SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ રાસમાળા તરત જ તેલની કડાઈ ધિકધિકાવીને તેમાં તેને નાંખી મારી નાખ્યો.૧ તેના મરણ પછી, રામચંદ્ર કરીને એક જૈન અધિકારી હતી અને જે એક સે પ્રબન્ધન કર્તા હતા તેને માથે આવી પડી. તેને અતિ દુખ દઈ મારી નાંખવા માંડ્યો, એટલે દુઃખમાંથી છૂટવા સારૂ તે પિતાની જીભ કરડીને મરી ગયો. ૧. મહામાયપદ લેવાને તેને આગ્રહ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે, પ્રાત:કાળે શકુન જોઈને પછી તેના અનુમત પ્રમાણે વર્તીશ. પછી શકુનગૃહમાં દુર્ગાદેવી પાસે સવિધ શકુન યાચતાં તે પામીને તેની પુણ્યાક્ષત આદિથી પૂજા કરી. પછી નગરમાં આનંદ પામતો જે જાય છે તેવામાં ઈશાન કોણમાં ગર્જના કરતો આખલો જે, તેને તેણે શુભ શકુન માન્યા. પણ એક વૃદ્ધ મારવાડિયે તેને કહ્યું કે આ શકુન તે વિપરીત થઈ પડશે કારણ કે, नद्युत्तीरेऽध्ववैषम्ये तथा संनिहिते भये । नारीकार्ये रणे व्याघौ विपरीतः प्रशस्यते ॥ મતિશ થાય છે ત્યારે પ્રતિકલને અનુકૂલ માની લેવામાં આવે છે, તેમ વૃદ્ધ મરૂનું કહેવું તેને રૂછ્યું નહિ. જ્યારે તેને કઢાઈમાં નાંખવા માંડ્યો ત્યારે તે દઢતાથી નીચે પ્રમાણે બોલ્યા – आर्थिभ्यः कनकस्य दीपकपिशा विश्राणिताः कोटयो વાપુ તવાતિનાં વિનિશ્ચિતઃ રાન્નાથજમાં શિરઃ उत्खातप्रतिरोपितैपतिभिः शारैरिव क्रीडितम् कर्तव्यं कृतमर्थिता यदि विधेस्त्वत्रापि सज्जा वयम् ॥ દીવાની શિખા જેવી પીળી સોનામહેર કરેડે અર્થિયને આપી; શાસ્ત્રવિવાદમાં શાસ્ત્રાર્થગતિ વાણિયે પ્રતિપક્ષીને કહેવામાં આવી; શેતરંજ અથવા બુદ્ધિબળનાં મહેરાંની પેઠે રાજાઓને ઉત્થાપી તેઓને પાછા તેમને સ્થાને સ્થાપ્યા; એ પ્રમાણે જે કર્તવ્ય તે કરી ચૂક્યો અને હજી પણ વિધિને જે કરવાનું હોય તે કરવા દેવામાં અમે સજજ છિયે. ૨ રામચંદ્રને તસતામ્રપટ્ટિકા–એટલે તપાવેલા ત્રાંબાના પતરા ઉપર બેસારીને મારી નાંખવા માંડ્યો, એટલે તે નીચે પ્રમાણે ગાથા બોલ્યા माहिवीढह सचराचरह जिण सिरि दिह्वा पाय, तसु अत्थमणु दिणेसरह होत होइ चितराय. (महीपीठे सचराचरे येन श्रीः दत्ता प्रायः तस्यास्तमनं दिनेश्वरस्य भवितव्यं भवत्येवं चिराय) સચરાચર મહી(પૃથ્વી)ની પીઠ ઉ૫ર જેણે પોતાની પ્રતાપરૂપી લક્ષમીને ઘણું કરી રાખી છે એવા જે સૂર્ય તે પણ સાયંકાળે અસ્ત પામે છે, માટે જે ઘણે કાળે બનવાનું હોય છે તે જ બન્યાં જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy