________________
૩૫
અણહિલપુરના રાજ્યનું પશ્ચાદવલોકન તે વિશેષ કરીને તે રાજા બાળરાજાને એનું રક્ષણ મળ્યું હતું અને રાણી જે તેની મા હતી તે તે ધર્મમાં હતી તેની સત્તાથી કદાપિ તેમ થયું હશે. તો પણ વનરાજ અને તેને ક્રમાનુયાયિયે શિવધર્મ માનતા હતા, પણું પછીથી અરિહંત મતનું શ્રવણ સિદ્ધરાજે કહ્યું અને કુમારપાળે તેને સ્વીકાર કરો, તે સમયથી તેમાં ફેરફાર થયા. આ વેળાથી તે અમે લખતા લખતા જે સમય સુધી આવ્યા છિયે ત્યાં સુધી, વચ્ચે અજયપાળના ટુંકી મુદતના રાજ્યને બાતલ કરતાં, જૈન ધર્મની ચડતી ચાલી છે અને રાજાઓ તે ધર્મમાં દાખલ થવા લાગ્યા છે. તેઓના અતિ ઉગ્ર વિવાદ ઘણું દબદબાથી અને નિયમથી ચાલેલા છે, અને રાજા હિન્દુ હેવાને લીધે આવી ધર્મસભાના અધ્યક્ષસ્થાને બિરાજે છે; જેમ આપણું જોવામાં આવ્યું કે સિદ્ધરાજ શૈવી અથવા ઉદાર મતને હોવાથી બંને ધર્મના ખરાખોટાનો ન્યાયાધીશ થઈને બેઠા હતા.
યાત્રા કરવાનાં ઠેકાણમાં ઘણું પ્રસિદ્ધ તો સેમિનાથ અને દ્વારકામાં શિવ અને વિષ્ણુનાં દેવાલય ગણાયાં છે. આરાસુરમાં અંબાજી અને ચાંપાનેરમાં કાલિકાજીનાં દેવાલય હૈયાતીમાં હતાં, અને તે જ દેવીનું હિગલાજને નામે નળબાવલી આગળ પ્રસિદ્ધ દેરૂ છે; પણ માતાનાં દેરાં હવણાં ઠેકાણે ઠેકાણે છે તે સંબંધી કાંઈ લખેલું જોવામાં આવતું નથી. જૈનનાં શત્રુંજય અને ગિરનારનાં તીર્થ વિષે તે લખવામાં આવેલું છે. કચ્છના રણની સરહદ ઉપર શંખેશ્વરનું ધામ છે તે તે જ સમયનું છે, અને જેને મેરૂતુંગા આચાર્ય શંખપુર કરીને લખે છે તેને જીર્ણોદ્ધાર તેની વેળાએ થયેલ છે. તે વિના જૈનનાં તીર્થ ખંભાત, કાવી, મહીને સામે કિનારે, અને ઢાઢરને કિનારે ગંધારમાં છે. આબુ પર્વત ઉપર પહેલા ભીમદેવના વારામાં જૈન દેરાસર બંધાયું. અને કુમારપાળે તારિજાના ડુંગર ઉપર શ્રી અજિતનાથની સ્થાપના કરી.
કુમારિકા સરસ્વતીના ચકચકિત પણ નાના વહનથી તે પૂજ્ય નર્મદાના મહા ભારે પ્રવાહ સુધી પવિત્ર નદી ઘણી છે. તાપી, મહી, સાબ્રમતી અને બીજી કેટલીક એથી ઓછી પ્રસિદ્ધ નદી પવિત્ર સ્થાનથી વ્યાપી રહી છે અને ત્યાંના માહાસ્યથી પ્રસિદ્ધ છે.
ગૃહકાર્ય સંબંધી અહિતહિંથી થોડીક સૂચના મળેલી છે. રાજાને ઉધ
૧ કચ્છના પશ્ચિમ કિનારા પર શેરગઢ (હાલનું નારાયણ સરોવર) પણ જના વખતથી યાત્રાનું ધામ છે. મૂળરાજને પિતા પિતાની રાણી ગુજરી ગયા પછી હારકાની યાત્રા કરી કચ્છના રોરેગઢની યાત્રાએ ગયો. જ્યાંથી વળતાં કપીલકોટ (ઉરકેટ) માં આવતાં કચ્છના જામે પોતાની બહેન રાયાજી પરણાવી હતી. ૨. ઉ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com