________________
અજયપાળ-બાળ મૂળરાજ બીજો ભીમદેવ ૩૨૯ મૂદના વંશને સંપૂર્ણ નાશ થવાથી સર્વ રાજ્ય ગજનવી વંશને બદલે ગોરી વંશના હાથમાં ગયું.
હિન્દુસ્થાનના રજપૂત રાજાઓ ઉપર વાદળ તૂટી પડવાનું હતું, અને તેની નિશાની દાખલ ગુજરાત ઉપર બે હલ્લા થયા હતા તે એક ચેતવણી રૂપી સપાટા હતા, તે હવે ખરેખરું તૂટી પડવાને સમય આવ્યો. સેમનાથને નાશ થયાંને વચ્ચે ઘણું વર્ષ વહી ગયાં હતાં તેથી મુસલમાનની શક્તિ સિદ્ધ થઈ હતી, તથાપિ, તેને ભોગ થઈ પડનારાઓએ, જાથે અનુભવ મળ્યા છતાં, તેની સામે અટકાવ કરી રાખવાને કાંઈ પણ ચેતવણી લીધી નહિ એટલું જ નહિ, પણ ભ્રાતૃઘાતી લડાઈયો કરીને ઉલટ તેને આવી પહોંચવાને રસ્તા ઉઘાડી આપે. ગૂજરાત અને માળવા, દિલ્હી, સામ્ભર અને કનોજ માંહોમાંહે કજિયા કરીને નિર્બળ થઈ ગયાં હતાં, અને માંહેમાંહની એકબીજાના ઉપર જિત અને હાર થવાને લીધે એકબીજાના મનમાં ઝેર વસી ગયાં હતાં તેને સ્થાયી પરિણામ માત્ર એ જ થયો કે ખરા અંતઃકરણને એકસંપ થવાની વેળા કદિ આવી નહિ.
સ્થાનેશ્વર અને કર્નાલની વચ્ચે તિરેરી આગળ મહમદ ગોરીના પહેલા હલ્લાની સામે પૃથ્વીરાજે ઉત્કૃષ્ટ રીતે ટક્કર ઝીલી, (. સ. ૧૧૯૧) અને
૧ આપણું જોવામાં આવ્યું કે જેસલમેરને લાંબા બિજિરાય હાટા સિદ્ધરાજ જયસિંહની પુત્રી વહેરે પરણ્યો હતો. અણહિલવાડની એ રાજકુમારીને પેટ તેને જ. દેવ કરીને એક પુત્ર હતા તે પોતાના બાપના મરણ પછી લાદરવાની ગાદીએ બેઠે; તેને ઉઠાડી મૂકવાને તેને કાકો જેસલ પ્રયન કયાં કરતો હતો, પણ પાંચ સોલંકી રજપૂતે ભેજદેવને ટકાવ કરી રહ્યા હતા. જેસલમેરના ઇતિહાસમાં લખ્યું છે કે, “આ સમયે, અણહિલવાડનો રાય, તાતારથી આવેલા ત્યાંના રાજાની ફેજ સાથે વારે
વારે લડાઇમાં મચતે હતો. તે ઉપરથી જેસલે પિતાની મતલબ પાર પાડવા સારૂ “તાતારના રાજા સાથે મળી જઇને અણહિલવાડ ઉપર હલ્લો કરવાનો નિશ્ચય કર્યો, “કેમકે એમ કરવાથી જ માત્ર સેલંકી રાજપૂત હલા સામે થવાને ભેજ દેવને મૂકીને જાય એમ હતું. જેસલ પોતાના એક સગા સુભટ સાથે, બર્સ અશ્વાર સહિત પંચનદ “ભણી ચાલી નીકળ્યો, ત્યાં ગેરના રાજાએ કટ્ટાના રાજાને જિતને પોતાનું થાણું મૂકયું “હતું તે તેને મને તેની સાથે તે સિન્થની પ્રાચીન રાજધાની અલોરમાં ગયો. “ત્યાં તેણે પોતાના વિચાર જણાવી દીધા અને તે રાજા સાથે નિમકહલાલ રહેવાના “સેગન ખાઈને પોતાના ભત્રીજા પાસેથી દેશ ખેંચી લેવા સારૂ ફેજ લીધી. લોદર “વાને ઘેરે ઘાલ્યો અને તેનું રક્ષણ કરતાં ભેજ મરાય. રહેવાશી લેકે બે દિવસે
પોતાની માલમિલકત લઈ જાય ત્યાર પછી ત્રીજે દિવસે ગેરની ફેજ લૂંટ કરે એ “પરવાને મળ્યો. પછી લદરવા લુંટીને કરીમખાન લુંટ લઈને બકર જવા નીકળે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com