________________
૨૯૦
રાસમાળા એ પ્રકારે વિચિત્ર અને શુભ બિબે કરીને વિરાજમાન ૧૪૦૦ (૧૪૪૪) નવા વિહાર (દેરાં) અને ૧૬,૦૦૦ જીર્ણોદ્ધાર કરાવ્યા.
(વિસ્તાર માટે જુવે કુમારપાળ પ્રબંધ ભાષાંતર પૃ. ૨૨૩-૨૩૭.)
ટૉડસ ટ્રાવેલ્સ ઈન વેસ્ટર્ન ઈન્ડિયા પૃષ્ટ ૧૮૨મે અજાયબ જેવી એક શકભરેલી વાત જણાવે છે કે “કુમારપાલે લાર નામની જાત પિતાના રાજ્યમાંથી કાઢી મૂકી. આ લાર જાતને લાટ (દક્ષિણ ગુજરાત) અથવા લાડ વાણિયાની જાત સાથે કંઈ સંબંધ હોય એ અસંભવિત જણાય છે.
લારસ્તાન એ પૂર્વ રેખાંશ ૫૫-૫૮માં આવેલ પ્રદેશ છે, તે ઈરાની અખાતના બંદર અબાસ ભણીના ભાગમાં એ અખાતથી ઉત્તરમાં કારમાન આવે છે, તેની વાયવ્ય કેણમાં ફાર્સ છે, ઈશાન કેણુમાં, તથા પૂર્વમાં મકરાને આવેલો છે.
“ઈરાનના બીજા પ્રાત કરતાં આ પ્રાંતની ઉપજ ઘણી ઓછી થાય છે અને તે દુર્બલ સ્થિતિનું ગણુય છે. છેક ઈરાની અખાતના કિનારા સુધી તેમાં મેદાન અને ડુંગરા વારા ફરતી આવે છે. તેમાં મીઠા પાણીની એટલી બધી અછત રહે છે કે, વર્ષા ઋતુમાં ત્યાંના દેશિ ટાંકાં ભરી રાખે છે ત્યારે તેમનો નિર્વાહ ચાલે છે, એને ખજુરિયે તથા થોડા ઘણું ઘણુ અને જવનું વાવેતર થાય છે. તે ઉપર તેમને ગુજારે ચાલે છે, આટલું પણ નિપજતું હોત નહિ તે એ પ્રદેશ વસાવાને માટે છેક અગ્ય ગણત. (Kinneir's Memoir)
ને શીરવાનને એક શાહજાદો લારીસ્તાનથી દરિયા રસ્તે આવીને ૧૮,૦૦૦ હજાર માણસે સહિત સુરત ઉતર્યો હતો. ત્યાં ત્યાંના રાજાએ તેને સારો સત્કાર કર્યો હતે. (. મા. ભાગ ૧ લે પૃ. ૨૫૩)
વળી ટૉડસ ટ્રાવેલ્સ ઈન વેસ્ટર્ન ઈન્ડિયા પૃષ્ટ ૧૮૩-૮૪માં લખ્યું છે કે કુમારપાળ રત્રમાં કહે છે કે ગિજનીના ખાને તેના ઉપર ચડાઈ કરી પણ તેના તિષિયે ચેમાસામાં લડાઈ કરવાની ના કહી, અને મંત્રશાસ્ત્રના જોરથી હલ્લો કરનાર ખાન જે પલંગમાં સૂતો હતો તેને તે પલંગ સુદ્ધાંત આવીને ચાલુક્ય રાજાના મહેલમાં મૂક્યું. પછી બન્નેની વચ્ચે ઘણુ મિત્રાઈ થઈ. કુમારપાળરાસામાં લખે છે કેચોપાઈ–વાત હવિ પરદેશિ જસિ, મુગલ ગિજની આવ્યો તસિ;
સબલ સેન લેઈ નિજ સાથ, ગજરથ ઘોડા બહુ સંઘાત. આંકસ બાજી લેઈ કરી, વાઈ મુગલ પાટણ ફરી; આવ્યા મુગલ જાણ્યા જસિ, દરવાજા લઈ ભીડ્યા તસિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com