________________
૩૨૪
રાસમાળા
ઈમાં સિંહની બરાબરી કરી શકે ? સાપની સાથે લડતાં દેડકું કદાપિ જય પામે?—એ સર્વે વાત કદાપિ દૈવી યોજનાથી બને, પણ એવું સદા નીપજે છે એમ ધારવું નહિ. પર્વત ઉપર છવાઈ ગયેલા અને બાળીને ભસ્મ કરનાર અગ્નિની સાથે દીવાને મુકાબલો થઈ શકે ?”
ભીમ બે -“ભાટના છોકરા શબ્દો વતે લડે, દૈય ગાળો વતે લડે, “અથવા ભાઈ વારસાનો ભાગ વહેંચી લેતાં મુકિયોથી લડે; પણ સમે
શ્વરવાળો આ કજિયો તે મરણ સાથે લડવાનો છે. જા, તારા સાક્ષર રાજાને કહે કે તારા. બહીવરાવ્યા બહીકણુ હોય તે હી જાય.”
આ ઉત્તર સાંભળીને ચંદ બારોટ જરા ગભરાઈને ઉઠી ઉભો થયે, અને રાષથી તેની આંખો લાલચોળ થઈ ગઈ. તે ઝટપટ પૃથ્વીરાજ પાસે આર્યો અને તેને પાણી ચડાવાના વિચારથી જે જે બન્યું હતું તે યથાસ્થિત કહી સંભળાવ્યું, અને બોલ્યોઃ “ભેળો ભીમ કહે છે કે, સૂતેલા સાપ “ઉપર દેડકું ફરીને પછી જાગતાં તેની જેવી વલે થાય તેવી વલે તમારી હું કરવાનો છું; ગુજરાતનો ધણી તો ચતુરંગી સેના લઈને ચડે છે. મેં આવતાં “આવતાં સર્વ જોયું. મેં તમારી તરફથી જે કહેવા જેવું હતું તે કહ્યું પણ તે ઉપર રાજાએ કાંઈ લક્ષ આપ્યું નહિ. મેં તેને દીવ જાળ, કોદાળી સર્વે બતાવ્યું. તેણે પૂછયું કે આને ભેદ શું છે? કુશળ પ્રધાન કયમાશને “તારી સાથે કેમ મોકલ્યા નથી? અથવા ચામુંડરાય કે કુશળ કન્ડને “મોકલવા જોઈતા હતા. સાબ્બરને ધણી પતે ચાલે ચાલ્યો શા “માટે આવ્યો નહિ ?” વળી ભીમ બેઃ “મેં ઘણી વાર લડાઈ “મારીને ગુજરાતને માટે જય મેળવ્યો છે. તે જેવા રાજા જિત્યા છે તેવો “મને ગણીશ નહિ. સાક્ષર રાજા જેવા તો મેં હજારોને કલ્લ કરી નાંખ્યા છે. આ સર્વે સાંભળીને પછી મેં ભીમને કહ્યું કે ચૌહાણ ચતુરંગી સેને લઈને ચડ્યો છે.”
પૃથ્વીરાજે નિર્ડર રાયને પોતાની પાસે બોલાવ્યો. તેણે તેને હાથે ઝાલીને કહ્યું: “આ સર્વે દ્ધામાં તમે મુખ્ય છો; તમે અસલ જાતના “છે, અને તમારા પૂર્વજો જેવા શુરવીર હતા તેવા તમે છે. જે તમારી
સાથે દેવ અથવા દેવદૂત લડે તો પણ તમે તેને વશ કરી છે એવા છો. “પાડુપુત્રોના જેટલું તમે યુદ્ધમાં બળ બતાવે છે. આ જગત ઉપર પ્રીતિ “તમે રાખશો નહિ; પણ સ્વર્ગનો માત્ર વિચાર રાખી તમારા સામેતે સાથે “એક ચિત્ત થઈને લડજે.”
નિર્ડર રાયે ઉત્તર આપ્યોઃ “આપણું સામતિ શત્રુને ઘાસની પેઠે કાપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com