________________
૧૭૦
રાસમાળા
થઈને ચારી આગળ પધારેશ.” ધારના પ્રધાને જાણ્યું કે બહુ જ સારૂં થયું. તારણુ નીચે થઈને વરરાજા ચેરી આગળ ગયા, લગ્ન થતાં સવાર થઈ. વરને એક હાથી, પચીસ ઘેાડા, અને નવ દાસિયા આપી. પછી પરાણાએએ જવાની આજ્ઞા માગી અને મુહૂર્ત ઉપર પહોંચવાનું હતું માટે ચાવડી વીરમતીને પિતાને ઘેર રહેવા દીધી ને કહ્યું કે પાછા વળતાં અમે એમને લેતા જઈશું. જાન આગળ ચાલી, અને ગૌડ પરગણામાં આવી હોંચી. જગદેવના પરણ્યાના સમાચાર પ્રસિદ્ધ થઈ ગયા. રાજા ગંભિર જગદેવને દેખાવ તપાશી જોઈને, તેને પરણેલા જાણી ધુંવાપુંવા થયેા; પણ લખ્યા લેખ ક્રુરતા નથી. ગૌડ રાજાએ પોતાની પુત્રીનાં લગ્ન કહ્યાં, તેણે બમણી વરદક્ષિણા આપી, ધેડા આપ્યા, હાથી આપ્યા, અને અગિયાર દાસિયા આપી. પછી જાનને તેણે વિદાય કરી. જાન ટડે પાછી આવી પ્હોંચી. ચાવડીને રથમાં બેસારી સંગાથે લઈ તેઓ ઘર ભણી ચાલ્યા. જગદેવના પરણ્યાના સમાચાર સાંભળી વાધેલી મનમાં બળવા લાગી. તેણે હેવા માંડયું: “અરે એ કાળિયાને જોયા વિના રાજાએ શું જોઈને પોતાની કન્યા આપી દીધી ?” સર્વે જાનના સામા ગયા; ગૌડકુમારિ અને ચાવડી પેાતપાતાની સાસુને પગે લાગ્યાં, દેવની પૂજા કરી. એક મહિના પછી ગૌડ અને ચાવડા રાજાઓએ પાતાની કુંવરિયાને તેડવા માકલી ધેર ખાલાવી લીધી. જગદેવે પેાતાને ચાવડીની સાથે વરદક્ષિણામાં જે મળ્યું હતું તે પાછું મેાકલાવી દીધું, ને તેમાંથી માત્ર પાષાક અને ઘરેણું રાખ્યું. તેણે કહ્યું કે હમણાં હું અહિં કશું નહિ રાખું.”
જગદેવ જ્યારે પંદર વર્ષના થયા, ત્યારે ઉદયાદિત્ય સોંપેલા કામ ઉ પરથી ઘેર પાછે આવ્યા. તેના મનમાં ધણી આતુરતા હતી. રણધવલ કુંવર તેને મળવાને સામેા ગયા. રાજાને તે પગે પડ્યો, તેમ જ નગરવાસિયા પણ જઈ તે નમ્યા. આખી દરબાર એક બીજાને મળીને યથાયાગ્ય કરવા, પણ જગદેવ તેમાં જોવામાં આવ્યે નહિ. તેણે ચાકરાને પૂછ્યું: “જગદેવ “કુંવર કયાં છે ?” તેઓ ખેલ્યા, એ તે સેાલકિણી રાણી પાસે હશે. એટલે ત્યાં ખવાસને તેને તેડવા મેાકહ્યા; એટલે જગદેવ સાદાં લૂગડાં પ્હેરીને આવ્યો, ને તેને પગે પડયા. રાજાએ તેને છાતી સરસ્યા ચાંપ્યા, તે હાથમાં હાથ આપીને પેાતાની પાસે બેસાડ્યો, ને તેને કહ્યું: “મારા કુંવર! તું હજી આવાં લૂગડાં હેરે છે ?’ કુંવરે હાથ જોડીને કહ્યું: “પિતાજી ! તમે ઘેરથી નીકળ્યા ત્યારે મારા “નિત્યના ખર્ચને અર્થે નક્કી કરતા ગયા, પણ તેમની (સાવકાં માતાજીની ) આજ્ઞા વિના મને કાંઈ મળ્યું નહિ, જેનું જેવું ખાવું તેનું તેવું શરીર, એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com