________________
જગદેવ પરમારની વાત
૧૭૩ “એટલા માટે, પ્રિય માજી ! જે તમે આજ્ઞા આપો તે મારું ભાગ્ય ગમે “ત્યાં જઈને અજમાવી જોઉં.” ત્યારે તેની મા બોલી: “કુંવર ! તું બહાને “છે; તું તે ક્યાં જઈશ? પારકા દેશમાં એકલાં જવું ઘણું ભયભરેલું છે.” જગદેવે ઉત્તર આપ્યું: “માવજી! ઈશ્વર મારી ચઢતી કરશે, મને ગમે ત્યાં ચાકરી મળશે. પહેલાં ઈશ્વરે સારા કુલીનના દીકરાઓની પ્રતિષ્ઠા રાખી “છે તેમ મારી પણ રાખશે. માજી! તમારા પુણ્યથી મારું ભાગ્ય ઉઘડશે.” તેની માએ વિચાર્યું કે –
आपण कामे सियळा, परकामे समरथ्य,
तेने साही न राखिये, आडो दे दे हथ्थ. ८ વળી તે બોલી: “દીકરા, તને જેથી સુખ થાય તે કર” પછી જગદેવે પાયગામાંથી એક સારે ઘડે લીધે, અને ભંડાર ઉઘાડીને તેમાંથી સોનાની મોહેરેની બે કેથળિયો લીધી! હથિયાર પણ લીધાં-એક ધનુષ્ય, અને બાણથી ભરેલ ભાર્થો લીધો. ભાથાને ખભે ભેરવી લીધે ને પિતાની માતાને પગે લાગીને, ઘેડે ચડ્યો ને સીધે ટકટોડાને માર્ગે ચડ્યો. નગરની બહાર વાડી હતી તેમાં વિસામો કર્યો; ઘેડે એક ઝાડે બાંધો, ચેકડું ચાવતો તે ઉભો રહ્યો અને તે પણ એક ઝીણું લૂગડું ઘાસ ઉપર પાથરીને તે ઉપર બેઠે ને પોતાની પાસે ઢાલને એક બાજુએ મૂકી, અને રાત્રી પડે ત્યારે શહેરમાં જવાને નિશ્ચય કર્યો. આ વેળાએ ચાવડી વીરમતી, પાલખીમાં બેસીને, પિતાની સાહેલિયો સહવર્તમાન સહસા આવી ચડી. બન્નેને પરણ્યાંને ત્રણ ચાર વર્ષ થયાં હતાં. તે વેળાએ ઝરમર ઝરમર વર્ષાદ વરસત હતું, તેથી ચબેલીના મંડપમાં શતરંજી પથરાવીને બેઠી. એક ખવાસ બારણું આગળ ચેકી કરતો બેઠે હતે. તેવામાં તેણે પોતાની દાસીને આજ્ઞા કરી કે, “જા કાંઈ મે લઈ આવ.” દાસી ફળ લેવાને નીકળી પડી; તેણે એક અશ્વાર અને ઘોડે જો તે ચાર પાંચ હજાર રૂપિયાને તેને લાગ્યું, ને પીળા પલાણને ઉંચી જાતને સામાન હતો તે પણ મૂલ્યવાન હતો. પછી દાસિયે ત્વરાથી જવાન કુંવરને નિહાળી લીધો, તેણે વિચારયું કે, “આ તો કુંવરીના વર
જેવો દેખાય છે, તેના નાકની ધારથી અને આંખની લાલાશથી મને “નક્કી લાગે છે કે એ રાજકુમાર છે.” તેણે દોડી જઈને બાઈજીને કહ્યું “બાઈ ! એક વધામણું ખાઉં છું; વીશ વશા તે અહિં રાજકુમાર પધાયા છે!” ચાવડી બેલીઃ “હું પરપુરૂષના મહ સામું જોતી નથી, પણ તું ચોક્કસ માણસ છે, માટે ફરીથી જઈને જોઈ આવ, અને ખરેખરા સમાચાર લાવ.” દાસિયે ફરી જઈને જોયું, અને પાછી આવીને બોલી: “બાઈ! લાખ વાતે એ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat