નેકર તરીકે ગૂજરાતમાં આવવાનું તેઓને શું કારણ ઉત્પન્ન થયું હશે તે પણ કાંઈ જણાતું નથી.' વાઘેલાઓના ભાટ, અર્જુનદેવ વિષે લખ્યા પછી લવણરાજનું નામ ૧ આ લેખનું ભાષાન્તર આ પ્રકરણના પરિશિષ્ટમાં આપ્યું છે. તે ઉપરથી જણાશે કે, આ સમયમાં મુસલમાનોને પ્રવેશ થયો હતો. તેઓ વ્યાપાર અર્થે પણ આવતા હતા, તે પ્રમાણે ઈરાની અખાત માંહેલા ઓર્મઝ બંદર(વેલાકુલ)ને રહેવાશી. નાખુદા ગુરૂદીન પિરેજ-જેના બાપનું નામ બેન નાખુદા અબુ ઈબ્રાહિમ હતું, તે આવ્યો હતો. તેણે મનાથ પાટણમાં એક મજીદ બંધાવા માટે ભય વેચાતી લીધી, તે વેળાએ ત્યાંના મહાજનના આગેવાન-બૃહપુરૂષ (એટલે મોટા સભાવિત માણસમહાજન) કર શ્રી રામદેવ, પીંગિદેવ, રાણાશ્રી સામેશ્વર દેવ, ઠક્કર શ્રી ભીમસિંહ તથા રાજ, શ્રી છાડાની સમક્ષ એ ધરતી લેવાઈ હતી, તેથી તેમને એ કામના સાક્ષીભૂત ગણ્યા છે. ૨. ઉ. ૨ રાજ્યવંશાવલી એવા નામની હસ્તલિખિત એક પ્રતિને ઉતારે અમારી પાસે છે, તેમાં લખે છે કે “વીરધવલ વર્ષ ૧૨ રાજ્ય. સં. ૧૩૧૧ તેજપાળ વસ્તુ“પાલ હવા, વરધવલ પાટે રાજા વીસલદે હવા. તિણે વીસલનગર વસાયો, ડાઈને “ગઢ કરાવ્યો તેહ નહી પૂર્વ પિલે નવ કેડિ, નિવાણું લાખ નવ હજાર નવસો ને નવાણુ “ટકા ખર્ચા. સં. ૧૩૨૭ વર્ષે અર્જુનદેવ વર્ષ ૩ રાજ્ય, રાન લવણ વર્ષ ૪ રાજ્ય.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy