________________
કપર
રાસમાળા
તે હીરાને દરવાજો હેવાય છે. તેની યેાજના ધણા યત્નથી કરેલી છે અને કદમાં બહુ ચડિયાતા છે. ખૂણાના મુરજા માંહેલા એક છે તેની અનુપમતા એટલી બધી છે કે આ ઠેકાણે તેનું ચિત્ર આપવાની અગત્ય છે. એ ઉપરથી જણાય છે કે કિલ્લાની ભીંત અંદરની બાજુએ ઝાકતી છે. આ કિલ્લાની એક બાજુએ વખાણવા જેવું કામ એ છે કે એમાં એક સ્તમ્ભપંક્તિ છે. ( માંહેની બાજુએ ) તે કિલ્લાની ભીંતની હારેાહાર ચાલે છે, અને તેના ઉપર કેટલાક પ્રીટ વ્હેાળાઈની એક ગચ્છી આવી રહી છે. તેણે કરીને એક લાંખેા અને ઢંકાયલા દ્વારમંડપ બનેલા છે તે હિન્દુ કિલ્લેદારાનું અમૂલ્ય આશ્રયસ્થાન થઈ પડ્યું હશે.ર ભાઈના કિલ્લામાં અનિયમિત આકારને કુંડ
અથવા તલાવ છે.
આ ઠેકાણે સ્મરણુ રાખવું જોઇયે કે જે કિલ્લાઓનું અમે વર્ણન કહ્યું છે તે માત્ર માખરાનાં લશ્કરી સ્થાન છે અને ધણું કરીને ધેાળકા તથા ખીજાં એવાં જ બીજી પંક્તિનાં શહરા કરતાં ભભકામાં, તેમ જ, વિસ્તારમાં અતિ ચડિયાતાં છે, તેાય પણ આરસપાહાણના પથ્થરાથી શણગારેલી અણુહિલપુરી રાજધાનીની સાથે સરખાવતાં તેને ઝાંખાં પડવાના વારા આવે છે.
જે દેવાલયેા હજી લગણ રહેલાં છે તે મહિલું પ્રથમ તા સિદ્ધપુરની રૂદ્રમાળાનું દેવાલય છે. તે સાધારણ આકારનું ધણું મ્હારું અને દેખીતું ત્રણ માળની ઉંચાઈનું છે. તેના મંડપ બ્હારથી સમચેારસ છે, પણ સ્તંભ એવા ગાડવ્યા છે કે તેની રચના અંદરની બાજુએથી અષ્ટકૅાણુ આકારની સેહલાઈથી ધારી શકાય. દરેક ત્રણ બાજુએની મધ્યમાં દ્વારમંડપ અથવા રૂપચેરિયા છે. અને ચેાથી બાજુએ ગભાર માંહેલા મૂર્ત્તિસ્થાનના મંડપ આવ્યેા છે, તે સ્થૂળાકાર શંકુ બાંધણીના મધ્યમના મંડપ કરતાં અતિ ધણા ઉંચા છે અને છેવટે શિખર વળેલું છે. એ રૂપચેરિયાના ઘુંમટ જતા રહ્યા છે, અને
૧ મિ. અર્જેસ કહે છે કે ઉડ્ડયન મંત્રી વાણિયા હતા અને જીવા તેના આ. સ.વે. ઈ.નાં પૃ. ૨૧૭-૧૮મે. તે સિદ્ધરાજ જયસિંહના મહામંત્રી હતા. તુ એવું નામ લખું કરીને ચારણામાં હોય છે. માટે આ અભિપ્રાય માન્ય રાખવા જેવા નથી.
મિ. અર્જેસ કહે છે કે, આ ભીંત અંદર ઝાકતી જણાવી છે તે ભૂલ છે. કેમકે તે ઝાકતી નથી પણ સીધી લંબાકાર છે. ૨. ઉ.
૨ “એરિયેન્ટલ એન્વાર” ના કર્તા, પામ્પીઆઇમાં સૈન્યાલય છે તેના મ્હાં આગળ દ્વારમંડપ છે તેની સાથે આ સ્તંભપંક્તિના મુકાબલા કરે છે. મૂળ આવૃત્તિના ખીજા ભાગને ૩૨૫ મે પાને જૂવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com