________________
કુમારપાળ
૨૪ ૩
થવાને આપણને આ બહુ સારે લાગ હાથ લાગ્યો છે. આવી ધારણાને લીધે તેણે ઉજજણને બલ્લાલ રાજા હતા તેની સાથે અને ગુજરાતની પશ્ચિમ દિશાના દેશોના રાજાઓની સાથે, તેઓને વ્હીક બતાવીને, તેમ જ, આશા દઈને મિત્રાચારી કરવા માંડી. કુમારપાળના ચારે (હરકે) તેને જાણ કરી કે, આન્ન રાજા સેના લઈને ગૂજરાતની પશ્ચિમ સીમા ભણી આવે છે અને તેની -સાથે જે સામંતો છે તેમાંના કેટલાક આગેવાન તે પરભાષાઓમાં કુશળ છે, તથા વળી તેને કુડા ગામને રાજા અને અણહિલવાડની સેનાને સેનાપતિ વાહડ એ બે ક્યારનાય મળી ગયા છે. વળી તેઓએ કહ્યું કે ગૂજરાત અને માળવા વચ્ચે આવજાવ કરનારા વેપારિયાએ ઉજજણના રાજાને ગૂજરાતની સ્થિતિ વિષે સારી પેઠે માહિતગાર કર્યો છે, તેમ જ માળવાના રાજા બલ્લાલ સાથે તેણે ઠરાવ કરી રાખ્યો છે. તે ઉપરથી આન્ન રાજા ચડાઈ કરે
અણરાજ ચારભટને કહેવા લાગ્યો કે દુઃખે કરીને પણ જિતાય નહિ એવા કુમારપાળને સુખે જિતવાને શો ઉપાય કરવો? તેણે કહ્યું કે, કુમારપાળ કૃપણ અને અકૃતજ્ઞ છે તેથી દુલિયા કલ્હણ–સેલ્ફણ આદિ સામંતો તેની વિરૂદ્ધ છે, માટે તેમને લાલચ દઈને ફેડીશું. અને હું પણ સવારમાં દેવગજ ઉપર ચડીને સિંહનાદ કરી કુમારપાળના હાથીને ત્રાસ પમાડીશ. તે પછી તેણે કુમારપાળના સામંતાને દ્રવ્ય આપીને ફેડ્યા. યુદ્ધમાં કુમારપાળે પોતાના સામેતેને ઉદાસ જોઈ પિતાના મહાવત શ્યામળને તેનું કારણ પૂછ્યું. એટલે તેણે જાણ્યું હતું તે કારણ કહી સંભળાવ્યું અને રાજાને ચેતાવ્યો. યુદ્ધ થતી વેળાએ ચારભટે દેવગજ ઉપરથી સિંહનાદ કરો એટલે કુમારપાળને હાથી કલહપંચાનન પાછો હોય. વાહડે ચઉલિંગને ફેડ્યો હતો પણ તેને બદલે શ્યામળ મહાવત કર્યો હતો એ તેના જાણવામાં ન હતું તેથી વાહડ કુમારપાળના હાથી ઉપર ચડી જઈ તેને કલ કરવા જતા તેને નીચે નાંખીને કાપી નાંખ્યો અને કુમારપાળે છવંગ મારીને આજના હાથીના ગંડસ્થળ ઉપર ચડી જઈ તેને નીચે પાડી નાંખી તેની છાતી ઉપર ચડી બેઠે. અને બોલ્યો કે રે, બક્યા કરનાર–વાચાળ! મૂઢ! અધમી! પિશાચ! માર મુંડકાને એવું મારી બહેનને કહેનાર! તારું એ વચન સંભાર. હું હવણાં મારી બહેનની પ્રતિજ્ઞા પ્રમાણે તારી જીભનું છેદન કરું છું. આન્ન રાજા કરગરીને કહેવા લાગ્યું કે, હું તમારે શરણે છું, મને બચાવો. કુમારપાળને તેનાં આવાં દીન વચનથી દયા આવી ને તેને છોડ્યો, પણ આજ્ઞા કરી કે, તારા દેશમાં જે ટોપી પહેરવામાં આવે તેને બે જીભ જેવા આકારનાં બણગાં રાખી તેને કસણથી પછવાડે બાંધવી, એટલે તારી જીભ બાંધીને બંધ કયાથી મારી બહેનની પ્રતિજ્ઞા પૂર્ણ થશે. પછી કુમારપાળે તેને લાકડાના પિંજરામાં ત્રણ દિવસ પૂરી પોતાની સેનામાં રાખ્યો, અને તેને શાકંભરીનું રાજ્ય પાછું આપી
મારપાળ પાટણ આવ્યો અને પોતાની બહેનને સમાચાર કહી વિનવી કે હવે તું તારે સાસરે જા, પણ તે અભિમાનને લીધે ત્યાં ગઈ નહિ; અને સ્તંભનપુરમાં તપ કરયું. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com