________________
૨૮૪
રાસમાળા કહેજે. તેણે દગે રાખીને અશુભ વેળા બતાવી, તેથી પરિણામ એ થયું કે દેરાસરમાં આગ લાગી ને ઘણુંખરૂં નાશ પામ્યું. આ દુઃખદાયક સમાચાર સાંભળીને હેમાચાર્ય જે વૃદ્ધ થઈ ગયા હતા તેમના મનને ઘણે ધકકે લાગ્યો. કમારપાળે આવીને દેરાસર ફરી બાંધવાની તેને સલાહ પૂછી, ત્યારે ધર્માચાર્યો કહ્યું: હવે ફરી શા સારું બાંધવું ? તમારે ને મારે હવે જીવવાના છે? “મહિના રહ્યા છે.” રાજા ઘણું આશ્ચર્ય પામ્યું ને તે મનસુબે જવા દીધો.
પછી તરત જ એક વાર રામચંદ્ર કંઈ કામે ગયો હતો તેથી શ્રાવકને ઘેર વિહરવા હમાચાર્યે બાળચંદ્રને મોકલ્યા. બાળચંદ્ર જેવો વહેરવા જતો હતો તે તેને દંડિયે જોગી મળ્યો. તેણે પૂછયું:–“તું આ ઉદાસ કેમ દેખાય છે? હું જાણું છું કે તારા ગુરૂની તારા ઉપર કૃપા નથી પણ જે તારી ઈચ્છા “હોય તો હું તારા ગુરૂને વશીકરણ કરું.” પછી તે પ્રમાણે બાળચંદ્ર દૂધ લઈ જતો હતો તેમાં તેણે, પિતાની આંગળી ફેરવી અને નખમાં ઝેર ઘાલી રાખ્યું હતું તે તેમાં મેળવી દીધું. શિષ્ય પાછા આવીને હેમાચાર્યને દૂધ ધર્યું, તેમણે તે પીધું ને મરણ પામ્યા. દેરાસર કદિ પૂરું થયું નહિ, અને હેમાચાર્યના મરણ પછી દંડિયે ધર્મને હરકત કરવા લાગ્યો.
૧ કુમારપાળ ગાદિયે બેઠે ત્યારે પચાસ વર્ષને હેવાનું પ્રબંધચિન્તામણિને કર્તા કહે છે. તે આશરે ૩૧ વર્ષ રાજ કર્યા પછી સન ૧૧૭૪(સંવત ૧૨૩૦)માં મરી ગયે. ઉતા નામે કઢથી તે મરી ગયાનું ફહેવાય છે. વળી કુમારપાળ પ્રબંધમાં આપેલી બીજી વાતમાં એમ કહેવું છે કે કુમારપાળને તેના ભત્રીજા અને તેના પછી ગાદિયે બેસનાર અજયપાળે કેદ કર્યો. કુમારપાળ પ્રબંધમાં કુમારપાળનું રાજ્ય બરબર ૩૦ વર્ષ ૮ માસ અને ૨૯ દિવસ ચાલ્યું એમ કહેલું છે. કુમારપાળના અમલને પ્રારંભ સંવત્ ૧૧૯૯(ઈ. સ. ૧૧૪૩)ના માગશર શુદિ ૪ થી ગણાય તે કાર્તિક શુદિથી બેસતું વર્ષ ગણતાં સંવત ૧૨૨ના ભાદ્રપદમાં તેના રાજ અમલના અંતની મિતિ થશે અને ગુજરાતી પંચાંગ પ્રમાણે આષાઢથી બેસતું વર્ષ ગણિયે તે તેના રાજઅમલના અંતની મિતિ સંવત ૧૨૩૦ના ભાદ્રપદમાં થશે. સંવત ૧૨૨૯ અને ૧૨૩૦ એ બેમાંથી ખરું વર્ષ કર્યું તે વિષે શક છે. કારણ કે ભિક્ષા પાસે ઉદયપુરમાં સંવત ૧૨૨૯ વૈશાખ સુદ ૩ ના લેખમાં એ સાલમાં અણહિલપુરમાં રાજ્યકર્તા કુમારપાળના ક્રમાનુયાયી અજયપાળને વર્ણવ્યો છે. આથી કુમારપાળનું મૃત્યુ સંવત ૧૨૨૯ના વૈશાખ માસ પહેલાં એટલે સન ૧૧૭૩ માં થયું હશે. અમારી પાસે એક નનું પટ્ટાવલિનું પાનું છે તેમાં સં. ૧૧૯ ના કાર્તિક શુદિ ૩ થી તે માર્ગશીર્ષ શુદિ ૪ સિદ્ધરાજની પાદુકા ગાદી ઉપર રાખીને કારમારિયાએ રાજ્ય ચલાવ્યાનું જણાવ્યું છે. ત્યાર પછી સં. ૧૨૨૯ ના પિષ શુદિ ૧૨ સુધી કુમારપાળે વર્ષ ૩૦, માસ ૧, અને દિવસ ૭ રાજ્ય કર્યું લખ્યું
અને વિચારશ્રેણીમાં પણ એમ જ છે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com