________________
કુમારપાળ
૨૫૩ પામી અને મલ્લિકાર્જુન આમ્બડની તરવારથી માર્યો ગયો. તેની રાજધાની પણ લીધી અને તેમાં લુંટ પાડી, તથા સોલંકી રાજાની આણ તે દેશમાં વર્તાવીને આખંડ અણહિલવાડ પાછો વળે. ખીચખીચ રાજસભા ભરાઈ હતી તે વચ્ચે તે પિતાના સ્વામી કુમારપાળને ચરણે પડ્યો અને કેકણના. રાજા મલ્લિકાર્જુનનું માથું રજુ કર્યું, તે સાથે તેનું, રત્ન, અને મૂલ્યવાન ધાતુનાં વાસણ, મોતી, હાથી, સિક્કા અને બીજી લૂંટ પણ સન્મુખ કરી દીધી. રાજાએ દરબારમાં તેને સત્કાર કર્યો અને મંડળેશ્વર મલ્લિકાર્જુનનું “રાજપિતામહ” એવું જે પદ હતું તે તેને આપ્યું. (ઈ. સ. ૧૧૬૧).
કુમારપાળના ઈતિહાસમાં આગળ ઉપર હેમચંદ્ર આચાર્ય અગ્રેસર થઈ પડેલા છે; અને કહે છે કે “ચન્દ્રની કાન્તિથી દરિયાની લહરિને જેમ “આકર્ષણ પહોંચે છે તેમ રાજાને તેની વાણીથી આનંદની લહરિયે ઉઠતી હતી.” એવા પુરૂષ વિષેને કાંઈક વૃત્તાન્ત અમને વઢવાણના સાધુ પાસેથી મળ્યો છે તે આ ઠેકાણે આપવાની અગત્ય જણાય છે. તેમનાં માબાપનું નામ ચાચિંગ અને પાહિણી હતું. તેઓ જ્ઞાતિ મોઢ વાણિયા હતા, અને સેરઠ તથા ગુજરાતની દક્ષિણ સીમા ઉપર અર્ધાષ્ટમ દેશમાં ધંધુકા કરીને ગામ છે તેમાં રહેતાં હતાં. બાપ મિશ્રી હતા અને મા જૈન ધર્મની જાણે દેવી (જિનશાસનની દેવી) ના હોય તેવી હતી. તેઓને પુત્ર થયો તેનું નામ તેમણે ચંગદેવ પાડ્યું. જ્યારે છોકરાનું આઠ વર્ષનું વય થયું ત્યારે
૧ રા. રતિરામ દુર્ગારામ દવે ઇન્ડિયન એરીકવેરી ભાગ ૧૨ને પુષ્ટ ૧૫૦ મે લખે છે કે ઉત્તર કેકણુના સીલાર વંશને સત્તરમો રાજા મલ્લિકાર્જુન હતો. તેને એક શિલાલેખ રત્નાગિરિ જીલ્લાના ચિપલુણને શક ૧૦૭૮ને ને બીજે વસઈને શક ૧૦૮૨ને છે.
૨ અંગારકેટી નામની સાડી, માણકથી ટાંકેલો પછેડે, પાપક્ષય હાર, સંગસિદ્ધિ (વિષાપહાર) શિખા, ૩૨ સુવર્ણ કુભ, મેતીની છ સેરેને હાર, ચતુર્દત હસ્તિ, ૧૨૦ પાતરે, ૧૪ કરેડ સેનયા.
૩ તેઓએ મનુષ્યની સ્તુતિ નહિ કરવાનો નિયમ કરેલો છતાં આખડનાં વખાણ કયા વિના તેમનાથી રહેવાયું નહિ. તેઓ તેને પ્રતિ વદ્યા કેकिं कृतेन न यत्र यत्र त्वं किमसौ कलिः। कलौ चेद् भवतो जन्म, कलिरस्तु कृतेन किम्॥
૪ ચામુંડા તેની કુલદેવી હતી માટે ચામુંડ શબ્દને જ અને કુલદેવ નોનસ હતા માટે તે શબ્દને જ એ બે અક્ષર ચા લઈને તે સાર્થક કરવા માટે વંશ સાથે દેવ ઉમેરીને હેવ નામ પાડયું. એને જન્મ સંવત ૧૧૪૫(સન ૧૦૮૯)ને કાત્તિક શુદિ ૧૫ને થયે; સંવત ૧૧૫૪(સન ૧૦૯૪) માં દીક્ષા લીધી ને સેમદેવ મુનિ નામ પાડ્યું. સંવત ૧૧૬૬માં સૂરિપદ મેળવ્યું અને સંવત ૧૨૨૯(સન ૧૧૭૩)માં રાશી વર્ષની ઉમરે સ્વર્ગે ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com