________________
અજયપાળ-બાળ મૂળરાજ બીજો ભીમદેવ ૩૧૩ મૂછે હાથ નાંખે તે પૃથ્વીરાજના કાકા કહ ચૌહાણના જોવામાં આવ્યું, એટલે એને તે ખરેખરી લાગી ગઈ અને તરવાર મ્યાનમાંથી ફાડીને પ્રતાપસિંહના શરીરના બે ભાગ કરી નાંખ્યા, એટલે તે મર૬ થઈને પડ્યો. તે જોઈને અરિસિંહ અને તેના ભાઈયો ોધાયમાન થઈ વેર લેવાને ઊઠયા. તેમનાં માણસે પણ અંદર ધસી આવ્યાં. પૃથ્વીરાજ ઉઠીને મહેલમાં જતો રહ્યો. પછી રણમાં જેમ દવ બળે તેમ જુસ્સાથી મારામારી ચાલી; જેમ દીવા ઉપર ફૂદાં ટૂટી પડે તેમ કહ ઉપર સોલંકિ ટૂટી પડ્યા. એક પ્રહર સુધી તરવાર અને યમદન્ત અથવા જમઇયાથી કાપાકાપી ચાલી. પ્રતાપના ભાઈ એક પછી એક સ્વર્ગે ચાલ્યા અને સોમેશ્વરને ભાઈ કહ દૈવની પેઠે કાપતો ભીમના સાત ભાઈયોને ઠેર કરીને જય પામ્યો ત્યારે તેને કેપ શો.
પૃથ્વીરાજે આ સમાચાર સાંભળ્યા ત્યારે કહના ઉપર કાપીને બોલ્યાઃ “તમે આમ શું કરવાને કર્યું ? સર્વે કહેશે કે ચૌહાણે ચાલુક્યને પિતાને ઘેર તેડ્યા ને પછી ઠેર કર્યા.” અજમેર નગરમાં ત્રણ દિવસ સુધી હડતાલ પડી. જ્યાં ત્યાં અરે! અરે! ના અવાજ ઉઠવા લાગ્યા–રાજમાર્ગમાં લોહીની નીકે ચાલી. ચંદ બારેટ કીર્તિ ગાવા લાગ્યો -“ધન્ય છે ચાલુક્ય! ધન્ય છે તારાં માતાપિતાને; તારા મનમાં નાસી જવાને વિચાર સરખો પણ આવ્યો ન હતો.”
જેમ પવનથી સુગંધી પ્રસરે, તેમ દૂર દેશાવરમાં એ વાત પ્રસરી. ભીમદેવ ચાલુક્યના સાંભળવામાં આવ્યું કે સારંગના પુત્રને ચૌહાણે ઠેરકયા; તેથી તે શોક અને ક્રોધથી બઝ થયે. વર વાળવાને પ્રસંગ મળે એટલા માટે તેણે ચૌહાણને લખ્યું તે ઉપરથી સામાસામી લડવાની વાત તેણે સ્વીકારી. એકદમ અજમેર ઉપર ચઢવા, ભીમે પિતાના પટાવતને કહ્યું; પણ વીર પ્રધાને તેને સમજાવ્યું કે ચોમાસું ચાલે છે ત્યાં સુધી વિચાર બંધ રાખવો. ભીમે તેનું કહ્યું માન્યું, અને નિશ્ચય કર્યો કે શિયાળે બેસતાં ચૌહાણ ઉપર ચઢવું. કાળ વીતી ગયે, અને ચાલુકયને ક્રોધ નરમ પડ્યો.
અહિયાંથી ચંદ બારેટ ગૂજરાત વિષે લખવાનું જવા દે છે, અને અનંગપાળ બદ્રિકાશ્રમમાં જઈને રહ્યો ત્યારે પૃથ્વીરાજ દિલ્હીની ગાદિયે કેવી રીતિયે બેઠે; એ યુવાન શુરવીરે શાહબુદ્દીન ઘોરીને કેટલીક વાર કેવી રીતે હરાવ્યા; કનોજના બળિયા રાજા જયચંદ્રને હરાવીને તેને વેરે પરણવાની હતી તે દેવગિરિની કુમારી શશિવતાને તે કેવી રીતે લઈ ગયો; અને રજપૂત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com