________________
૨૯૨
રાસમાળા
વર્ષે ગુજરી ગયા અને પેાતાના અવસાન સમયે અલ્લાહ અલ્લાહ ઉચારતા મરણ પામ્યા. આવા એક જૈન મહાન આચાર્યનું વલણ સંતાડવાને માટે અને તેના ઉપરના આરેાપ દૂર કરવાને માટે તેને મરણાવસરે સંન્નિપાત થયાથી એમ ભકતા હેાવાનું હેવાય છે. પણ તેના વટલવાની તેાડી ન પડાય એવી સાબિતી એ છે કે તેને ખાળવાને બદલે દાટવામાં આવ્યા હતા.
કુમારપાળપ્રબંધમાં હેમાચાર્યને અગ્નિદાહ દેવામાં આવ્યેા હતેા એમ સાબિત કરવા માટે લખ્યું છે કે ચંદન, મલિયાગરૂ અને કર્પરાદિવડે સૂરિના દેહને સંસ્કાર કરવામાં આવ્યા હતા અને તેની ભસ્મ પવિત્ર માનીને રાજાએ તેનું તિલક કરીને નમસ્કાર કહ્યો. તે જોઈ સામંતાએ પણ તેમ જ કર્યું. અને લેાકાએ ભસ્મને અભાવે ત્યાંની માટી સુદ્ધાંત ખેાદીને લઈ જવા માંડી, તેથી ત્યાં વિશાળ ખાડા પડ્યો તે પાટણમાં હેમખાડથી પ્રસિદ્ધ છે. ૨. ઉ.
પ્રકરણ ૧૨.
અજયપાળ–માળ મૂળરાજ-બીજો ભીમદેવ.
મેરૂતુંગ આચાર્ય લખે છે કે, સંવત્ ૧૨૩૦(૪૦ સ૦ ૧૧૭૪)માં અજયદેવ પાટ ખેડે. કૃષ્ણાજી વળી એ કરતાં કાંઈ વધારે લખે છેઃ તે હે છે કે,ર
<6
ઃઃ
સિદ્ધરાજની પાટ ઉપર કુમારપાળે બેસીને એકત્રીશ વર્ષ સુધી રાજ્ય કર્યું. પછી તેને પણ કુંવર હતા નહિ તેથી તેને ભત્રીજો અજયપાળ કરીને હતેા તે અધિપતિ થયે, તેણે ત્રણ વર્ષ રાજ્ય કર્યું.”
<<
""
ફ્રેંચાયના કર્તા હે છે કે, અજયપાળ અથવા અજયદેવ મરણ પામેલા રાજાના ભાઈ મહીપાળના પુત્ર હતા.
કુમારપાળના ક્રમાનુયાયિયે રાજ્યના આરંભમાં જ, જૈન ધર્મમાં જતા રહેલા રાજાએ ધર્મનાં સ્થાન બંધાવ્યાં હતાં તેઓની સામે જબરી લડાઈ યા મચાવા માંડી, ગ્રન્થકર્તા જૈન ધર્મના હતા તેથી તેએ અજયદેવને ભ્રષ્ટ બુદ્ધિને,
૧ સંવત્ ૧૨૨૯ ના પૌષ સુદિ ૧૨ ને દિને ગાદિયે બેઠા અને સંવત્ ૧૨૩૨ ના ફાગણ સુદિ ૧૨ ને દિને મરણ પામ્યા. એટલે ત્રણ વર્ષ ને બે માસ રાજ્ય કર્યું, २ सिद्धराय आसन कुवरपाल, रह्यो वरस एकतीस ज्युं;
इनकुं पुनि नहि पुत्र भो, सुत भ्रातको होईस ज्युं. ॥ १७॥ तिन नाम हे अजयपाल सो, तिहुं वर्ष राज्यकुळे बहु;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com