________________
૩૩૬
રાસમાળા
વેળા વીતી ગઈ હાય ને ત્યાર પછી તેણે લખ્યું હાય એમ લાગતું નથી. તેણે પેાતાની વ્હેલાં થઈ ગયેલા ગ્રંથકારાના પુસ્તકાના આધાર લઈને લખ્યું છે તે નીચેના ય ઉપરથી જણાય છે.
छप्पय - " ज्यौं दधिमंथन करत, हरत घृत तक्र तजीकें;
इक्षु पीडी रस ग्रही नहि लह शेष सजीकें; रजतें कंचन लेत देत रज दूर ही डारी; कूकसतै कन हैं, तीलतें तैल निकारी; सब ग्रंथ पंथ अवलोकिकें, सार युक्ति सची; अस ग्रंथ एहि अभिधानही, रत्नमालिका शुभ cat"
હ્રયાશ્રયને પ્રારંભ, પ્રસિદ્ધિ પામેલા હેમાચાર્યે કરેલા જણાય છે. તે કુમારપાળના રાજ્યની સમાપ્તિએ ઈ સ૦ ૧૧૭૪ ની પ્હેલાં મરણ પામ્યા હતા. ત્યાર પછી પ્રહ્લાદનપટ્ટ(સાવશા પાલણપુર)માં લેશાજયતિલકગણી કરીને જૈન સાધુ હતા તેણે તે અધૂરા ગ્રંથનું સાંધણુ ચલાવીને ઈ સ૦ ૧૨૫૬ અથવા સંવત્ ૧૩૧૨ ની દિવાળીને દાઢાડે પૂરા કરો. ત્યાર પછી તેના ઉપર લક્ષ્મીતિલક કવિએ, શુદ્ધ કરીને, ટીકા રચી છે, એવું ઉપરના સાધુ લખી ગયા છે. શ્રી દુર્લભરાજ રાજ્ય કરતા હતા તે વેળા શ્રી વર્લ્ડમાન આચાર્ય ગૂજરાતમાં પ્રવાસ કરતા હતા તેની દીક્ષાવિલમાંને નવમેા લેશાજય પુરૂષ હતા એવું પોતે માને છે. યાશ્રયમાં સંસ્કૃત ભાષાના વ્યાકરણની રચના વિષેની સમજણ આપી છે તથા સિદ્ધરાજના વંશનું વર્ણન કરેલું છે. એવા શ્રી (ખે) હેતુ ઉપરથી એ ગ્રંથનુ નામ હ્રયાશ્રય પાડ્યું છે. આવા દુપ્પટ વિષયની રચના તેણે શ્લેાકબંધ, ક્રમ પ્રમાણે રચી છે, તેા પણ વિષયને અનુસરીને અર્થ લગાવી લેવાના છે.
પ્રબન્ધ ચિન્તામણિ નામનેા ગ્રંથ ક્રૂયાશ્રય પછી જરા મેડા થયા છે. તે વર્ધમાનપુર, જે હવાં વઢવાણ કહેવાય છે ત્યાં ઈ. સ. ૧૩૦૫ અથવા સંવત્ ૧૩૬૧ ના વૈશાખ શુદિ ૧૫ ને દિવસે પૂર્ણ કરવામાં આવ્યે છે તેને કર્તા ત્યાંને મેરૂતુંગ કરીને જૈન ધર્મને આચાર્ય હતેા તે છે. શ્રી ગુણચંદ આચાર્યે આ ગ્રંથ જેવા, અને એવા જ નામના ગ્રંથ લખ્યા છે. અથવા એમ નહિ તે! કદાપિ એ જ ગ્રંથના તેણે પ્રારંભ કરયેા હશે એવું મેરૂતુંગ પાતે લખે છે. ગ્રંથકર્તા પેાતાની પ્રસ્તાવનામાં લખે છે કે, “પૂર્વની વાતા સાં“ભળીને પંડિતાનાં મન તૃપ્તિ પામ્યાં નથી, એટલા માટે, હું મારા પ્રબન્ધ“ચિંતામણિ ગ્રંથમાં હવણાંના મહારાજાઓની વાતેનું વર્ણન મારી અલ્પ “મતિ છતાં શ્રમ લઈને કરૂં છું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com