________________
૨૮
રાસમાળા
સાધુ, ૫ સાધ્વી, ૬ શ્રાવક અને ૭ શ્રાવિકા એ પ્રમાણે સાત ક્ષેત્ર ક્હેવાય છે તેના સંબંધમાં ન્યાય માર્ગે મેળવેલા ધનના ઉપયેાગ કરવા.
૧ જિનમંદિર બંધાવનારના સમ્યકત્વની શુદ્ધિ થાય છે, તેને તીર્થંકરની પદવી અને ઋદ્ધિ મળે છે, માટે રાજાએ તે એવાં મંદિર બંધાવી તેના નિર્વાહ માટે મેટા ભંડાર, ગામ, નગર, તાલુકા અને ગાધ આદિ અર્પણ કરવાં. નવીન મંદિર બંધાવવા કરતાં જૂનાંને જીર્ણોદ્ધાર કરાવવામાં આઠ ગણું
પુણ્ય થાય છે.
૨ જિનપ્રતિમા જે હીરા, ઇન્દ્રનીલ, અંજન, ચંદ્રકાન્ત, સૂર્યકાન્ત, રેષાંક, કફૈતન, પ્રવાલ, સુવર્ણ, રૂપું, ચંદન, પથ્થર, અને મૃત્તિકા આદિ સારા પદાર્થોની બનાવે છે તે મનુષ્ય અને દેવલાકમાં મહાસુખ પામે છે, અને જે તીયકરની પ્રતિષ્ઠા કરે છે તે તીર્થંકરની પ્રતિષ્ઠા પામે છે. જે એક આંગળથી રોકે છે. તે ૧૦૮ અ ંગળ સુધીની મણિરત્ન આદિની પ્રતિમા કરાવે છે તે સર્વ પ્રથી મુક્ત થાય છે. ઋષભ આદિ તીર્થંકરાની અંગુઠાપૂર વીર આસનવાળી મૂર્ત્તિ કરાવે તે પણ સ્વર્ગમાં ઉત્તમ પ્રકારની પુષ્કળ સૃદ્ધિ ભાગવી અનુત્તરપદ પામે છે.
:..
૩ જિનાગામ,—જિનશાસ્ર—જિનનું વચન, જિનાગમ લખાવનાર, તેનું વ્યાખ્યાન કરનાર, તે ભણનાર, અને ખીજને ભણાવનાર દેવ અને મેક્ષ ગતિ પામે છે. કુશાસ્ત્રથી થયેલા સંસ્કારરૂપ વિષનું સર્વ પ્રકારે ઉચ્છેદન કરવામાં જિનાગમ મંત્ર સમાન છે. ધર્મ, કૃત્યાત્કૃત્ય, ગમ્યાગમ્ય, અને સારાસાર આદિનું વિવેચન કરવામાં હેતુભૂત છે.
૪ સાધુ ઇત્યાદિ જે સંસારત્યાગ કરવાની ઇચ્છા રાખી મુક્તિને માટે યત્ન કરે છે, જેનામાં ઉપદેશ કરી પાવન કરવાના ગુણ હાવાથી જે તીર્થ હેવાય છે; જેની ખરાખરી ખીજાથી થઈ શકતી નથી, જેને તીર્થંકર પણ નમસ્કાર કરે છે, જેનાથી સત્પુરૂષાનું કલ્યાણ થાય છે, જેની સ્મ્રુતિ ઉત્કૃષ્ટ છે અને જેનામાં સર્વ ગુણેાતા વાસ છે તે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા પૂજન કરવાને પાત્ર છે.
એ પ્રમાણે સાત ક્ષેત્રમાં ધન ખર્ચવાથી પુણ્ય થાય છે એવું જાણી કુમારપાળે તે પ્રમાણે કરવા માંડ્યું.
૧ પાટણમાં ૨૫ હાથ ઉંચા, ૭૨ જિનાલયથી યુક્ત, અને ૧૨૫ આંગળ ઉન્નત શ્રીનેમિનાથની પ્રતિમા સ્થાપન કરીને પેાતાના પિતાના કલ્યાણાર્થે ત્રિભુવનપાલ નામના વિહાર બંધાત્મ્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com