________________
આબુપર્વત
૩૬૭ આ ટૂપ મહેલી એક કૂપ ઉપર ગિરિવર ગામથી જવાનો માર્ગ છે, તે પર્વતની બાજુએ રડે વિટયો હોય એવી રીતે એક વાર દેખાય છે અને એક વાર દેખાતું બંધ થાય છે. ત્યાંથી ગહન અને ઘટ ઝાડી વચ્ચે થઈને, છેક ઉભેડુ ઢેળાવની, નીચેની હાની એક સપાટ જગ્યા ઉપર અવાય છે. ત્યાં અતિ શોભાયમાન પલ્લવની ઘટામાં વસિષ્ઠ મુનિને આશ્રમ આવે છે. જે પથીને સુર્યને તાપ લાગેલો હોય છે તે આ ઠેકાણેની હાની વાડીમાં વિશ્રામ લે છે. એમાં પર્વત ઉપર ઊગનારા બહુ સુગંધવાળા ફૂલના છોડ ઘણું છે, તેમાં કેવડે તે મુખ્ય છે; આ પ્રમાણે તેની આંખ અને નાકને આનંદ પામવાનું સાધન મળે છે. તેમજ ખરાબામાંથી કોતરી કુહાડેલા ગાયના મુખદ્વારે નીચે કેરી કહાડેલા પાત્રમાં મધુર અવાજ કરતું પાણી વહન કરે છે તેથી કાનને પણ ઓછો આનંદ મળતો નથી.
મુનિનું દેવાલય હાનું સરખું છે તેમાં એ ષિની યામ વર્ણના આરસપહાણની મૂર્તિ સમાઈ રહે છે. આ મુનિએ અચલેશ્વરના અગ્નિકુંડમાંથી રજપૂતે ઉત્પન્ન કર્યા તેથી એ તેમના પૂર્વજ કહેવાય છે. વસિષ્ઠ મુનિની આગળ સવાર, બપોર, અને સાંજે ચેઘડિયાં વાગે છે, તેના મહાધ્વનિ વડે શોભાયમાન રચના ગાજી રહે છે, તેથી એ રચનામાં કાંઈ મણ રહેતી નથી. આબુ ગઢને રણધીર શુરવીર, “દનુજને કાળકંત્રાણ” જે ધારાવર્ષ પરમાર તેની ધાતુની મૂર્તિ પિતાની જાતિને ઉત્પન્ન કરનારા વષિની પ્રાર્થના કરતી હોય એવી ઢબમાં બેસારેલી છે.
વસિષ્ઠ મુનિના દેરા આગળ જીવતા ખરાબામાંથી કેરી ફલાડેલાં પગથિયાં આવે છે તે ઉપર થઈને આબુના પૃષ્ટભાગના મેદાનમાં જવાય છે. પંથી આ ઠેકાણે આવ્યો એટલે કેઈ નવી દુનિયા અથવા હવામાં બહાર રહેલા બેટમાં તે આવ્યો હોય એમ તેને ભાસ થાય છે. આ અધિત્યકાની ચોગરદમ, તે જેવા ખરાબા ઉપર થઈને આવ્યા છે તેવા ઊંચા અને લગ્ન ખડકને કેટ છે; તેની માટે કેટલાએક માઈલના વિસ્તારનો સમાવેશ થયે છે; ત્યાં ગામડાં અને કુબા છે; તલાવ અને વેહેળિયાં છે, તથા તે શિખરરૂપી મુકુટ પહેરે છે, તે માંહેલું એક ઊંચામાં ઊંચું છે તે તેના ઉપરના એક દેવળ ઉપરથી “ઋષિવૃંગ” કહેવાય છે. અને બહુ ચમત્કારી તો જેના ઉપર અચળગઢ છે તે છે.
દેલવાડા અને વસિષ્ઠ મુનિના દેરાની વચ્ચેના પ્રદેશનું રમણીય વર્ણન રજપૂતસ્થાનના ઈતિહાસકે નીચે પ્રમાણે કર્યું છેઃ “આ મુસાકરિયે ની
૧ કર્નલ ટરિના “ટ્રાવકસ ઈને વેસ્ટર્ન ઈન્ડિયા” નામના પુસ્તકના પાંચમા અને છઠ્ઠા પ્રકરણમાંથી આ ઉતારા કરી લીધેલા છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com