SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ રાસમાળા ભટની સૂચના પ્રમાણે પવિત્ર પર્વત ઉપર પહોંચવાને નવો ઘાટ બાંધવામાં ઘણે પૈસો ખર્ચો. આ સમયે અણહિલવાડના દરબારમાં, પરાક્રમી સેલંકી વંશને અંકુર આનાક અથવા અર્ણોરાજ જે કુમારપાળની માશીને કુંવર થતા હતા તે હતો. તેણે રાજાની ચાકરી કરી હતી તેથી તેના બદલામાં તેને સામંતપદ આપવામાં આવ્યું હતું અને તે સાથે વ્યાધ્રપલ્લી અથવા વાઘેલ (વાઘનું નગર) શહર આપ્યું હતું. આ ઠેકાણે તેને વંશજો ઘણું વર્ષ સુધી રહ્યા હતા. એક દિવસે રાજા મહેલને ઉપલે મેડે પલંગમાં સૂતો હતો અને તેના બારણ આગળ સામંત આનાક ચેકી કરતું હતું, તેવામાં તેના જોવામાં આવ્યું કે કઈ ઓરડામાં પેઠું. એટલે તે બેઃ “કોણ છે?” આનાકે અંદર સિનારને અટકાવ્યો અને જોયું તો તે પિતાને દાસ જણાયે, એટલે તેને સમાચાર પૂછવાને બહાર લઈ ગયો. દાસે ભારે વધામણી માગીને કહ્યું કે આપને કુંવર અવતરયા છે. આનાકે તેને જવા દીધો ને પછી પોતાની જગ્યાએ ગયે, “આ વધામણીથી તેનું મુખકમળ પ્રકૃધિત થઈને સૂર્યના જેવું તેજ મારવા લાગ્યું.” રાજાએ પૂછ્યું કે શું થયું છે? આનાક બોલ્યો - મહારાજ ! કુંવર અવતર્યો.” એણે આવું કહ્યું તે ઉપર વિચાર કરીને રાજા આ પ્રમાણે બોલ્યો એના જન્મની વધામણું ખાવાને ચાકર આવ્યો તેને દ્વારપાળે અટકાવ્યો નહિ તેથી હું રાજી થાઉં છું, કેમકે તે પુત્ર મહા“ગુણું થઈ ગૂજરાતને રાજા થશે, પણ કુંવર જભ્યાની તમને વધામણી ખાઈને તે આ જગ્યાએથી નીચે ઉતર્યો તેથી આ ધવળગ્રહમાં અને આ “નગરમાં નહિ, પણ કેઈ બીજા નગરમાં રાજ્ય કરશે.” આવા પ્રકારના ભાગ્યવાળા કુંવરનું નામ લવણુપ્રસાદ પાડ્યું, અને તેના વંશના થયા તે પછવાડેથી વાઘેલા વંશના કહેવાયા. કુમારપાળ રાજાને રાજ્ય કરતાં ત્રીસ વર્ષ પૂરાં થઈ ગયાં, એટલે કચ્છના જામ લાખાફૂલાણીની માયે મૂળરાજના વંશને શાપ દીધો હતો ૧ મેરીંગ તેનું નામ કામલતા લખે છે, મારપાળ પ્રબંધમાં કામલદેવી નામ આપ્યું છે, તેમ જ કચ્છમાં તે સેનલ નામે અપ્સરા ગણાઈ છે. લાખે ફલાણી આટકાટ પાસે મૂળરાજને હાથે ૧૨૪ વર્ષની વયે મરાયો ત્યારે તેની અસર માએ આવીને શાપ દીધો હતે. (જુવો પાછળ પૃ. ૮૨) કુમારપાળના મનમાં આ વાત વશી હી હતી. તે અથડાઈને ઘણે અનુભવી થયો હતો. હેમાચાર્યના ઉપર તે ઉપકારબુદ્ધિથી હતા. તેનાં વચન ઉપર તેની શ્રદ્ધા હતી, તો પણ પોતાના બાપદાદાના વંશમાં ચાલતે આવેલ શૈવ ધર્મ તેણે છોડેલો જણાતો નથી. તેણે પ્રભાસપાટણમાં સેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy