________________
૨૧૮
રાસમાળા
જીવતી રાખવા છેવટને ઉપાય એવો કયો કે, તેને અગ્નિદાહ માટે અગ્નિ ન અપાવતાં કહ્યું: “જો તું ખરી સતી હઈશ તે અગ્નિ વિના તારી ચિતા સળગશે.” એટલે રાણકદેવી સૂર્યને પગે લાગીને ફરીથી ઉઠીને બોલીઃ સેરઠ–“વારૂ શહર વઢવાણ, ભાગળે ભેગાવો વહે;
“ભગવતે ખેંગાર રાણ, ભગવા ભેગાવા ધણું.” પછી તે સમયે એવો ઉહે વાયુ વાયો કે તેથી ચિતા બળવા લાગી.
વા વાયુ સવાય, વાય વેળુ પરજળે,
ઉમે ત્યાં સિદ્ધરાય, સત જેવા સેરઠિયાણિનું. આ વેળાએ સિદ્ધરાજે પોતાની પામરી રાણકદેવી ઉપર નાંખી; તેંણયે અગ્નિમાંથી તેની ઉપર પાછી નાંખી દીધી ને બોલીઃ “જે આવતા “ભવમાં તારે મારા સ્વામી થવું હોય તે હવણું મારી સાથે બળી મર.” પણ સિદ્ધરાજે ના કહી.
પછી જયાં રાણકદેવી બળી મેઈ ત્યાં સિદ્ધરાજે એક દેવળ જણાવ્યું. બધે સેરઠ દેશ તેને કબજે થયો; પણ રાણકદેવી સતીના હાથના થાપા તે ગિરનાર ઉપરના રા'ખેંગારના મહેલને થયા.
વર્તમાનપુર અથવા વઢવાણુ હવણું જે ઝાલા રજપૂતની શાખાનું મુખ્ય સ્થાન છે, તે કપાસ ઉગતા સપાટ પ્રદેશમાં છે. તે સેરઠની સીમાની માહે છે પણ બહાર નથી. ઈતિહાસમાં તેને ઘણું જૂનું કહ્યું છે. અને વનરાજની રાજધાની કરતાં પણ તેની સ્થાપના પહેલી છે એ નિશ્ચય થયો છે.
અદ્ધ સેરઠે-“વળા અને વઢવાણ, પછથી પાટણપુર વસ્યું.” લગા નદીને ઉત્તર ભણુને ફાટે શહેરના બુરજની નીચે થઈને હે છે અને દરિયામાં મળી જવા જેટલું જોર નહિ હોવાને લીધે, અથવા, ચેમાસા વિના, દક્ષિણ ભણુને ફાંટે જે લીંબડીની બાજુએ રહે છે તે તેને મળ્યા વિના સાભ્રમતીના મુખની લગભગ સપાટ ખારી ભોંયમાં ફેલાઈ જાય છે. વઢવાણને જૂને કોટ હતું તેમાં હાલમાં થોડા સમbણ કાઠા અને તેઓને સાંધનારી કોટની ડી આડ એટલું જ માત્ર રહ્યું છે.
૧ આ જ વિચાર પ્રબંધ ચિતામણિ નામને સંસ્કૃત ગ્રંથ જે ઈ. સ. ૧૩૦૫ ની સાલમાં રચાયેલો છે. તેમાં જોવામાં આવે છે. એ ગ્રંથ ત્યાર પછી જૈનના ભંડારમાં ભંડારી મૂકવામાં આવેલો તેથી તુરી સરખાના હાથમાં જઈ શકે કઠણ, તેમ છતાં એ વિચાર કુરિયના ગાણામાં એકને મોંએથી બીજાને એ ચડીને આજ સુધી ચાહ આવે છે, એ વખાણવા જેવી વાત છે. જુઓ પૃષ્ઠ ૨૦૦ ને ૧ લા સેરઠે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com