________________
૧૮૦
રાસમાળા
પડી, ને ઠગાઈ ગઈ. તેણે વિચાર્યું કે સિદ્ધરાજ જયસિંહનેને મારા પતિને સગપણ છે એવું તેમણે મને કદિ કહ્યું નથી, પણ રાજાના સગા રાજા હશે એમ જાણીને અને આવેલાં અજાણ્યા માણસનાં લૂગડાંઘરેણું ઉપર ફરીથી નજર કરીને, તેણિયે તેને નમન કર્યું ને મળી. જાતિયે તેને આશીર્વાદ દીધો, અને રથમાં બેસવાનું કહ્યું; અને બોલી કે, “અહિં હું એક માણસ “મૂકતી જાઉં છું તે મારે ભત્રીજે આવશે એટલે તેને દરબારમાં તેડી લાવશે.” વળી તેણિયે એક ચાકર બોલાવીને ઘોડાની સંભાળ રાખવાનું કહ્યું. ચાડિયે નાણુંની થેલિયે પિતાની પાસે રાખીને રથમાં બેઠી, એટલે
થ ચલાવ્યો. જામતી તેને પિતાને ઘેર લાવી, ઘર મોટું પિળબંધ હતું તેમાં તેઓ આવ્યાં ને રથ રાખ્યો. જામતી ઉતરી ને પછીથી ચાવડી ઊતરી. ઘરમાંથી આદરમાન આપવાને માણસ આવ્યાં. દેખાવડો પોષાક પહેરેલી અને ઘરેણાંગાંઠથી શણગારાયેલી ઢિયે ચાવડીને મળવા આગળ આવી, અને તેને નમન કર્યું, કેટલીક તેને પગે પડી, કેટલીક તેની આગળ આવીને ખમા મા કરતી આગળ ચાલી. એ પ્રમાણે તેઓ તેને ઘરમાં લઈ ગયાં.
ઘર ચાર માળનું ઊચું હતું અને ઘણું શોભાયમાન દેખાતું હતું, ચારે બાજુએ કળી ચૂનો છાંટયો હતો; ચોમેર ભીતો શણગારી લીધી હતી ને તેના ઉપર સોનેરી રૂપેરી ચિત્ર હાડ્યાં હતાં; બારિયેમાં જાળિયે જડી લીધી હતી. ચાકરેએ એક સુંદર શતરંજી બીછાવી હતી તેના ઉપર ગાદીતકિયા, ઉશીકાં અને ગાલમસુરિયાં કીનખાબથી મઢી લીધેલાં મૂકયાં હતાં. ચાવડીને તેઓએ ત્યાં બેસારી, તે પેલી બે કેથળિયો પોતાની પાસે રાખીને બેઠી. ઉનું પાણી તૈયાર થયું. એટલે જાતિયે એક દાસીને બેલાવીને કહ્યું જા, રાજાજીને જઈ કહે કે પરમાર રાણીને ભત્રીજે જગદેવ કુંવર આવ્યા છે તે હમણું તમને મળવાને આવશે. રાજાને કહેજે કે તેમને સારું માન “આપે, ને વળી કહેજે કે તેમનાં વહૂ ચાવડી મારે મહેલ છે.” દાસિયે આ પ્રમાણે સાંભળી લીધા પછી નમન કર્યું ને ગઈ. એક ઘડી વીત્યા પછી તે પાછી આવી ને બેલીઃ “મહારાજ ઘણુ ખુશી થયા ને આજ્ઞા કરી છે કે, જગદેવે પ્રથમ મને મળીને પછી રાણી પાસે જવું.”
પછી જમવાનું તૈયાર થયું એટલે જામેતિયે કહ્યું: “વહૂવારૂ! જમવાને ઉઠે.” ચાવડી બોલીઃ “હું પતિવ્રતા ધર્મ પાળું છું. જ્યારે કુંવર જમશે ત્યારે હું “જમવાને વિચાર કરીશ. એ હજી સુધી આવ્યા નથી.” પછી એક દાસી આવીને બોલી: “તમારા ભત્રીજા જગદેવ, મહારાજ પાસે જઈને તેમને “મળ્યા છે; તેઓ રાજાજી પાસે બેઠેલા છે,–રાજમહેલના રાઈખાનામાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com