________________
૧૪૦
રાસમાળા
જિયો, તેના ઉપર રાજ્ય ચલાવ્યું, અને તેમને વારે આવ્યો ત્યારે તેમની પણ સમાપ્તિ થઈ ત્યાર પછી તીડ સરખા મરાઠાનું વાદળું પણ પશ્ચિમની તોપના જુસ્સાભરેલા ઘઘડાટથી ક્યારનુંય વિખરાઈ ગયું, તેપણ કર્ણ સોલંકિયે સાંકળી લીધેલી રુપેણ નદી હજી સુધી અંતરાયલી જ રહી હતી; આખરે તેની બેડિયે ટ્રસ્ટી અને એક ક્ષણ વારમાં કર્ણસાગર સંભાળ લીધા વિનાને ઉજજડ થઈ પડ્યો.
મોટેરા શહર છે તે સપાટ મેદાનથી તરતું, ઈટાની ઈમારતના ખંડેરેથી હાની સરખી ડુંગરી બનેલી અથવા ટેકરે થયેલો તેના ઉપર આવી રહ્યું છે. તેની પાસેના પ્રદેશનો દેખાવ અને રણથી આગળ ખેંચાઈ આવેલા ખારા પાણીના નળનું વિદ્યમાનપણું છે, એ ઉપરથી પણ એ સંભવ જણાય છે કે, એક વાર જે સમુદ્ર એ ભાગ ઉપર વિસ્તરાયેલું હતું તેના કિનારાની છેક પાસે, અસલની વેળાએ શહર હશે. જૈન વૃતાન્તમાં એનું નામ, મોઢરપુર, અથવા મેઢબંક પટ્ટણ લખેલું છે અને તે ઉપરથી ત્યાંના બ્રાહ્મણ મઢ કરીને કહેવાય છે. એ શહરની છેક પાસે હિન્દુનું એક ઘણું સુંદર દેવાલય છે. તે ઉપરથી (મરૂતુંગે દેવાલય બંધાયા વિષે લખ્યું છે તે પ્રમાણે કર્ણસાગર અને આ શાવળની પાસે હોવાં જોઈએ) અમને કલ્પના થાય છે કે, તે પૈકી ગમે તે કર્ણ શ્વરનું દેરું કે પછી કર્ણમેરૂ પ્રાસાદ હેય. આ દેવાલયને યથાર્થ વૃત્તાન્ત હવે પછી લખીશું, પણ આ ઠેકાણે અમારે લખવું જોઇએ કે, કર્ણસાગરને શોભાવનાર દેવાલયમાંથી બે બહાનાં હજી સુધી રહેલ છે, તે જેવી રીતથી અને જેવા આકારનાં બાંધેલાં છે તેને બરાબર મળતું આ દે છે. અને, વળી તેની બાંધણુમાં સર્વ ઠેકાણે સફાઈ જોવામાં આવે છે તે ઉપરથી જણાય છે કે, જે વેળાએ પૂર્ણ સાધન હશે અને બહારના શત્રુની ભીતિ નહિ હોય તેવી વેળાએ એ બાંધવામાં આવ્યું હશે.
રૈિવતાચળ અથવા ગિરનાર ઉપર નેમીનાથનું ભવ્ય ચૈત્ય છે તે પણ રાજા કર્ણનું બંધાવેલું કહેવાય છે અને તેના નામ ઉપરથી કર્ણવિહાર કહેવાય છે.
કર્ણરાજાને પિતાની પછવાડે ગાદી ઉપર બેસનાર કુંવર કેટલાંક વર્ષ સુધી થયો નહતો, પરંતુ તેના રાજ્યની સમાપ્તિની વેળાએ એક અદ્ભુત બનાવથી તે એવા એક કુંવરને પિતા થયો કે જે કુંવરના ભાગ્યમાં અણુહિલપુરની કીર્તિને ઉચ્ચસ્થાને પહોંચાડી દેવાનું લખ્યું હતું. એક દિવસે,
૧ આ બનાવ ઈ. સ. ૧૮૧૪ માં નિપજે. એના પહેલાં એક વર્ષ અગાઉ કાળ પડયો હતે, અને તે વર્ષમાં વર્ષાદ એટલે બધે વર કે રૂપેણ તે વેળામાં હાટા પ્રવાહી વહેવા લાગી અને ચારે કાંઠે પાણું ફાટી ગયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com