SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૨}} રાસમાળા યજ્ઞમાં જીવનું ખલિદાન આપતા હતા તે બંધ કરાવ્યું એટલે તેને ઠેકાણે દાણા હેામવાને ચાલ નીકળ્યે.. પલ્લી દેશમાં પણ રાજાની આજ્ઞા પાળવામાં આવી તેથી જે યાગિયા મૃગચર્મવતે પેાતાનાં શરીર ઢાંકતા હતા તેઓને તે મળવાને અશક્ય થઈ પડ્યું. વળી પંચાલના લેાકેા ઘણા હિંસક હતા તેઓ કુમારપાળને સ્વાધીન હતા તેથી એ કામથી દૂર રહેવાની તેઓને અગત્ય પડી. માંસ વેચનારાઓનેા ધંધા બંધ કરાવી દીધા, અને તેના બદલામાં ત્રણ વર્ષની ઉપજ તેઓને સામટી આપી. હવે માત્ર કાશીની આસપાસના દેશના લેાકેામાં જીવનું બલિદાન આપવાનું ચાલતું રહ્યું. એક દિવસ ક્રાઇમે આવીને કુમારપાળને સંભળાવ્યું કે કેદારના ખસ રાજા પેાતાના બળ વડે યાત્રાળુઓને લૂંટે છે એટલું જ નહિ પણ વળી તેણે કેદારેશ્વર મહાદેવનું દેવળ જીર્ણોદ્ધાર કરાવ્યા વિના ખંડેર થઈ જવા દીધું છે. રાજાએ ખસ રાજાને ઠપકા દઈ ને પોતાના પ્રધાનને માકલીને જીર્ણોદ્ધાર કરાવ્યેા. કાઈ ખીજા સમયને વિષે મહાદેવે રાજાને સ્વપ્રમાં દેખા દઈ ને કહ્યું કે “ તારી સેવાથી, હું પ્રસન્ન થયા છું, અને મેં અણુહિલપુર આવી વસવાને નિશ્ચય કયો છે.” આ ઉપરથી રાજાએ તે નગરમાં કુમારપાળેશ્વર મહાદેવનું દેવળ બંધાવ્યું. વળી અણહિલપુરમાં કુમારવિહાર કરીને પારસનાથનું દેરાસર બંધાવી તેમાં મૂર્ત્તિયાની પ્રતિષ્ઠા કરી. વળી તેણે દેવપટ્ટમાં જૈન ધર્મનું એવું ભવ્ય ચૈત્ર બાંધ્યું કે યાત્રાળુ લેાકેાનાં ટાબેટાળાં ત્યાં આવવાને ઉલટયાં. * કુમારપાળે આ વેળાએ જૈન ધર્મનાં બાર વ્રત લીધાં. ત્રીજું વ્રત સામનાથનું દેવાલય જે છણું થઈ ગયું હતું તેની મરામત અમાત્ય વાગ્ભટ્ટ પાસે કરાવી. પછી દેવપત્તન તેમ અણહિલ્લપુરમાં એણે પાર્શ્વનાથનાં ભવ્ય ચૈત્ય બંધાવ્યાં. પછી શંભુએ સ્વમ આપ્યું કે તારી ભક્તિથી પ્રસન્ન થઈ હું તારા પુરમાં વસવા ઇચ્છું છું. તેથી એણે એક કુમારપાલેશ્વર મહાદેવનું પણ દેવાલય કરાવ્યું.” ૨. ઉ. ૧ ખાર વ્રત નીચે પ્રમાણે છે:-(કુમારપાળ પ્રબંધ ભા. પૃ. ૨૦૧) ૧ મહિઁદાલ્યાન—જીવદયા સરખા કાઈ ધર્મ નથી. માટે કુમારપાળે કર્ણાટક, ગુજરાત, કાકણુ, રાષ્ટ્ર, કીર, જાલંધર, સપાદલક્ષ, મેવાડ, દ્વીપ, અને આમ્ભીર એ માદિ અઢાર દેશ—જેમાં પેાતાની આજ્ઞા મનાતી હતી ત્યાં અમરપડા વજડાવી, કાશી અને ગજની આદિ ચૌદ દેશમાં ધન, વિનય, અને મૈત્રીના બળથી જીવરક્ષા કરાવી, અણુગળ પાણી વાપરવાની મનાઈ કરી. ર અચાન—જ્જૂઠું ખાલવાથી થતું પાપ બીજાં પાપ કરતાં વધારે છે. ૩ મત્તળલ્યા જેને પારકાનું દ્રવ્ય હરણ કરવાની બુદ્ધિ હાય છે તેને ભવેભવ પરઘેર દાસત્વ મળે છે. પરદ્રત્ય હરણ કરનારનું દાન, શીલ, તપ, અને ભાવનાથી ઉપાર્જન કરેલું મહાપુણ્ય નિષ્ફળ જાય છે. આ ઉપરથી કુમારપાળે નિ:પુત્રિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy